નીતીશ+બીજેપીને પછાડવાનો 'લાલૂ પ્લાન', મીરા-માયાવતી બાદ માંઝી તરફ લાંબો કર્યો હાથ

હોળી પહેલાં બિહારમાં બે મોટા રાજકીય ઘટનાક્રમ થયા છે. મહાગઠબંધન અને એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાઇંસ) જૂથે એકબીજાને ઝટકો આપ્યો છે. એનડીએમાં નારાજ ચાલી રહેલા હિંદુસ્તાન અવામ મોર્ચા (હમ) સેક્યુલરના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી એનડીએ છોડી આરજેડી-કોંગ્રેસના મહાગઠબંધનમાં સામેલ થયા અને કોંગ્રેસના છ એમએલસીમાંથી ચારે જેડીયૂનો હાથ પકડ્યો, જેથી બિહારમાં નાટકીય રીતે રાજકીય ઉથલ-પાથલ જોવા મળી. 

Updated By: Mar 1, 2018, 01:13 PM IST
નીતીશ+બીજેપીને પછાડવાનો 'લાલૂ પ્લાન', મીરા-માયાવતી બાદ માંઝી તરફ લાંબો કર્યો હાથ

નવી દિલ્હી: હોળી પહેલાં બિહારમાં બે મોટા રાજકીય ઘટનાક્રમ થયા છે. મહાગઠબંધન અને એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાઇંસ) જૂથે એકબીજાને ઝટકો આપ્યો છે. એનડીએમાં નારાજ ચાલી રહેલા હિંદુસ્તાન અવામ મોર્ચા (હમ) સેક્યુલરના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી એનડીએ છોડી આરજેડી-કોંગ્રેસના મહાગઠબંધનમાં સામેલ થયા અને કોંગ્રેસના છ એમએલસીમાંથી ચારે જેડીયૂનો હાથ પકડ્યો, જેથી બિહારમાં નાટકીય રીતે રાજકીય ઉથલ-પાથલ જોવા મળી. આ બે મોટા રાજકીય ઘટનાક્રમના બેકગ્રાઉન્ડ પર નજર નાખીએ તો ખબર પડે છે તો તેની સ્ક્રિપ્ટ લાંબા સમયથી લખવામાં આવી રહી હતી અને તેના માધ્યમથી બિહારના રાજકારણની ધરી દલિત બનશે. આવો પાછળના રાજકીય ઘટનાક્રમના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે એનડીએ અને મહાગઠબંધન બિહારમાં નવા જાતિય સમીકરણ ઘડવાની તૈયારીમાં છે.  

લાલૂ-કોંગ્રેસે મળી બનાવ્યો પ્લાન
વર્ષ 2005માં નીતીશ કુમારની જેડીયૂ અને ભાજપ ગઠબંધન પ્રચંડ બહુમત સાથે સત્તામાં આવી. ત્યારબાદ ચૂંટણી પરિણામોથી વિપક્ષને સંકેત મળી ગયો છે કે તેની સાથે રહેતાં તેમને હરાવવું ખૂબ મુશ્કેલ છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલાં લાલૂ-નીતીશે કોંગ્રેસને સાથે લઇને મહાગઠબંધન તૈયાર કર્યું અને પ્રચંડ બહુમત સાથે સત્તામાં પહોંચી. જો કે નીતીશ કુમારે વચ્ચે જ ગઠબંધન તોડી દીધું અને ભાજપ સાથે હાથ મિલાવી સરકાર બનાવવામાં સફળ રહ્યાં. 

નીતીશ કુમારના આ નિર્ણય બાદ આરજેડી પ્રમુખ લાલૂ યાદવ એ સમજી ગયા છે કે બિહાર બીજેપી+નીતીશ કુમારના ગઠબંધનને હરાવવા માટે તેમને નવું જાતીય સમીકરણ તૈયાર કરવું પડશે. જાતિ આધારિત રાજકારણના માહિર ખેલાડી લાલૂ સમજી ગયા છે કે બિહારમાં મુસ્લિમ+યાદવ (MY) સમીકરણ દ્વારા તેમને સત્તા મળવી મુશ્કેલ છે. બિહારમાં 16 ટકા મુસલમાન અને લગભગ 14 ટકા યાદવ વોટર છે. ગત વોટિંગ પેટર્ન પર નજર નાખીએ તો આ બંને દરેક પરિસ્થિતિમાં લાલૂ યાદવ પર જ વિશ્વાસ કરતાં રહ્યાં છે. 

આ સમીકરણને ધ્યાનમાં રાખતાં લાલૂ યાદવ અને કોંગ્રેસે મળીને નક્કી કર્યું કે જો બિહારમાં દલિતોને સાધી લેવામાં આવ્યા તો કદાચ આગળની ચૂંટનીમાં જીતનો માર્ગ ખુલી શકે છે. આ પ્લાનિંગ હેઠળ લાલૂ યાદવની સલાહ પર કોંગ્રેસે મીરા કુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. સમગ્ર ચૂંટણી પ્રચારમાં મીરા કુમારને દલિતની પુત્રી દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. 

જો કે એનડીએ જૂથે મહાગઠબંધનના આ દાવને પહેલાં જ સમજી લીધો અને દલિત સમાજમાંથી આવનાર રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિની ખુરશી પર પહોંચાડીને લાલૂના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું.

લાલૂએ માયાવતી પર રમ્યો દાવ
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દલિત કાર્ડ રમવામાં પાછળ રહ્યા બાદ લાલૂ પ્રસાદ યાદવે દેશમાં દલિતોના સૌથી મોટા ચહેરા માયાવતી પર દાવ લગાવ્યો. લાલૂએ જાહેરાત કરી કે જો માયાવતી રાજ્યસભા જવા માંગે છે તો આરજેડી તેમને પોતાના કોટામાંથી મોકલવા માટે તૈયાર છે. માયાવતીના ચહેરાના માધ્યમથી લાલૂ પોતાને દલિત હિતેચ્છુ સાબિત કરવાની તૈયારીમાં હતા. બહુજન સમાજ પાર્ટી (બીએસપી) પ્રમુખ માયાવતી દ્વારા પ્રસ્તાવ નકારી કાઢ્યા બાદ ફરી એકવાર લાલૂનો દાવ ફેલ સાબિત થયો. 

લાલૂએ માંઝી પર નાખી નજર 
માયાવતી અને મીરા કુમારના ચહેરાને રિડીમ કરવામાં નિષ્ફળ થયા બાદ લાલૂ પ્રસાદ યાદવે એનડીએમાં નારાજ ચાલી રહેલા જીતન રામ માંઝીએ પોતાની તરફ લાવવાનો પ્રયત્ન કર્યો, જેમાં તે સફળ પણ રહ્યાં. કહેવામાં આવી રહ્યું છે કે જીતન રામ માંઝી પોતાના પુત્ર સંતોષ કુમાર સુમનને રાજકારણમાં લાવવાની લાલચ કરવા માંગે છે, પરંતુ ભાજપ તેમને યોગ્ય પ્લેટફોર્મ આપી શકતી નથી. લાલૂએ આ તકને પારખી લેતાં ઝારખંડની જેલમાં બેસીને માંઝીને પ્રસ્તાવ મોકલ્યો. માંઝીએ પોતાના સૌથી અંગત વૃષિણ પટેલ અને પુત્ર સંતોષને લાલૂને મળવા માટે જેલમાં મોકલ્યા. અહીં નક્કી થયું કે આરજેડી માંઝીના પુત્રને રાજકીય લોંચિંગ પ્લેટફોર્મ પુરી પાડશે. સમાચાર છે કે આરજેડી માંઝીના પુત્રને વિધાન પરિષદમાં મોકલી શકે છે. 

જીતન રામ માંઝી બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલમાં બિહારના રાજકારણમાં તે દલિતોનો સૌથી મોટો ચહેરો છે. બિહારમાં દલિતોની કુલ વોટ બેંક લગભગ 13 ટકા છે, જેમાંથી 10 ટકા મહાદલિત છે. જીતન રામ માંઝી મહાદલિત સમાજમાંથી આવે છે. દલિત વોટ બેંક પર મહાગઠબંધન અને એનડીએ બંનેની નજર છે. લાલૂ જૂથે માંઝીને પોતાની સાથે લીધા તો એનડીએ પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક ચૌધરી સહિત ચાર વિધાન પરિષદને પોતાના પક્ષમાં કરી લીધા. અશોક ચૌધરી પણ દલિત સમાજમાંથી આવે છે અને રાજ્યમાં શિક્ષણમંત્રીનું પદ સંભાળ્યા બાદ તેમની ઓળખ ઠીક-ઠીક થઇ ગઇ છે. આ ખેલમાં એક વાત તો સ્પષ્ટ છે કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી હોય કે પછી 2020ની વિધાનસભાની ચૂંટણી બંનેમાં દલિત મતદારો નિર્ણાયક ભૂમિકામાં જોવા મળી શકે છે.