સિંધિયાએ આવું કહી વધારી કોંગ્રેસ અને ગેહલોત સરકારની મુશ્કેલી, BJPમાં આવશે પાઇલટ?

રાજસ્થાન સરકારને બચાવા માટે કોંગ્રેસ તેની સંપૂર્ણ શક્તિ લગાવી રહી છે. તો સચિન પાઇલટને લઇને કોંગ્રેસના પૂર્વ સાથી અને ભાજપથી રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ રાજકીય ગરબડ પર તેની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરી કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. સાથે જ ઘણા ઈશારા પણ ક્યા છે.

સિંધિયાએ આવું કહી વધારી કોંગ્રેસ અને ગેહલોત સરકારની મુશ્કેલી, BJPમાં આવશે પાઇલટ?

નવી દિલ્હી: રાજસ્થાન સરકારને બચાવા માટે કોંગ્રેસ તેની સંપૂર્ણ શક્તિ લગાવી રહી છે. તો સચિન પાઇલટને લઇને કોંગ્રેસના પૂર્વ સાથી અને ભાજપથી રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ રાજકીય ગરબડ પર તેની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરી કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. સાથે જ ઘણા ઈશારા પણ ક્યા છે.

કોંગ્રેસ અને ગેહલોત સરકાર પર સિંધિયાનો પ્રહાર
જ્યોતિરાદિત્યે ટ્વિટ કરી લખ્યું છે કે, મારા પૂર્વ સહયોગી સચિન પાઇલટને જોઇ હું દુ:ખી છું. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત દ્વારા તેમને દરૂ રાખવા અને હેરાન કરવામાં આવી રહ્યાં છે. આ પણ જોવા મળી રહ્યું છે કે, કોંગ્રેસમાં પ્રતિભા અને ક્ષમતાને લઇને કેટલો ઓછો વિશ્વાસ છે.

— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 12, 2020

સમાચાર એ પણ છે કે, સિંધિયા અને સચિન સારા મિત્રો છે અને જ્યારે સિંધિયા પાર્ટી છોડી જઈ રહ્યાં હતા. ત્યારે સચિને પાર્ટી હાઇકમાન્ડને તેમને રોકવા માટે અપીલ કરી હતી. એવામાં આ મામલે સિંધિયાએ પહેલી પ્રતિક્રિયા આપી કોંગ્રેસ પર તીખો પ્રહાર કર્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ સિંધિયા દ્વારા સચિન પર નિશાન સાધવાની તૈયારીમાં છે. સચિનના સમર્થક ધારાસભ્યોનો દાવો છે કે લગભગ 25 ધારાસભ્યો તેમના સમર્થનમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news