ગુજરાતી ન્યૂઝIndiaકાશ્મીરી ગર્લની સક્સેસ સ્ટોરી : 18 વર્ષની ઉંમરમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો

કાશ્મીરી ગર્લની સક્સેસ સ્ટોરી : 18 વર્ષની ઉંમરમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો

Guinness World Record : કાશ્મીરની દીકરીનો રેકોર્ડ... ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ... 1 કલાકમાં 250 પેપર બોટ બનાવી દીધી... વિસ્તારમાં અનેક યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત... પેપર ફોલ્ડિંગની કલામાં નવો રેકોર્ડ બન્યો... રાષ્ટ્રીય સ્તરની માર્શલ આર્ટ ખેલાડી છે રૂતબા

કાશ્મીરી ગર્લની સક્સેસ સ્ટોરી : 18 વર્ષની ઉંમરમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો

Meet Kashmir’s Rutba Showkat : જો તમે સફળ થવા માગો છો તો સપના જોવા જરૂરી છે. જોકે કોઈપણ સપનું એક દિવસમાં પૂરું થઈ શકતું નથી. તેના માટે લાંબા સમય સુધી સંઘર્ષ  કરવો પડે છે. આવો જ કંઈક સંઘર્ષ જમ્મુ કાશ્મીરની રૂતબા શૌકતે કર્યો છે. ભલે તેની ઉંમર નાની છે પરંતુ તેના સપના બહુ મોટા છે. કાશ્મીરની દીકરીએ મહેનત અને આવડતના દમ પર ગિનીસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ત્યારે શૌકતનું નામ કેવી રીતે ગિનીસ બુકમાં નોંધાયું? 

  • ઘરમાં જ્યાં જુઓ ત્યાં મેડલ જ મેડલ...
  • ઘરમાં જ્યાં જુઓ ત્યાં સફળતાના સર્ટિફિકેટ...
  • કાશ્મીરની દીકરીએ ભારતનું નામ રોશન કર્યુ... .
  • તેના કામે અપાવ્યું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન...

વાત પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા એવા જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રહેતી રૂતબા શૌકતની થઈ રહી છે. તેણે 1 કલાકમાં 250 ઓરિગેમી બોટ બનાવીને પેપર ફોલ્ડિંગની કલામાં નવો રેકોર્ડ બનાવ્યો છે. રૂતબાએ પહેલાં બે વખત આ વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરી હતી. પરંતુ તેને તોડી શકી નહોતી. પરંતુ તે હારી નહીં અને આજ કારણ છે કે ત્રીજા પ્રયાસમાં તે સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી. 

Add Zee News as a Preferred Source

રૂતબા શૌકત હજુ માત્ર ધોરણ-12માં ભણે છે અને તેની ઉંમર માત્ર 16 વર્ષની છે. પરંતુ તેના નામે એવી સિદ્ધિ છે. જેનાથી તેણે પરિવારનું નામ રોશન કર્યુ છે. રૂતબા એક રાષ્ટ્રીય સ્તરની માર્શલ આર્ટ ખેલાડી છે. જેમાં તેણે એક ગોલ્ડ સહિત 60 મેડલ જીત્યા છે. 

શ્રીનગરના નાના વિસ્તારમાં રહેતી રૂતબા મોડર્ન આર્ટ શીખવા આતુર હતી. તેણે ઓરિગેમી બોટ બનાવવામા મહારત કોરોના પછી મેળવી હતી. જોકે પહેલાં પ્રયાસમાં તેને સફળતા નહોતી મળી. પરંતુ બીજા પ્રયાસમાં તેણે 1 કલાકમાં 150 ઓરિગેમી બોટ બનાવી હતી. પરંતુ હજુ મંજિલ ઘણી દૂર હતી. પરંતુ તેણે હાર માની નહીં.

16 વર્ષની દીકરીએ પોતાના પરિવારની સાથે સાથે દેશનું નામ પણ રોશન કર્યુ છે... સાથે જ વિસ્તારમાં વસવાટ કરતા અનેક યુવાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news