ભારત 'જીગરજાન મિત્ર ઈઝરાયેલ સાથે ગદ્દારી કરશે કે ઈરાનને આપશે સાથ? જાણવા જેવી છે આ માહિતી 

Iran Israel War: ઈઝરાયે અને ઈરાન વચ્ચે ચાલી રહેલી જંગમાં જ્યારથી અમેરિકાની એન્ટ્રી થઈ છે ત્યારથી સમગ્ર દુનિયા માટે એ કપરું બની ગયું છે કે આખરે આ ત્રણેય દેશોની મથામણ વચ્ચે કોને સપોર્ટ કરવો. ખાસ કરીને ભારત માટે. ભારત માટે તો ઈઝરાયેલ પણ પાક્કો મિત્ર છે અને અમેરિકા સાથે પણ ઠીક કહી શકાય તેવા સારા સંબંધ છે. બીજી બાજુ ઈરાન સાથે પણ સારા સંબંધ છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે આખરે ભારત કોની સાથે છે. 

ભારત 'જીગરજાન મિત્ર ઈઝરાયેલ સાથે ગદ્દારી કરશે કે ઈરાનને આપશે સાથ? જાણવા જેવી છે આ માહિતી 

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત માટે કફોડી સ્થિતિ ઊભી થઈ છે. ભારત માટે એક બાજુ જ્યાં ઈઝરાયેલ મહત્વનો ભાગીદાર છે ખાસ કરીને હથિયારોના વેપારમાં તથા બીજી બાજુ ઈરાન પણ ભારતના મહત્વપૂર્ણ હિતોમાં સામેલ છે. જેમાં ચાહબાર પોર્ટ પ્રોજેક્ટ સામેલ છે. આવામાં મોટી મુશ્કેલી એ છે કે આખરે ભારત કયા દેશને સાથ આપશે. આવામાં એ જાણીએ કે ભારતનો અત્યાર સુધી ઈરાન પરમાણુ પ્રોજેક્ટ અંગે શું મત રહ્યો છે અને આગળ શું રહેશે. 

ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ભારતનું વલણ?
ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ભારત હંમેશા અસમંજસમાં રહ્યું છે. એકબાજુ તેનો જિગરી મિત્ર ઈઝરાયેલ અને અમેરિકા છે જ્યારે બીજી બાજુ ઈરાન જેની સાથે ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ છે. પરંતુ 2005થી 2024 સુધી ભારતની નીતિમાં આવેલા ફેરફાર એ વાતને સ્પષ્ટ કરે છે કે ભારતે બંને દેશો સાથે ક્યારેય 'ગદ્દારી' કરી નથી. ઉલ્ટું પોતાા હિતો અને કૂટનીતિ વચ્ચે સંતુલન જાળવ્યું છે. જાણીએ સમગ્ર વાત...

Add Zee News as a Preferred Source

2005માં ભારતે ઈરાનનો કર્યો વિરોધ
2005માં ભારતે પહેલીવાર આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) માં ઈરાન વિરુદ્ધ વોટ આપ્યો. 24 સપ્ટેમ્બરે IAEAના પ્રસ્તાવ (GOV/2005/77)માં કહેવાયું કે ઈરાન પોતાની સુરક્ષા સંધિનું પાલન કરતું નથી. ભારતે 21 અન્ય દેશો સાથે આ મત આપ્યો. જે તે સમયે મોટું પગલું હતું. કારણ કે ભારત  તે સમયે અમેરિકા સાથે પોતાની પરમાણુ ડીલ કરી રહ્યું હતું. અમેરિકાનું દબાણ હતું અને ભારતે જવાબદાર પરમાણુ શક્તિની છબી બનાવવા માટે ઈરાન વિરુદ્ધ મત આપ્યો. પરંતુ ભારતે એ પણ સુનિશ્ચિત કર્યું કે મામલો તરત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ન જાય. 

2006માં ઈરાન વિરુદધ ફરી મત આપ્યો
2006માં પણ ભારતે IAEA માં ઈરાન વિરુદ્ધ મત આપ્યો જ્યારે તેનો મામલો UNSC માં મોકલવામાં આવ્યો. તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું કે ઈરાનને શાંતિપૂર્ણ પરમાણુ ઉર્જાનો અધિકાર છે, પરંતુ તેણે IAEA ના નિયમ માનવા પડશે. ત્યારબાદ જ્યારે ભારતની અમેરિકા સાથે પરમાણુ ડીલ પાક્કી થઈ ગઈ તો ઈરાન વિરુદ્ધ મત આપવાનું દબાણ ઘટ્યું. 2007થી 2024 સુધી જ્યારે આ મામલો UNSC માં હતો, ભારતે કોઈ કડક વલણ લેવું પડ્યું નથી. 

2007થી 2024 સુધી ભારત પર કોઈ દબાણ નહીં
2-26માં અમેરિકાએ ઈરાન સાથે JCPOA (પરમાણુ સંધિ) કરી, પરંતુ 2017માં ડોનાલ્ડ ટ્રમ્પે તેને તોડી નાખી. ત્યારબાદ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ફરી ચર્ચામાં આવ્યો. ભારતે ઈરાનથી ઓઈલ આયાત રોકવી પડી પણ ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ ચાલતો રહ્યો. 

જૂન 2024માં ભારતે બદલી નીતિ
2024માં ભારતની નીતિ બદલાઈ ગઈ. જૂન 2024માં IAEA માં અમેરિકા ઈરાન વિરુદધ પ્રસ્તાવ લઈને આવ્યું. પરંતુ ભારતે મત આપવાની ના પાડી. 35માંથી 19 દેશોએ ઈરાનની ટીકા કરી પરંતુ ભારત એ 16 દેશોમાં હતું જેણે તટસ્થ રહેવાનો વિકલ્પ પસંદ કર્યો. 

સપ્ટેમ્બર 2024મં પણ ન આપ્યો મત
સપ્ટેમ્બર 2024માં પણ ભારતે આવું જ કર્યું અને ઈરાન વિરુદ્ધ મત આપ્યો નહીં. જ્યારે બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને અમેરિકા ઈરાનની ટીકાવાળો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. આ વર્ષે જૂનમાં પણ જ્યારે ઈરાનને 1974ની સુરક્ષા સંધિ તોડવાનો દોષિત ઠેરવવામાં આવ્યું હતું ત્યારે ભારતે IAEA માં ઈરાન વિુરદ્ધ મત આપ્યો નહીં.

ભારત દર વખતે રહેશે તટસ્થ?
આ તમામ વર્ષોની ઘટનાઓ જોઈએ તો ખબર પડે કે ભારતનું આ  તટસ્થ વલણ તેની કૂટનીતિનો ભાગ રહ્યું છે. એક બાજુ ઈઝરાયેલ અને અમેરિકાના સાથે ભારતના મજબૂત રક્ષા અને સુરક્ષા સંબંધો છે. પરંતુ ઈરાન સાથે પણ જૂના સંબંધો છે. આથી ભારત ઈચ્છે છે કે ઈરાન શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ ચલાવે પરંતુ નિયમોનું પાલન કરે. 2005માં વિરુદ્ધ મતદાનથી લઈને 2024માં તટસ્થ રહેવા સુધી, ભારતે ન ગદ્દારી કરી કે ન તો એકતરફી સાથ આપ્યો. તે બસ પોતાના હિતો અને વૈશ્વિક શાંતિ વચ્ચે સંતુલન જાળવતું રહ્યું. આગળ શું થશે તે તો સમય જ બતાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news