Richest MLA: આ છે દેશના ટોપ-5 ધનવાન ધારાસભ્યો, જાણો કેટલી છે સંપત્તિ
ADR Report: ADR ના એક રિપોર્ટ પ્રમાણે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ અબજોપતિ છે. તો ભાજપના 39 અને કોંગ્રેસના કુલ 30 ધારાસભ્યો અબજોપતિ છે.
Trending Photos
ADR Report: ભારતના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ મળી 4 હજારથી વધુ ધારાસભ્યો છે, તેમાંથી 119 ધારાસભ્યો અબજોપતિ છે. તાજેતરમાં આવેલા ADR ના એક રિપોર્ટ પ્રમાણે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ અબજોપતિ છે. તો ભાજપમાં 39 અને કોંગ્રેસમાં કુલ 30 ધારાસભ્યો અબજોપતિ છે. તેવામાં આવો જોઈએ દેશના ધારાસભ્યોની નાણાકીય સ્થિતિ...
કયા રાજ્યમાં કેટલા અબજોપતિ ધારાસભ્ય
કર્ણાટક - 223માંથી 31 અબજોપતિ ધારાસભ્યો
આંધ્ર પ્રદેશ - 174માંથી 27 અબજોપતિ ધારાસભ્યો
મહારાષ્ટ્ર - 286માંથી 18 અબજોપતિ ધારાસભ્યો
તેલંગાણા- 119માંથી 7 અબજપતિ ધારાસભ્યો
ગુજરાત - 180માંથી 5 અબજપતિ ધારાસભ્યો
કયા પક્ષના કેટલા અબજોપતિ ધારાસભ્યો?
ભાજપ - કુલ 1653માંથી 39 અબજોપતિ ધારાસભ્યો
INC - કુલ 646માંથી 30 અબજોપતિ ધારાસભ્યો
TDP - કુલ 134માંથી 22 અબજોપતિ ધારાસભ્યો
ડીએમકે - કુલ 132માંથી 3 અબજોપતિ ધારાસભ્યો
NCP - કુલ 53માંથી 3 અબજોપતિ ધારાસભ્યો
આ રાજ્યના ધારાસભ્યો પાસે છે સૌથી વધુ સંપત્તિ
કર્ણાટકના ધારાસભ્યો પાસે કુલ 14179 કરોડ રૂપિયાની સંપત્તિ છે
મહારાષ્ટ્રના ધારાસભ્યો પાસે કુલ 12424 કરોડ રૂપિયાની સંપત્તિ છે
આંધ્રપ્રદેશના ધારાસભ્યો પાસે કુલ 11323 કરોડ રૂપિયાની સંપત્તિ છે
તેલંગાણાના ધારાસભ્યો પાસે કુલ 4637 કરોડ રૂપિયાની સંપત્તિ છે
ઉત્તર પ્રદેશના ધારાસભ્યો પાસે કુલ 3247 કરોડ રૂપિયાની સંપત્તિ છે
5 સૌથી ધનિક ધારાસભ્યો
મહારાષ્ટ્રના ઘાટકોપર ઈસ્ટના ધારાસભ્ય પરાગ શાહ (BJP) પાસે કુલ 3383 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
કર્ણાટકના કનકપુરાના ધારાસભ્ય ડીકે શિવકુમાર (INC)ની કુલ સંપત્તિ 1413 કરોડ રૂપિયા છે.
કર્ણાટકના ગૌરીબિદાનપુરના ધારાસભ્ય કે એચ પુટ્ટસ્વામી ગૌડા (IND)ની કુલ સંપત્તિ 1267 કરોડ રૂપિયા છે.
કર્ણાટકના ગોવિંદરાજનગરના ધારાસભ્ય પ્રિયકૃષ્ણ (INC)ની કુલ સંપત્તિ 1156 કરોડ રૂપિયા છે.
આંધ્રપ્રદેશના કુપ્પમના ધારાસભ્ય ચંદ્રબાબુ નાયડુ (ટીડીપી) પાસે કુલ 931 કરોડની સંપત્તિ છે.
5 સૌથી ગરીબ ધારાસભ્યો
પશ્ચિમ બંગાળના સિંધુના ધારાસભ્ય નિર્મલ કુમાર ધારા (BJP) પાસે માત્ર 1700 રૂપિયાની સંપત્તિ છે.
પંજાબના ફાઝિલ્કાના ધારાસભ્ય નરિન્દર પાલ (AAP) પાસે માત્ર 18,370 રૂપિયાની સંપત્તિ છે.
પંજાબના સંગરુરના ધારાસભ્ય નરિંદર કૌર (AAP) પાસે માત્ર 24,409 રૂપિયાની સંપત્તિ છે.
J&Kના ડોડાના ધારાસભ્ય મેહરાજ મલિક (AAP) પાસે માત્ર 29,070 રૂપિયાની સંપત્તિ છે.
પશ્ચિમ બંગાળના નવદ્વીપના ધારાસભ્ય પુંડરીકાક્ષ્ય સાહા (AITC) પાસે માત્ર 30,423 રૂપિયાની સંપત્તિ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે