Operation keller: જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, શોપિયામાં અથડામણમાં LeT ના 3 આતંકીઓનો સફાયો
Pahalgam 3 LeT terrorists killed: પહેલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો આકરા પાણીએ છે. શોપિયામાં થયેલી અથડામણમાં 3 આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. 2 આતંકીની ઓળખ થઈ છે જ્યારે એકની ઓળખ થઈ રહી છે.
Trending Photos
દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના કેલર ગામના શુકરુ વન વિસ્તારમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં લશ્કર એ તૈયબાનો ઓપરેશનલ ચીફ શાહિદ કુટ્ટે સહિત બે અન્ય આતંકીઓનો ખાતમો થયો.
પોલીસના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે અથડામણમાં લશ્કર એ તૈયબાના ઓપરેશનલ ચીફ સહિત 3 આતંકીઓનો ખાતમો થયો છે. ચોટીપોરા હીરપોરા, શોપિયાનો રહીશ શાહિદ મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંથી એક હતો. જે 8 માર્ચ 2023ના રોજ આતંકી રેંકમાં સામેલ થયો હતો અને અનેક આતંકી મામલાઓમાં સામેલ હતો. માર્યા ગયેલા આતંકીઓમાંથી 2 આતંકીઓની ઓળખ થઈ ગઈ છે અને 1 આતંકીની ઓળખ બાકી છે.
શાહિદ કુટ્ટે પુત્ર મોહમ્મદ યુસુફ કુટ્ટે રહીશ ચોટીપોરા હીરપોરા શોપિયા. 8 માર્ચ 2023ના રોજ આતંકી સંગઠનમાં સામેલ થયેલો આ આતંકી એ કેટેગરીનો આતંકી હતો. સૂત્રના જણાવ્યાં મુજબ તે 8 એપ્રિલ 2024ના રોજ ડિનેશ રિસોર્ટમાં ફાયરિંગની ઘટનામાં સામેલ હતો. જેમાં બે જર્મન પર્યટક અને એક ડ્રાઈવર ઘાયલ થયા હતા. તે 18મી મે 2024ના રોજ શોપિયાના હીરપોરામાં ભાજપના સરપંચની હત્યામાં સામેલ હતો. તેના પર 3 ફેબ્રુઆરી 2025ના રોજ કુલગામના બેહિબાગમાં ટીએ કર્મીઓની હત્યામાં સામેલ હોવાનો શક છે.
અન્ય આતંકીની ઓળખ અદનાન શફી ડાર પુત્ર મોહમ્મદ શફી ડાર રહીશ વંડુના મેલહોરા, શોપિયા તરીકે થઈ છે. 18 ઓક્ટોબર 2024ના રોજ તે લશ્કર એ તૈયબાનો સી કેટેગરીનો આતંકી હતો. તે 18 ઓક્ટોબર 2024ના રોજ શોપિયાના વાચીમાં મજૂરની હત્યામાં સામેલ હતો. અધિકારીઓએ જણાવ્યું કે ત્રીજા આતંકીની ઓળખ થઈ રહી છે.
અત્રે જણાવવાનું કે આ અગાઉ શોપિયા જિલ્લાના કેલ્લર ગામના શુકરુ જંગલોમાં આતંકીઓની હાજરી અંગે સુરક્ષાદલોને એક વિશેષ ઈનપુટ મળ્યા બાદ જંગલ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ.
એક અન્ય ઘટનાક્રમમાં પહેલગામ હુમલાની તપાસ એજન્સીઓએ પહેલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકીઓના પોસ્ટર બહાર પાડ્યા છે અને તેમની જાણકારી આપનારાઓને 320 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ પોસ્ટર શોપિયા, કુલગામ, પુલવામા, અને અનંતનાગ જિલ્લાઓમાં અનેક ઠેકાણે લગાવવામાં આવ્યા હતા. પોસ્ટર પર ત્રણ આતંકીઓ મૂસા, અલીભાઈ અને સ્થાનિક આદિલ ઠોકરની વિગતો છે.
ઓપેરશન સિંદૂર હેઠળ પીઓકે અને પાકિસ્તાનમાં 9 આતંકી કેમ્પો પર હુમલા બાદ હવે જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકીઓ અને તેમના સમર્થકો વિરુદ્ધ અભિયાન તેજ કરાયું છે. એસઆઈએએ પરમ દિવસે દક્ષિણ કાશ્મિરમાં ઓજીડબલ્યુના 20 ઘરોમાં રેડ મારી અને કહ્યું કે તેઓ સુરક્ષાદલોની અવરજવર અને પ્રતિષ્ઠાનોની રણનીતિક જાણકારીઓ શેર કરવામાં સામેલ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે