જયપુરઃ બ્રેઈન સર્જરી દરમિયાન હનુમાન ચાલીસા બોલતો રહ્યો દર્દી અને પછી....

30 વર્ષના બીકાનેરનો રહેવાસી હુલાસ મલ જાંગીરને છેલ્લા ત્રણ મહિનાથી વારંવાર ખેંચ આવવાની સમસ્યા હતા, તેની બાયોપ્સી કરવામાં આવતા જાણવા મલ્યું કે તેના મગજમાં ગ્રેડ-2 પ્રકારનું ટ્યુમર છે 

Updated By: Dec 27, 2018, 06:57 PM IST
જયપુરઃ બ્રેઈન સર્જરી દરમિયાન હનુમાન ચાલીસા બોલતો રહ્યો દર્દી અને પછી....

જયપુરઃ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની સર્જરી હાથ ધરવાની હોય ત્યારે દર્દીને બેભાન કરવામાં આવતો હોય છે. જોકે, સર્જરી દરમિયાન દર્દી સંપૂર્ણપણે સભાન રહે અને સાથે જ હનુમાન-ચાલીસા પણ બોલતો રહે તો આ બાબત એક અજાયબી બની જાય છે. જયપુરની એક ખાનગી હોસ્પિટલમાં શહેરની ન્યૂરો સર્જરી ટીમે બ્રેઈન ટીમને દૂર કરવા માટે આ એક અનોખો કેસ કરવામાં સફળતા મેળવી છે. 

આ પ્રકારની સર્જરનીને અવેક બ્રેઈન સર્જરી (Awake Brain Surgery)ના નામથી ઓળખવામાં આવે છે. રાજસ્થાન રાજ્યમાં આ પ્રકારની સર્જરી હાથ ધરાઈ હોય એવો આ પ્રથમ કિસ્સો છે. 

દર્દીને વારંવાર આવતી હતી આંચકી
બીકાનેરમાં રહેતા હુલાસમલ જાંગીરને છેલ્લા ત્રણ મહિનાથી વારંવાર આંચકી આવવાની સમસ્યા હતી. તેની બાયોપ્સી કરવામાં આવતા જાણવા મળ્યું કે, તેના મગજમાં ગ્રેડ-2 પ્રકારનું ટ્યુમર હતું. આ ટ્યુમર તેના બોલવાના ભાગમાં હતું. કેટલીક હોસ્પિટલ દ્વારા તેની આ સર્જરી કરવા માટે ઈનકાર કરી દેવાયો હતો, કેમ કે તેના કારણે તેની બોલવાની ક્ષમતા બંધ થઈ શકે એમ હતું અથવા તો તેને લકવો પણ થઈ જાય એમ હતું. 

ત્યાર બાદ હુલાસમલે જયપુરની ખાનગી નારાયણા હોસ્પિટલના ડોક્ટરોનો સંપર્ક કર્યો હતો. અહીંના ન્યૂરો સર્જન અને બ્રેઈન ટ્યુમર સર્જરીના નિષ્ણાત ડો. કે.કે. બંસલે તેના મગજમાં રહેલા ટ્યુમરને સફળતાપૂર્વક દૂર કર્યું હતું. 

નવા વર્ષે પીએમ મોદી આ રાજ્યથી શરૂ કરશે લોકસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન

મગજના જોવા, બોલવા કે પછી શરીરની ગતિવિધિઓને નિયંત્રિત કરતા ભાગમાંથી ટ્યુમર કાઢવા માટે આજકાલ 'અવેક બ્રેઈન સર્જરી કે અવેક ક્રાનિયોટોમી' (એટલે કે દર્દીની જાગૃત અવસ્થામાં સર્જરી) નામની પદ્ધતિની સમગ્ર દુનિયામાં અમલમાં છે. હુલાસમલના કેસમાં મગજના જે ભાગમાં ટ્યુમર હતો ત્યાંથી બોલ-ચાલની ક્રિયાઓ નિયંત્રિત થતી હતી. આ કારણે આ સર્જરી અત્યંત પડકારજનક હતી. કેમકે, સર્જરી દરમિયાન એક નાનીઅમથી ભૂલને કારણે પણ દર્દી તેની બોલવાની ક્ષમતા ગુમાવી શકે એમ હતો. 

દર્દીની જાગૃત અવસ્થામાં દૂર કરાયું ટ્યુમર
હોસ્પિટલના સિનિયર ન્યૂરો સર્જન ડો. કે.કે. બંસલે જણાવ્યું કે, સામાન્ય બ્રેઈન ટ્યુમર સર્જરીમાં દર્દીને બેભાન કરવામાં આવે છે. જેના કારણે તેના મગજના બોલવાના વિસ્તાર પર પડી રહેલા પ્રભાવ પર નજર રાખી શકાતી નથી. 

ટ્રિપલ તલાક બિલઃ જાણો સંસદમાં આ વિષય પર કોણે શું કહ્યું?

અવેક બ્રેઈન સર્જરી ટેક્નીકમાં દર્દીના બોલવાની ક્ષમતાને સર્જરી દરમિયાન વારંવાર ચકાસી શકાય છે. આ કેસમાં દર્દીને સતત હનુમાન ચાલીસા બોલવા, સાંભળવા અને ગાવું કહેવામાં આવતું રહ્યું હતું. દર્દીની ત્વરિત પ્રતિક્રિયાને કારણે અમને સર્જરીને સુરક્ષિત રીતે પૂરી કરવામાં મદદ મળી હતી, કેમ કે અમે જ્યારે પણ કોઈ ખોટા ભાગને સ્પર્શ કરતા હતા ત્યારે દર્દીની બોલવાની ક્ષમતા બંધ થઈ જતી હતી. 

અત્યાધુનિક માઈક્રોસ્કોપનો ઉપયોગ
હોસ્પિટલના ફેસિલિટિ ડિરેક્ટર કાર્તિક રામાકૃષ્ણને જણાવ્યું કે, ત્રણ કલાક સુધી ચાલેલી આ સર્જરીમાં અત્યાધુનિક માઈક્રોસ્કોપનો ઉપયોગ કરાયો હતો અને વિશેષ ડાઈ ઈન્જેક્ટ કરવામાં આવી હતી, જે ટ્યુમરને માર્ક કરવામાં મદદ કરે છે. આ પ્રકારની સર્જરી દેશની ટોચની સંસ્થાઓમાં જ કરવામાં આવે છે અને તેના માટે વિશેષ નિપુણતાની જરૂર હોય છે. અમને આનંદ છે કે દર્દીને સર્જરીના 72 કલાકના અંદર જ રજા આપી દેવામાં આવી હતી અને હવે તે સામાન્ય જીવન જીવી રહ્યો છે. 

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....