જમ્મુ-કાશ્મીરઃ ધરાલીનો આ વિનાશ લોકોના મનમાંથી હજુ દૂર નથી થયો ત્યાં હવે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના બની છે. કિશ્તવાડના ચશોતી વિસ્તારમાં વાદળ ફાટતાં જ વિનાશક પૂર આવ્યું... અને આ પુર એટલું ભયાનક હતુ કે આખું ગામ જ પાણીની સાથે તણાઈ ગયું. આ દુર્ઘટનામાં બે જવાન સહિત 36થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 120 ઈજાગ્રસ્ત અને 100થી વધુ લોકો લાપતા છે. મચૈલ માતા મંદિર જવાના રસ્તા પર જ વાદળ ફાટવાની ઘટનાથી અનેક શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. તો ઘણાં યાત્રાળુઓ ગુમ થતાં સેના અને સ્થાનિક તંત્રએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. પાણીના ભારે પ્રવાહના કારણે રસ્તાઓ પણ તૂટી ગયા, જેથી લોકો સુધી મદદ પહોંચાડવામાં પણ તંત્રને ભારે મહેનત કરવાની ફરજ પડી.
મચૈલ માતા મંદિર ખુબ જાણીતું મંદિર છે. જમ્મુથી 300 કિલોમીટર દૂર આવેલા મંદિરમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળું આવે છે. મચૈલ ગામમાં ચંડી માતાનું મંદિર છે. આ મંદિર તરફ જવાના વિસ્તારમાં જ વાદળ ફાટતા તારાજી સર્જાઈ છે. વાદળ ફાટ્યા બાદ આવેલામાં પ્રવાસીઓ માટે બનેલા ટેન્ટની સાથે સાથે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં તણાયા હોવાની આશંકા છે.
ઉત્તર ભારતમાં વરસી રહી છે આકાશી આફત, J-Kના કિશ્તવાડમાં વાદળ ફાટ્યું, અનેક મોત, અનેક લાપતા#jammukashmir #northindia #indiarains #heavyrain #cloudburst #viralvideo #viral #viralvideos #viralreels #trending #trendingvideo #trendingreels #trendingnow pic.twitter.com/pex19PWx17
— Zee 24 Kalak (@Zee24Kalak) August 14, 2025
માત્ર જમ્મુ કાશ્મીર નહીં હિમાચલ પ્રદેશમાં પણ પહાડ પરથી આફત વરસી છે. કુલ્લુ, શિમલા અને કિન્નોરમાં વાદળ ફાટતાં રીતસરનો વિનાશે વેરાયો છે. હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ઋષિ ડોગરી વિસ્તારમાં વાદળ ફાટતા આખી કંપની જ તણાઈ ગઈ. અહીં CPWDનો કેમ્પ લાગેલો હતો. પરંતુ પહાડો પરથી આવેલો વિનાશ અહીંથી બધું જ તાણી ગયો... પાણીના પ્રવાહમાં કાર, ડમ્પર અને ટ્રકો પણ રમકડાની જેમ તણાઈ ગયા.
આ તરફ શિમલામાં પણ વાદળ ફાટવાની ઘટના બાદ લેન્ડસ્લાઈડની ઘટનાઓ બની રહી છે. શિમલામાં લેન્ડસ્લાઈડ થતાં બે વાહનો પથ્થરોના ઢગલા વચ્ચે ફસાઈ ગયા છે. તો રસ્તાઓ ઉપર પણ મોટો કાટમાળ આવી જતાં ટ્રાફિક જામ સર્જાયો...,
જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડમાં ફાટ્યું વાદળ! અનેક લોકોના મૃત્યુની આશંકા#BreakingNews #Monsoon #Monsoon2025 #JammuAndKashmir #Kishtwar pic.twitter.com/YSfhQUvyt3
— Zee 24 Kalak (@Zee24Kalak) August 14, 2025
જે રીતે ઉત્તર ભારતમાં પહાડો તૂટી રહ્યા છે અને વાદળો ફાટી રહ્યા છે તે ખતરાનું સાયરન છે. જે રીતે આ વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો છે, તે જોતા તો લાગે છે કે આ વિકાસ લોકો માટે વિનાશ લઈને આવી રહ્યો છે...