કાશ્મીરમાં આતંકી ઘટનાઓ પાછળ પાકિસ્તાન અને ISI: ભારતીય સેના

સેનાના નોર્થ કમાન્ડમાં ચિનાર કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોને કહ્યું કે, કાશ્મીરમાં આતંકી ઘટનાઓ માટે પાકિસ્તાની સેના અને આઇએસઆઇ જવાબદાર છે. ગુપ્ત જાણકારી અનુસાર પાક આતંકી અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા.

Updated By: Aug 2, 2019, 03:14 PM IST
કાશ્મીરમાં આતંકી ઘટનાઓ પાછળ પાકિસ્તાન અને ISI: ભારતીય સેના

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકવાદીઓની ઘૂસણખોરી પર આજે શ્રીનગરમાં સૈના અને જમ્મૂ કાશ્મીર પોલીસે જોઇન્ટ પ્રેસ કોન્ફરેન્સ કરી છે. સેનાના નોર્થ કમાન્ડમાં ચિનાર કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોને કહ્યું કે, કાશ્મીરમાં આતંકી ઘટનાઓ માટે પાકિસ્તાની સેના અને આઇએસઆઇ જવાબદાર છે. ગુપ્ત જાણકારી અનુસાર પાક આતંકી અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. પરંતુ ભારતીય સેના સંપૂર્ણ રીતે આતંકીઓ સામે લડવા માટે તૈયાર છે.

આ પણ વાંચો:- WhatsApp ચેટિંગ કરવું પત્નીને પડ્યુ ભારે, પતિએ કર્યુ કંઇક આવું...

લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોને કહ્યું કે, કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ પર સેનાની સતત નજર રહેલી છે. જમ્મૂ કાશ્મીરમાં શાંતીને દરેક સંજોગોમાં યથાવત રાખીશું. સેના પર પથ્થર ફેંકનારા આતંકવાદી બન્યા. લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોને કહ્યું કે, અમરનાથ યાત્રાના રૂટ પરથી એક ગુપ્ત જગ્યાથી એકએમ-24 અમેરિકન સ્નાઇપર રાઇફલ (દૂરબીનની સાથે) મળી છે. જમ્મૂ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહએ કહ્યું, જમ્મૂ કાશમીરમાં આતંકી બનનારા કિસ્સાઓમાં ઘટાડો થયો છે. આતંકી બનનારા કાશ્મીરી છોકરાઓ ઘરે પરત ફરી રહ્યાં છે.

આ પણ વાંચો:- J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 જવાન શહીદ

જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરમાં 5 આતંકીઓ સંતાયા હોવાની સૂચના છે. ગુપ્તચર ખાતા દ્વારા મળેલી સૂચના પ્રમાણે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK)માંથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓના એક જુથે ભારતીય સીમામાં ઘુસણખોરી કરી છે. મળતી માહિતી પ્રમાણે આ ઘુસણખોરી ગયા અઠવાડિયે કરવામાં આવી છે. આ આતંકી કાશ્મીરની ખીણમાં કોઈ મોટો આતંકી હુમલો કરી શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ આતંકીઓ સુરક્ષાદળો પર હુમલો કરી શકે છે. ગુપ્તચર ખાતા દ્વારા આપવામાં આવેલી જાણકારી પછી કાશ્મીરમાં સેના અને વાયુસેના એલર્ટ પર છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...