1100 કિલોમીટર દૂર પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમિ, રંગરેલિયા મનાવતો ઝડપાયો, ગુસ્સામાં પરિવારજનોએ ભર્યું ખતરનાક પગલું

Jalaun Latest News: જાલૌનમાં તે સમયે હડકંપ મચી ગયો જ્યારે એક પ્રેમી તેની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચી ગયો હતો. પરંતુ પરિવારજનોએ બંનેને અંગત પળો માણતા ઝડપી લીધા અને પછી..

1100 કિલોમીટર દૂર પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમિ, રંગરેલિયા મનાવતો ઝડપાયો, ગુસ્સામાં પરિવારજનોએ ભર્યું ખતરનાક પગલું

Jalaun News: જીતેન્દ્ર સોનીઃ ઉત્તર પ્રદેશના જાલૌનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પોતાની પ્રેમિકાના ઘરે પહોંચેલા પ્રેમી પર યુવતીના પરિવારજનોએ હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ત્યાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના અંગે પોલીસે કહ્યું કે તેમાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

શું છે સમગ્ર ઘટના?
મુંબઈમાં કામ કરનાર જસવીર નામનો યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે જાલૌન જિલ્લાના ગોહન પોલીસ સ્ટેશન વિસ્તારના રસૂલપુર ગામ પહોંચ્યો હતો. પરંતુ પ્રેમિકાના ઘરે પહોંચતા યુવતીના પરિવારજનોએ યુવક પર ધારદાર હથિયારથી જીવલેણ હુમલો કરી દીધો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે યુવકને પ્રેમિકા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ પરિવારજનો ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ યુવકની ગરદન પર ધારદાર હથિયારથી વાર કરવામાં આવ્યો, જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવકને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સ્થિતિ નાજુક છે.

પોલીસે એક આરોપીને દબોચ્યો
ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને એક શંકાસ્પદ આરોપીની અટકાયત કરી હતી. ગોહાન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સતીશ કુશવાહા અનુસાર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને પીડિતના નિવેદન પર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અન્ય હુમલાખોરોની ઓળખ કરી રહી છે.

ગ્રામીણો અનુસાર યુવક અને યુવતી વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો, જેનાથી પરિવારજનો નારાજ હતા. યુવક અચાનક ગામ આવ્યો તે પરિવારજનોને પસંદ ન આવ્યું અને તેના પર હુમલો કર્યો હતો. પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં સામેલ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news