ચોંકાવનારો ખુલાસો, રાજસ્થાનમાં જ્યારે ધૂળનું તોફાન તબાહી મચાવી રહ્યું હતું, ત્યારે....

છેલ્લા બે દિવસ દરમિયાન પાંચ રાજ્યોમાં આંધી તોફાન અને વીજળી પડવાથી 124 લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ 73 લોકોના મોત ઉત્તર પ્રદેશમાં થયા છે. જ્યારે 91 લોકો ઘાયલ થયા છે.

ચોંકાવનારો ખુલાસો, રાજસ્થાનમાં જ્યારે ધૂળનું તોફાન તબાહી મચાવી રહ્યું હતું, ત્યારે....

નવી દિલ્હી/જયપુર: હવામાનની ઘટનાઓનું સટીક અનુમાન લગાવવા માટે એક ડોપ્લર રડાર ખુબ મહત્વનો ભાગ ભજવતા હોય છે. રાજસ્થાનમાં હાલમાં જ ધૂળીયા ચક્રવાતે જે વિનાશ સર્જયો તેના વિશે ચોંકાવનારી માહિતી મળી છે. જયપુર સ્થિત ડોપ્લર રડાર બે મેની રાતે કાર્યરત અવસ્થામાં હતું જ નહી. તે દિવસે ખુબ જ તેજ ગતિથી ધૂળ ભર્યા આંધી તોફાને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તબાહી મચાવી હતી. આ તોફાનના કારણે જાનમાલનું નુક્સાન થયું અને ઓછામાં ઓછા 35 લોકોએ જીવ ગુમાવ્યાં. આ રડાર જયપુરના હવામાન વિભાગ કાર્યાલય પરિસરમાં છે. હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી.

ભારતીય હવામાન ખાતાના એડિશનલ ડાઈરેક્ટર જનરલ દેવેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ફિનલેન્ડની કંપની વૈસાલા દ્વારા નિર્મિત આ ડોપ્લર રડાર છેલ્લા 10 દિવસથી કાર્યરત નહતું. પ્રધાને જણાવ્યું કે જયપુરનું ડોપ્લર રડાર છેલ્લા 10 દિવસથી ટેક્નિકલ ખામીઓના કારણે ખરાબ અવસ્થામાં છે. ફિનિશ કંપની વૈસાલાના એન્જિનિયરો અહીં હાજર છે. આગામી બે ત્રણ દિવસમાં સમસ્યા ઠીક થઈ જશે.

ડોપ્લર રડારો ઉપરાંત હવામાન વિભાગ સટીક આગાહી લગાવવા માટે વેધશાળાઓ અને ઉપગ્રહો પર નિર્ભર હોય છે. ડોપ્લર રડાર આંધી, તોફાન, વરસાદના સારી આગાહી કરવામાં મદદરૂપ થાય છે અને તેનાથી બે ત્રણ  કલાકની અંદર જ હવામાન એલર્ટ જારી કરવામાં પણ સહાયતા મળે છે. પ્રધાને કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આ એક મહત્વપૂર્ણ સાધન છે. હાલમાં દેશમાં કુલ 27 ડોપ્લર રડાર છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસ દરમિયાન પાંચ રાજ્યોમાં આંધી તોફાન અને વીજળી પડવાથી 124 લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ 73 લોકોના મોત ઉત્તર પ્રદેશમાં થયા છે. જ્યારે 91 લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે રાજ્યમાં મોટાભાગના મોતની ઘટના અને લોકોના ઘાયલ થવાની ઘટનાઓ આગરામાં થઈ. રાજસ્થાનમાં કુલ મળીને 35 વ્યક્તિઓના મોત થયા અને 206 ઘાયલ થયાં. જ્યારે તેલંગણામાં 8, ઉત્તરાખંડમાં 6 અને પંજાબમાં 2 વ્યક્તિઓના મોત થયા છે. તેલંગણા, ઉત્તરાખંડ અને પંજાબમાં લગભગ 100 લોકો ઘાયલ થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news