ઉરી ઓપરેશનમાં સેનાને મળી મોટી સફળતા, જીવતો ઝડપાયો લશ્કરનો એક આતંકી, મોટા હુમલાનો હતો પ્લાન

19 ઇન્ફેન્ટ્રી ડિવીઝનના જીઓસી મેજર વીરેન્દ્ર વત્સનું કહેવુ છે કે છેલ્લા કેટલાક દિવસથી જારી ઉરી ઓપરેશન દરમિયાન સેનાને મોટી સફળતા મળી છે. સાત દિવસના આ ઓપરેશનમાં અત્યાર સુધી 7 આતંકીઓ માર્યા ગયા છે, જ્યારે એક આતંકી જીવિત ઝડપાયો છે.  

Updated By: Sep 28, 2021, 04:15 PM IST
ઉરી ઓપરેશનમાં સેનાને મળી મોટી સફળતા, જીવતો ઝડપાયો લશ્કરનો એક આતંકી, મોટા હુમલાનો હતો પ્લાન

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં એક ઓપરેશન દરમિયાન લશ્કર-એ-તૈયબાનો એક આતંકી જીવતો પકડાયો ચે. ભારતીય સેનાના અધિકારીઓએ એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યુ કે, આતંકી અલી બાબર પાત્રાએ સેનાની સામે આત્મસમર્પણ કર્યુ છે. આતંકી પાકિસ્તાનના પંજાબના ઓખરાનો રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. 

19 ઇન્ફેન્ટ્રી ડિવીઝનના જીઓસી મેજર વીરેન્દ્ર વત્સનું કહેવુ છે કે છેલ્લા કેટલાક દિવસથી જારી ઉરી ઓપરેશન દરમિયાન સેનાને મોટી સફળતા મળી છે. સાત દિવસના આ ઓપરેશનમાં અત્યાર સુધી 7 આતંકીઓ માર્યા ગયા છે, જ્યારે એક આતંકી જીવિત ઝડપાયો છે. આ સિવાય ઓપરેશનમાં સેનાને એકે 47 ના સાત હથિયાર, 9 પિસ્તોલ અને રિવોલ્વર જપ્ત થઈ છે. સાથે 80થી વધુ ગ્રેનેડ અને ભારતીય તથા પાકિસ્તાનની મોટી માત્રામાં કરન્સી જપ્ત થઈ છે. 

સેનાના અધિકારીઓએ જણાવ્યુ કે ધરપકડ કરાયેલા આતંકીની ઉંમર માત્ર 19 વર્ષ છે. અલી બાબર આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. જે પાકિસ્તાનમાં ત્રણ મહિનાની આતંકી ટ્રેનિંગ લઈ ચુક્યો છે. આતંકીઓની ઘુષણખોરીનો ઉરાદો 2016ના ઉરી જેવા મોટા હુમલાને અંજામ આપવાનો હતો. 

આ પણ વાંચોઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામુ

આત્મસમર્પણ કરવા માટે આજીજી કરવા લાગ્યો આતંકી
મેજર જનરલ વીરેન્દ્ર વત્સે જણાવ્યુ- આ આતંકીઓ વિરુદ્ધ નવ દિવસ સુધી ઓપરેશન ચાલ્યુ. 18 સપ્ટેમ્બરે જ્યારે એલઓસી પર ઘુષણખોરીનો પ્રયાસ શરૂ થયો ત્યારે આ ઓપરેશનની શરૂઆત થઈ હતી. કુલ છ આતંકી હતા, ચાર પાકિસ્તાન પરત ભાગી ગયા. બાકી બે આચંકીઓ 25 સપ્ટેમ્બરે એક નાલામાં છુપાયા હતા. એક આતંકીને 26ના ઢેર કરી દેવામાં આવ્યો. બીજો આતંકી આત્મસમર્પણ માટે આજીજી કરવા લાગ્યો. 

ઓપરેશન દરમિયાન સેનાના ચાર જવાન ઈજાગ્રસ્ત
આ ઓપરેશન દરમિયાન સેનાના ચાર જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે. જાણકારી પ્રમાણે આતંકીઓએ ઘુષણખોરી માટે માછિલ, ટિટવાલ સેક્ટરનો ઉપયોગ કર્યો હતો. આ માટે પાકિસ્તાન સેનાએ આતંકીઓની મદદ કરી હતી. પાકિસ્તાન તરફથી બંને સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી ભારતીય પોસ્ટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube