UP ના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન, લખનઉના SGPGI હોસ્પિટલમાં હતા દાખલ
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નિધન બાદ રાજકીય વર્તુળમાં શોક લહેર પ્રસરી જવા પામી હતી. દિગ્ગજ નેતાના નિધનથી ભાજપને મોટું નુકસાન થયું છે.
લખનઉ: આજે મોડી રાત્રે યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન થયું હતું. તેમને લખનઉની એસજીપીઆઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબા સમયની માંદગી બાદ 89 વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેઓ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા હતા. તેમની તબિયત નાજૂક હોવાથી પીએમ નરેન્દ્ર મોદીએ તેમના સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નિધન બાદ રાજકીય વર્તુળમાં શોક લહેર પ્રસરી જવા પામી હતી. દિગ્ગજ નેતાના નિધનથી ભાજપને મોટું નુકસાન થયું છે. રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહના નિધનના સમાચારથી પક્ષ-વિપક્ષ બંને તરફ શોકનું મોજું ફરી વળ્યું છે.
શુક્રવારે જ સીએમ યોગી આદિત્યનાથ, કલ્યાણ સિંહના ખરબ અંતર પૂછવા માટે એસજીપીજીઆઇ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરોની ટીમે જણાવ્યું હતું કે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલની સ્થિતિ ગંભીર છે અને મેડિકલ એક્સપર્ટ, તેમના સ્વાસ્થ્યની દેખરેખ કરી રહ્યા છે. પરંતુ તેમના સ્વાસ્થ્યમાં કોઇ સુધારો થઇ રહ્યો નથી. તેમને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા હતા અને હાઇ પ્રેશ ઓક્સિજન પણ આપવો પડ્યો હતો. પરંતુ શનિવારે મોડી રાત્રે સ્થિતિ વધુ બગડી ગઇ અને ડોક્ટરોની ટીમ કલ્યાણ સિંહને બચાવી શકી નહી.
જો તમારી પાસે છે આ ખાસ 1 Rs નો Coin, તો તમને મળશે 10 કરોડ રૂપિયા; જાણો કેવી રીતે
PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને યૂપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, 'કલ્યાણ સિંહજીએ દેશન કરોડો વંચિત-શોષિત લોકોને પોતાનો અવાજ આપ્યો. તેમણે ખેડૂતો યુવાઓ અને મહિલાઓના કલ્યાણ માટે ખૂબ કામ કર્યું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube