)
Rajasthan Accident : રાજસ્થાનના ફલોદી જિલ્લાના માટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભારતમાલા એક્સપ્રેસ વે પર રવિવારે મોડી સાંજે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. જોધપુરના સુરસાગરના રહેવાસી બિકાનેરના કોલાયત મંદિરના દર્શન કરીને ટેમ્પો ટ્રાવેલરમાં પાછા ફરી રહ્યા હતા. ત્યારે હનુમાન સાગર ચોકડી પાસે આ ઘટના બની હતી. જેમાં પુરઝડપે આવતી ટેમ્પો ટ્રાવેલર અચાનક પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી, આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે.
ફલોદીના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ત્રણ ઘાયલોને તાત્કાલિક ઓસિયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને ગ્રીન કોરિડોર દ્વારા જોધપુર રિફર કરવામાં આવ્યા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પો ટ્રાવેલર સંપૂર્ણપણે તૂટી ગયો હતો.
ટેમ્પો ટ્રાવેલરના ટુકડા થઈ ગયા
ટેમ્પો ટ્રાવેલરમાં ઘણા મૃતદેહો ખરાબ રીતે ફસાયેલા હતા અને પોલીસ અને સ્થાનિકોને તેમને કાઢવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. તમામ મૃતકો અને ઘાયલો જોધપુરના સુરસાગર વિસ્તારના રહેવાસી હતા. તેઓ કોલાયતની મુલાકાત લઈને તેમના પરિવાર સાથે પરત ફરી રહ્યા હતા. પોલીસ, SDRF અને રાહત ટીમોએ ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરી હતી.
फलोदी के मतोडा क्षेत्र में सड़क दुर्घटना में हुई जनहानि अत्यंत दुखद एवं हृदयविदारक है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं।
जिला प्रशासन के अधिकारियों को सभी घायलों का समुचित उपचार सुनिश्चित करने हेतु निर्देश दिए गए हैं। प्रभु से प्रार्थना है कि दिवंगत आत्माओं को शांति दें…
— Bhajanlal Sharma (@BhajanlalBjp) November 2, 2025
અકસ્માતની માહિતી મળતાં, જોધપુર પોલીસ કમિશનર ઓમ પ્રકાશ માથુર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભારતમાલા એક્સપ્રેસવે પર ટેમ્પો ટ્રાવેલરની ઝડપી ગતિ અને ઝાંખી દૃશ્યતા અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવે છે, જેના પરિણામે ડ્રાઇવરને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટ્રક દેખાતી નહીં હોય. પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતાં X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, "ફલોદીના માટોડા વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. જિલ્લા વહીવટી અધિકારીઓને તમામ ઘાયલોને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાનને મૃતકોના આત્માને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થાય."