જમ્મુ કાશ્મીર હાઇ એલર્ટ : મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ, શ્રીનગરમાં કલમ 144 લાગુ, મહેબૂબા ઉમર અબ્દુલા નજરકેદ
જમ્મુ કાશ્મીર હાઇ એલર્ટ પર છે. કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા બાદ સરકારે એક એડવાઇઝરી જાહેર કર્યા બાદ સ્થિતિ તણામપૂર્ણ ચાલી રહી છે. આ સંજોગોમાં રવિવારે સર્વદલીય બેઠક થઇ અને બાદમાં સરકારે એકાએક અહીં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી છે અને શ્રીનગરમાં કલમ 144 લાગુ કરી છે તેમજ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા અને ઓમર અબ્દુલાને નજરકેદ કર્યા છે.
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર હાઇ એલર્ટ પર છે. કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા બાદ સરકારે એક એડવાઇઝરી જાહેર કર્યા બાદ સ્થિતિ તણામપૂર્ણ ચાલી રહી છે. આ સંજોગોમાં રવિવારે સર્વદલીય બેઠક થઇ અને બાદમાં સરકારે એકાએક અહીં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી છે અને શ્રીનગરમાં કલમ 144 લાગુ કરી છે તેમજ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા અને ઓમર અબ્દુલાને નજરકેદ કર્યા છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની દહેશત બાદ સરકાર દ્વારા જાહેર કરાયેલ એડવાઇઝરી બાદ સ્થિતિ તણાવપૂર્ણ છે. રવિવારે રાતે શ્રીનગર સહિત ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા અને મોબાઇલ સેવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. શ્રીનગરમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. સાથોસાથ પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્કીએ દાવો કર્યો છે કે એમને એમના જ ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યા છે.
આ સંજોગોમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે, કેબલ ટીવી પણ બંધ કરી દેવામાં આવી છે. કોઇ પણ નેતાને રેલી કાઢવાની પણ મંજૂરી નથી. નેતાઓ પર કરાયેલ કડકાઇ અંગે ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ બધુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં જમ્મુમાં તમામ સ્કૂલ કોલેજની સાથોસાથ કેટલીક ઓફિસોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ જાણવા જુઓ LIVE TV