Bangkok થી ઓપરેટ થશે Kala Jathedi ગેંગ, જેલમાંથી ચાલશે ગુનાનો કંટ્રોલ રૂમ!

કુખ્યાત ગેંગસ્ટર કાલા જઠેડીની (Kala Jathedi) ધરપકડ બાદ હવે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ફેલાયેલા અંડરવર્લ્ડનો નવો કિંગ વિદેશમાં બેઠો કાલા રાણા (Kala Rana) હશે. ZEE News પાસે વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરનો એક એક્સક્લુઝિવ વીડિયો છે

Updated By: Aug 1, 2021, 11:09 PM IST
Bangkok થી ઓપરેટ થશે Kala Jathedi ગેંગ, જેલમાંથી ચાલશે ગુનાનો કંટ્રોલ રૂમ!

નવી દિલ્હી: કુખ્યાત ગેંગસ્ટર કાલા જઠેડીની (Kala Jathedi) ધરપકડ બાદ હવે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ફેલાયેલા અંડરવર્લ્ડનો નવો કિંગ વિદેશમાં બેઠો કાલા રાણા (Kala Rana) હશે. ZEE News પાસે વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરનો એક એક્સક્લુઝિવ વીડિયો છે, જેમાં તે દરિયાની વચ્ચે એક વૈભવી બોટ પર ડીજે પાર્ટી કરતો જોવા મળી રહ્યો છે.

બેંગકોકથી ઓપરેટ થશે જઠેડી ગેંગ
જોકે આ રંગીન માહોલ ભારતનો નથી પરંતુ બેંગકોકનો છે. આ બોટમાં સફેદ ટી-શર્ટમાં વિદેશી મહિલાઓ વચ્ચે બેઠેલો સ્ટાઇલિશ અને હેન્ડસમ આ શખ્સ અન્ય કોઇ નહીં પરંતુ કાલા જઠેડીની ધરપકડ બાદ તેની ગેંગનો નવો લીડર અને હરિયાણાના યમુનાનગરનો કુખ્યાત ગેંગસ્ટર વિરેન્દ્ર ઉર્ફે કાલા રાણા છે. તેના પર હરિયાણા પોલીસે 2 લાખનું ઈનામ રાખ્યું છે. પરંતુ તે પોલીસની પહોંચથી દૂર બેંગકોકમાં બેસીને દિલ્હી-એનસીઆર સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગુનાખોરીનો ધંધો ચલાવી રહ્યો છે.

આ પણ વાંચો:- I AM SORRY MUMMY... ફ્રી ફાયર ગેમમાં 40 હજાર રૂપિયા ગુમાવ્યા છે, તમે રડશો નહીં કહી બાળકનો આપઘાત

આ રીતે આપી રહ્યો હતો પોલીસને ચકમો
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કાલા રાણાના કારણે જ પોલીસ અને એજન્સીઓ ગેંગસ્ટર કાલા જઠેડી સુધી પહોંચી શકી ન હતી. કાલા જઠેડી સાથે જો કોઈને વાત કરી હોય તો તે ઈન્ટરનેટ કોલિંગ મારફતે પહેલા બેંગકોકમાં બેઠેલા કાલા રાણાને ફોન કરતો અને પછી કલા રાણા બીજા ફોનથી જઠેડીને ફોન કરીને સ્પીકર દ્વારા તેની વાત કરાવતો હતો.

આ પણ વાંચો:- Amit Shah ની યુપી મુલાકાતનો ખાસ રાજકીય સંદેશ, BJP એ તૈયાર કરી છે 'બ્લુ પ્રિન્ટ'

આ રીતે ઓપરેટ થતી હતી ગેંગ
વિરેન્દ્ર ઉર્ફે કાલા રાણા સામે હરિયાણામાં હત્યા, લૂંટના ઘણા કેસ નોંધાયેલા છે. જેલમાંથી છૂટ્યા બાદ રાણા નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગી ગયો હતો. બેંગકોકમાં રહી રાણા, જઠેડી સાથે મળીને મોટા ઉદ્યોગપતિઓને ધમકીભર્યા ફોન કરતો હતો. જો કોઈ વેપારીએ પૈસા આપવાની ના પાડી, તો ભારતમાં બેઠેલા કાલા જઠેડી (જેની ધરપકડ કરાઈ છે) તેના સાગરીતો દ્વારા ગોળીઓ ચલાવીને હુમલો કરતો હતો. લોકોમાં ગભરાટ ફેલાવવા માટે કાલા રાણાના સોશિયલ મીડિયા પર હથિયારો સાથે દબંગાઈ દર્શાવતા ઘણા ફોટા અને વીડિયો છે.

આ પણ વાંચો:- Mysterious Valley: વાત એવી રહસ્યમયી ખીણની, જ્યાંથી કોઈપણ આજ સુધી નથી આવ્યું પરત

જઠેડીએ 5 ગેંગસ્ટર સાથે મિલાવ્યો હાથ
અહીં 7 લાખના ઈનામી કાલા જઠેડીનું જીવતા પકડવું પણ દિલ્હી અને હરિયાણા પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં કાલા જઠેડી પણ જેલમાંથી પોતાની ગેંગ ચલાવશે જેમ તિહાર જેલમાં બેઠેલા દિલ્હીના કુખ્યાત ગેંગસ્ટર નીરજ બવાના અને જીતેન્દ્ર ગોગી ચાલાવી રહ્યા છે. કાલા જઠેડીએ હરિયાણા, રાજસ્થાન અને પંજાબના 5 ગેંગસ્ટર સાથે હાથ મિલાવીને એક નવું અંડરવર્લ્ડ બનાવ્યું છે અને ચોંકાવનારી વાત એ છે કે કાલા જઠેડી ધરપકડ બાદ તિહાર જેલના સળિયા પાછળ જવાનો છે. એ જ રીતે જેલમાં પહેલાથી જ 5 ગેંગસ્ટર હાજર છે જેની સાથે તેણે નવું જોડાણ કર્યું છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર કેનેડામાં બેઠેલા કલા રાણાને ભારત લાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી એજન્સીઓને સફળતા મળી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube