CMની રેસમાં સામેલ, પરંતુ હું તેની માટે ભૂખ્યો નથીઃ કમલનાથ

છિંડવાડાના સંસદીય ક્ષેત્રથી નવ વખતથી કોંગ્રેસના સાંસદ કમલનાથે કહ્યું કે, જો જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી તરફતી સીએમનો  ચહેરો જાહેર કરવામાં આવે તે તેનું સમર્થન કરશે. 

 CMની રેસમાં સામેલ, પરંતુ હું તેની માટે ભૂખ્યો નથીઃ કમલનાથ

મધ્ય પ્રદેશમાં મુંગાવલી અને કોલારસ પેટાચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી છે. આ જીતનું શ્રેય જ્યોતિરાદિત્ય સિંધિયાને આપવામાં આવે  છે કેમ કે આ સીટો ગુનાના સંસદીય ક્ષેત્રમાં આવે છે. આ સાથે જ આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં  રાખીને તેને કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરવાની માંગ શરૂ થઈ ગઈ છે. તેતી છિંદવાડાથી નવ ટર્મથી સાંસદ  સમલનાથે કહ્યું કે જે જ્યોતિરાદિત્ય સિઁધિયાને પાર્ટી તરફથી સીએમનો ચહેરો જાહેર કરવામાં આવે તો તે તેમનું સમર્થન કરશે. તેમણે  ઈકોનોમિક્સ ટાઇમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ જલદી કોઈ સીએમનો  ચહેરો જાહેર કરવો જોઈએ. આ સાથે તેમને પૂછવામાં આવ્યું કે, તેઓ આ રેસમાં છે તો તેમણે કહ્યું કે હું ઈન્કાર કરતો નથી, પરંતુ હું  તેના માટે ભૂખ્યો નથી. 

દિગ્વિજય સિંહ
વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહ ગત પાંચ મહિનાથી નર્મદા યાત્રા પર છે. શું તેનાથી પાર્ટીને ફાયદો થશે. આ વાતનો જવાબ  આપતા કમલનાથે કહ્યું કે, નિશ્ચિત રૂપથી પાર્ટીને તેનો લાભ મળશે. દિગ્વિજય સિંહની યાત્રાથી કાર્યકર્તા ભેગા થયા છે. શું દિગ્વિજય  સિંહ પણ સીએમ ઉમેદવાર છે તો તેના જવાબમાં કમલનાથે કહ્યું કે તેનો જવાબ માત્ર રાહુલ ગાંધી આપી શકે છે. 

રાહુલ ગાંધી સાથે નજીકી
જ્યોતિરાદિત્ય સિંધિયાને આમ પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના ગણવામાં આવે છે. કોંગ્રેસમાં પેઢીગત ફેરફારની પ્રક્રિયા જે  રાહુલ ગાંધીની અધ્યક્ષ બન્યા બાદ શરૂ થઈ છે, તે દિશામાં સિંધિયા અને રાજસ્થાનમાં સચિન પાયલોટ જેવા નેતા રાજ્યમાં કોંગ્રેસના  નવા કદ્દાવર ચહેરેના રૂપમાં ઉભરી રહ્યાં છે. દિગ્વિજય સિંહે આ સમયે 6 મહિનાની લાંબી નર્મદા પરિક્રમા યાત્રા કરી રહ્યાં છે. તેમણે પણ  પોતાની કોઈ રાજકીય ઈચ્છાઓનો વારંવાર ઈન્કાર કર્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news