નવી દિલ્હી: રામપુરથી ભાજપ ઉમેદવાર જયા પ્રદાએ આઝમ ખાનના નિવેદનને લઇને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે રવિવારે કહ્યું હતું કે, અખિલેશ મારી વાત સાંભળો, તમને હું નાનો ભાઇ કહેતી હતી પરંતુ તમે શું કર્યું, લોકોની સામે આવીને તમે પણ મને નાચવાવાળી કહી રહ્યાં છો, શું તમને હું નાચવાવાળી લાગુ છું. ‘અખિલેશ તમારા પણ સંસ્કાર મરી ગયા છે...’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


તેમણે આઝમ ખાન પર નિશાન સાધતા અખિલેશ યાદવ માટે કહ્યું કે, જે નેતાની સાથે તમે રહો છો, તમારું પણ દિમાગ તેમની જેમ તુચ્છ વાતો કરવા લાગ્યું છે. તે તમારા માટે શોભનિય નથી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...