પરિવાર જે શાલિનીને શોધતો હતો તે Facebook પર 'ફિઝા ફાતિમા' બનીને મળી, જાણો ચોંકાવનારો કિસ્સો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુર (Kanpur) માં શાલિની યાદવ (Shalini Yadav) અપહરણ કાંડનું રહસ્ય ખુલી ગયું છે. શાલિની યાદવનો પરિવાર લગભગ 2 મહિનાથી તેમની પુત્રીને શોધી રહ્યો હતો. હવે તેમની પુત્રીની ભાળ મળી છે. જો કે આ સાથે જ તેનું નામ, ધર્મ, અને મેરિટલ સ્ટેટસ સુદ્ધા બદલાઈ ગયા છે. શાલિની યાદવે પોતે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાના ઘરવાળાઓને લગ્નની કહાની સંભળાવી છે. શાલિની યાદવ આ વીડિયોમાં તેના કુટુંબીજનોને કઈ રીતે ચકમો દઈને ભાગી અને પછી ધર્મ બદલીને લગ્ન કરી તે વાર્તા કરતી જોવા મળી છે. 
પરિવાર જે શાલિનીને શોધતો હતો તે Facebook પર 'ફિઝા ફાતિમા' બનીને મળી, જાણો ચોંકાવનારો કિસ્સો

કાનપુર: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુર (Kanpur) માં શાલિની યાદવ (Shalini Yadav) અપહરણ કાંડનું રહસ્ય ખુલી ગયું છે. શાલિની યાદવનો પરિવાર લગભગ 2 મહિનાથી તેમની પુત્રીને શોધી રહ્યો હતો. હવે તેમની પુત્રીની ભાળ મળી છે. જો કે આ સાથે જ તેનું નામ, ધર્મ, અને મેરિટલ સ્ટેટસ સુદ્ધા બદલાઈ ગયા છે. શાલિની યાદવે પોતે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાના ઘરવાળાઓને લગ્નની કહાની સંભળાવી છે. શાલિની યાદવ આ વીડિયોમાં તેના કુટુંબીજનોને કઈ રીતે ચકમો દઈને ભાગી અને પછી ધર્મ બદલીને લગ્ન કરી તે વાર્તા કરતી જોવા મળી છે. 

29 જૂનથી ગુમ હતી શાલિની યાદવ
કાનપુરના બર્રા 6ની રહીશ યુવતી શાલિની યાદવ 29 જૂનથી જ લાપત્તા હતી. તેણે તેના ઘરવાળાઓને પરીક્ષા આપવા જવાનું બહાનું કાઢીને કહ્યું કે તે લખનઉ જાય છે. જ્યારે શાલિની ઘરે પાછી ન ફરી તો પરિવારે લાપત્તા અંગેનો રિપોર્ટ લખાવ્યો. 

ફેસબુક પર શાલિનીએ કરી વાર્તા
ફેસબુક પર વાયરલ થયેલા શાલિની યાદવના વીડિયોમાં તે પોતાના મોઢે જ સત્ય જણાવતી જોવા મળી છે. તે કહે છે કે ઘરવાળાઓને પરીક્ષાનું  બહાનું કાઢીને તે ઘરની બહાર નીકળી અને જૂહીલાલ કોલોનીમાં રહેતા ફૈઝલ સાથે ધર્મ પરિવર્તન કરીને કોર્ટ મેરેજ કર્યા અને ત્યારબાદ બંનેએ નિકાહ પણ કર્યાં. શાલિની કહે છે કે તે ફૈઝલને 6 વર્ષથી ઓળખે છે. 

શાલિની યાદવ હવે ફિઝા ફાતિમા બની ગઈ છે
શાલિની યાદવ વીડિયોમાં કહે છે કે તેણે આ લગ્ન તેની મરજીથી કર્યાં છે અને તેનું નામ હવે ફિઝા ફાતિમા થઈ ગયું છે. વીડિયોમાં તેની સાથે તેનો પ્રેમી પણ જોવા મળે છે. જે દસ્તાવેજો બતાવવામાં તેની મદદ કરે છે. શાલિની વીડિયોમાં કહે છે કે તેનો પરિવાર સતત તેના પર પાછા ફરવાનું દબાણ કરી રહ્યો છે. 

પરિજનોના કહેવા પર નોંધાયો કેસ
આ સમગ્ર મામલે યુવતીના પરિજનો કઈ પણ બોલવાનો ઈન્કાર કરી રહ્યાં છે. જો કે સીઓ કિદવઈનગર આલોક સિંહનું કહેવું છે કે પરિજનોના કહેવા પર કેસ દાખલ કર્યો છે અને તેની તપાસ થઈ રહી છે. પોલીસ વાયરલ થયેલા વીડિયોની પણ  તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news