ગુજરાતી ન્યૂઝIndiaપહલગામ હુમલાથી ગુસ્સામાં લાલચોળ થયો આ ઈસ્લામિક દેશ, આતંકીઓને આપ્યો કડક સંદેશ!

પહલગામ હુમલાથી ગુસ્સામાં લાલચોળ થયો આ ઈસ્લામિક દેશ, આતંકીઓને આપ્યો કડક સંદેશ!

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઘાયલ છે. આ હુમલા પર દેશ વિદેશથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ ઈસ્લામિક દેશે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. 

પહલગામ હુમલાથી ગુસ્સામાં લાલચોળ થયો આ ઈસ્લામિક દેશ, આતંકીઓને આપ્યો કડક સંદેશ!

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામ હિલ સ્ટેશન પર મંગળવારે થયેલા આતંકી હુમલાને અમેરિકા, રશિયા, સહિત અનેક દેશોએ વખોડી નાખ્યો છે. આ સાથે જ આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત જોડે એકજૂથતા દર્શાવી છે. આ હુમલામાં બે વિદેશી નાગરિકો સહિત ઓછામાં ઓછા 27 લોકો માર્યા ગયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાથી દેશ વિદેશમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

હુમલા પર ઈસ્લામિક દેશ UAE ગુસ્સામાં લાલચોળ થયો છે. UAE ના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે સંયુક્ત આરબ અમીરાતે મંગળવારે પહેલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની આકરી ટીકા કરી છે. UAE એ જઘન્ય હુમલાના પીડિતોના પરિવારોની સાથે સાથે ભારત સરકાર અને લોકો પ્રત્યે સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી. 

Add Zee News as a Preferred Source

નિવેદનમાં કહેવાયું કે સંયુક્ત આરબ અમીરાતે પહેલગામ, જમ્મુ અને કાશ્મીરમાં પર્યટકોને નિશાન બનાવીને કરાયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરી છે. આ હુમલાથી ડઝનો જેટલા લોકો માર્યા ગયા અને નિર્દોષો ઘાયલ થયા. 

UAE ના વિદેશ મંત્રાલય(MoFA) એ પુષ્ટિ કરી કે યુએઈ આ ગુનાહિત કૃત્યોની કડક શબ્દોમાં ટીકા કરે છે અને આંતરરાષ્ટ્રીય કાયદાના  ભંગમાં સુરક્ષા અને સ્થિરતાને નબળી કરવાના હેતુથી હિંસા ને આતંકવાદના તમામ સ્વરૂપોને સ્થાયી રીતે અસ્વીકાર કરે છે. 

નિવેદનમાં કહેવાયું કે મંત્રાલય ભારત સરકાર ને ભારતના લોકો તથા આ જઘન્ય હુમલાના પીડિતોના પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરે છે. આ સાથે જ તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે. 

UAE ના નાગરિકની પણ હત્યા થઈ?
હુમલામાં માર્યા ગયેલા લોકોની જે યાદી સામે આવી તેમાં બે વિદેશીઓમાંથી એક નેપાળ અને અન્ય UAE ના ગણાવવામાં આવ્યા. નીરજ  ઉધવાનીને સંયુક્ત આરબ અમીરાતના નાગરિક ગણાવવામાં આવ્યા હતા. પરંતુ  બુધવારે બહાર પડેલી નવી યાદીમાં તેમને ભારતના નાગિરક જણાવવામાં આવ્યા. 

ઈરાને શું કહ્યું
નવી દિલ્હી સ્થિત ઈરાન દૂતાવાસે કહ્યું કે તેઓ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની આકરી ટીકા કરે છે, જેના કારણે મોટી સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. 

દૂતાવાસે એક્સ પર લખ્યું કે 'અમે ભારત સરકાર અને ભારતના લોકો, ખાસ કરીને આ હુમલાના પીડિતોના પરિવારો પ્રત્યે અમારી હાર્દિક સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની અને સારા સ્વાસ્થ્યની કામના કરીએ છીએ @DrSJaishankar @MEAIndia.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news