Kala Jathedi Gang ના નિશાન પર હતો સલમાન ખાન, મુંબઈમાં કરાઈ હતી રેકી

ગેંગસ્ટર કાલા જઠેડી (Kala Jathedi) સુધી પહોંચવા માટે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તમામ પ્રયાસો કર્યા. કાલા જઠેડીના સંપર્કમાં રહેતા તમામ ગેંગસ્ટર્સને પણ પોલીસે ગત કેટલાક દિવસોમાં કોર્ટના આદેશ પર પોતાની કસ્ટડીમાં લઈને પૂછપરછ કર્યા હતા. જેમાં એક્ટર સલમાન ખાન (Salman Khan) ને મારવાના ષડયંત્ર રચનાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પણ સામેલ હતો. 
Kala Jathedi Gang ના નિશાન પર હતો સલમાન ખાન, મુંબઈમાં કરાઈ હતી રેકી

ઝી મીડિયા/બ્યૂરો :ગેંગસ્ટર કાલા જઠેડી (Kala Jathedi) સુધી પહોંચવા માટે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તમામ પ્રયાસો કર્યા. કાલા જઠેડીના સંપર્કમાં રહેતા તમામ ગેંગસ્ટર્સને પણ પોલીસે ગત કેટલાક દિવસોમાં કોર્ટના આદેશ પર પોતાની કસ્ટડીમાં લઈને પૂછપરછ કર્યા હતા. જેમાં એક્ટર સલમાન ખાન (Salman Khan) ને મારવાના ષડયંત્ર રચનાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પણ સામેલ હતો. 

6 ખૂંખાર ગેંગસ્ટર્સ એક થયા
દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના આ 6 ગેંગસ્ટર્સના એકસાથે આવવા પર અનેક રાજ્યોની પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યૂરો પરેશાન છે. પહેલા આ ગેંગ અલગ અલગ કામ કરતી તી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હવે સાથે કામ કરવા લાગ્યા છે. 

  • ગેંગ મેમ્બર - 1 હરિયાણાનો 7 લાખ રૂપિયાનો ઈનામી બદમાશ સંદીપ ઉર્ફે કાલા
  • ગેંગ મેમ્બર - 2 રાજસ્થાનનો કુ્ખ્યાત ખૂંખાર લોરેન્સ બિશ્નોઈ, જેણે બોલિવુડ એક્ટર સલમાન ખાનને મારવાના અનેકવાર પ્લાનિંગ કર્યા હતા. મુંબઈમાં શૂટર મોકલીને રેકી પણ કરાવી હતી.
  • ગેંગ મેમ્બર 3 - હરિયાણાનો બદમાશ સંપત નહેરા
  • ગેંગ મેમ્બર 4 - પંજાબનો ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયા. દેશનો સૌથી અમીર ગેંગસ્ટર કહેવાય છે. પંજાબના નેતાઓ સાથે સાંઠગાંઠનો ખુલાસો થતો રહે છે.

આ પણ વાંચો : હિમાચલના હિલ સ્ટેશન જેવો નજારો ધરાવતા ગુજરાતના નાનકડા ગામમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાયો

આ ચારેય બદમાશોની સાથે 2 હજી બદમાશ પણ સામેલ છે. આ ગેંગસ્ટર્સની જોડીમાં 700 થી વધુ શૂટર્સ છે. 

ગેંગના ટાર્ગેટ પર કોણ રહેતા
આ ગેંગના ટાર્ગેટ પર બોલિવુડ અભિનેતા સલમાન ખાન હતા. બદમાશ લોરેન્સ બિશ્નોઈના શૂટર્સે મુંબઈમાં સલમાન ખાનને મારવાનું ષડયંત્ર કર્યું હતું અને તેના માટે રેકી પણ કરી હતી. તેમના નિશાન પર પંજાબના સિંગર, એક્ટર અને રાજસ્થાનના નામી બિઝનેસમેન પણ હતા. આ ગેંગ રૂપિયા માટે હત્યા, ડ્રગ્સનો ધંધો અને બિઝનેસમેન પાસેથી ખંડણીની વસૂલાત કરવામાં માહેર હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news