કર્ણાટકમાં જબરદસ્ત ઉથલપાથલ, કોણ બનશે CM? સત્તાની ચાવી 'આ' ગુજરાતી પાસે

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે. આમ તો પરિણામો જોતા ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે પરંતુ હજુ બહુમતથી દૂર છે.

કર્ણાટકમાં જબરદસ્ત ઉથલપાથલ, કોણ બનશે CM? સત્તાની ચાવી  'આ' ગુજરાતી પાસે

નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે. આમ તો પરિણામો જોતા ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે પરંતુ હજુ બહુમતથી દૂર છે. આવામાં બધાની નજર રાજ્યના રાજ્યપાલ ઉપર ટકેલી છે. સ્પષ્ટ બહુમત ન મળવાની સ્થિતિમાં રાજ્યપાલની ભૂમિકા મહત્વની બની ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ સરકાર બનાવવા માટે કોને તક આપે છે.

કર્ણાટકના રાજકારણમાં હાલ બધાની નજર જનતા દળ સેક્યુલર પર અને કર્ણાટકના રાજ્યપાલ ઉપર છે. ત્રિશંકુ વિધાનસભાની પરિસ્થિતિમાં રાજ્યપાલની ભૂમિકા મહત્વની બની જાય છે. હાલમાં જ ગોવા અને મણિપુરમાં તેની ઝલક જોવા મળી હતી. જ્યારે સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસ હોવા છતાં ભાજપને સરકાર બનાવવાની તક મળી હતી.

જો કર્ણાટકની વાત કરીએ તો રાજ્યપાલની ખુરશી પર ગુજરાતના વજુભાઈ વાળા છે. જે 2012થી 2014 દરમિયાન ગુજરાત વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે. કેન્દ્રની મોદી સરકાર તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યાં છે. તેમણે નરેન્દ્ર મોદી માટે એક બેઠક પણ છોડી હતી.

વજુભાઈ વાળા ભારતીય જનતા પાર્ટીના નેતા રહી ચૂક્યા છે. ગુજરાત સરકારમાં તેઓ 1997થી 2012 સુધી કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. ભાજપ સરકારમાં તેમને ગુજરાતના નાણામંત્રીની જવાબદારી પણ નિભાવી હતી. વજુભાઈ રાજકોટ પશ્ચિમથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતાં. પરિણામોમાં હાલ જેડીએસ ત્રીજા નંબરે છે. હાલાત જોતા ભાજપ હોય કે કોંગ્રેસ બંનેમાંથી જેણે પણ સરકાર બનાવવી હોય તેને જેડીએસની જરૂર પડવાની જ છે. આથી પાર્ટી અહીં કિંગમેકરની ભૂમિકામાં જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news