સરકારી યોજનાઓનો લાભ ઉઠાવીને આ રીતે કરો સ્ટ્રોબેરીની ખેતી! ઓછા ખર્ચમાં થશે લાખોની કમાણી
સરકારી યોજનાઓનો લાભ ઉઠાવીને જિલ્લાના ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી છે. જે હવે સારી એવી કમાણી કરી રહ્યા છે. એટલા માટે કેમ કે આ સિઝનમાં સ્ટ્રોબેરીના ભાવ ઘણા વધારે મળી રહ્યા છે. ત્યારે સ્ટ્રોબેરીની ખેતી કરવા માટે શું કરવું જોઈએ? સ્ટ્રોબેરી ખાવાથી શું ફાયદા થાય છે?
Trending Photos
ઝી બ્યુરો/નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનું ઉધમપુર હવે સ્ટ્રોબેરી ઉત્પાદન કેન્દ્રના રૂપમાં ઉભરી રહ્યું છે. જ્યાં મોટી સંખ્યામા ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતીને પસંદ કરી રહ્યા છે અને તેમને આશ્વર્યજનક રીતે સફળતા પણ મળી રહી છે. સરકારી યોજનાઓનો લાભ ઉઠાવીને જિલ્લાના ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી છે. જે હવે સારી એવી કમાણી કરી રહ્યા છે. એટલા માટે કેમ કે આ સિઝનમાં સ્ટ્રોબેરીના ભાવ ઘણા વધારે મળી રહ્યા છે. ત્યારે સ્ટ્રોબેરીની ખેતી કરવા માટે શું કરવું જોઈએ? સ્ટ્રોબેરી ખાવાથી શું ફાયદા થાય છે?
- એમેઝોન પર 1 કિલોના 425 રૂપિયા
- ઈન્ડિયા માર્ટ પર 1 કિલો 300 રૂપિયા
- મુંબઈમાં 1 કિલોના 430 રૂપિયા
- દિલ્લીમાં 1 કિલોના 580 રૂપિયા
- નાસિક-ચેન્નઈમાં 1 કિલોના 410 રૂપિયા
હવે તમારા મનમાં એમ થતું હશે કે શેની વાત થઈ રહી છે? તો વાત લાલ-ચટાક અને ખાટી-મીઠી એવી સ્ટ્રોબેરીની થઈ રહી છે અને તેની ખેતી કરીને તમે પણ લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. પરંતુ અત્યારે આપણે તેના માટે જવું પડશે. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં...ઉધમપુરની વાત એટલા માટે થઈ રહી છે. કેમ કે તે સ્ટ્રોબેરી ઉત્પાદનના કેન્દ્રના રૂપમાં ઉભર્યુ છે. જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરવાનું પસંદ કરી રહ્યા છે અને તેમને મહત્વપૂર્ણ સફળતા પણ મળી રહી છે.
સ્ટ્રોબેરીની ખેતી, લાખોની કમાણી! ખેડતોએ મોટા પ્રમાણમાં કર્યું વાવેતર#Strawberry #farming #news #zee24kalak pic.twitter.com/qDVCKH1hh2
— Zee 24 Kalak (@Zee24Kalak) March 22, 2025
જમ્મુ કાશ્મીરમાં સરકારી યોજનાઓ યુવાઓને બાગવાની તરફ પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. જેમાં અનેક નવી ટેકનોલોજી અને ઉચ્ચ રિટર્ન ક્ષમતા મુખ્ય પ્રેરક છે. આ સિઝનમાં સ્ટ્રોબેરીના સારા ભાવ મળતાં ખેડૂતો સરકારના વખાણ કરી રહ્યા છે. હાલ તો ઉધમપુરમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને ખેડૂતો સારી એવી કમાણી કરી રહ્યા છે. ત્યારે તે ખાવાથી શું ફાયદા થાય છે.
- સ્ટ્રોબેરીની ખેતી, લાખોની કમાણી
- જમ્મુ કાશ્મીરનું ઉધમપુર ચર્ચામાં
- ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યુ વાવેતર
- માર્કેટમાં સારો ભાવ મળતાં ખેડૂતો ખુશ
- સ્ટ્રોબેરી ખાવાથી થાય છે અનેક ફાયદા
- આવનારા સમયમાં સ્ટ્રોબેરીની વધશે ડિમાન્ડ
તે પણ જાણી લો...ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. સ્કિનને ગ્લોઈંગ અને જવાન બનાવે છે. હાર્ટને સ્વસ્થ રાખે છે. પાચન તંત્ર માટે ફાયદાકારક છે. વજન ઘટાડવામાં ઉપયોગી છે. આંખોની રોશની વધારે છે. કેન્સરની બીમારી સામે બચાવમાં સહાયક છે. બ્લડ-સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે એટલે તેના અનેક ફાયદા પણ છે. આજના સમયમાં યુવાઓ સ્ટ્રોબેરી ખાવાનું વધુ પસંદ કરે છે એટલે તેની ડિમાન્ડ વધવાની છે તે નક્કી છે. માટે તમે પણ સરકારી યોજનાને સમજીને તેની ખેતી કરો અને લાખોની કમાણી કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે