નવી દિલ્લીઃ દિવાળી પહેલાં જ ઈસરોમાં દિવાળીનો ઉજવણી શરૂ થઈ ગઈ. કારણકે, ઈસરોએ આજે એક અનોખો વિક્રમ પોતાના નામે કરીને ફરી એકવાર ઈતિહાસ રચી દીધો છે. ઈસરોએ કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય અવકાશ એજન્સીના સૌથી ભારે રોકેટ 43.5 મીટર લાંબા LVM-3 એ બ્રિટિશ સ્ટાર્ટઅપના 36 ઉપગ્રહોને લઈને ઉડાન ભરી હતી. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ 12:07 વાગ્યે થયું હતું. આ સંચાર ઉપગ્રહોને LVM3-M2/OneWeb India-1 મિશન હેઠળ લો અર્થ ઓર્બિટ (LEO)માં મૂકવામાં આવ્યા હતા. LMV-3 8,000 કિલોગ્રામ સુધીના ઉપગ્રહો લઈ જવા માટે સક્ષમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube