કર્ણાટક ચૂંટણી: યેદિયુરપ્પાએ કહ્યું 40 હજાર મત્તની સરસાઇથી જીતીશ

યેદિયુરપ્પા કર્ણાટકનાં શિકારીપુરાથી ચૂંટણી લડશે, હાલ તે પોતાની પરંપરાગત્ત શિમોગ લોકસભા સીટથી સાંસદ અને કર્ણાટક ભાજપનાં અધ્યક્ષ પણ છે

કર્ણાટક ચૂંટણી: યેદિયુરપ્પાએ કહ્યું 40 હજાર મત્તની સરસાઇથી જીતીશ

બેંગ્લુરૂ : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજનીતિક ગતિવિધિઓ પણ વધતી જાય છે. ભાજપ, કોંગ્રેસની તરફથી ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવ્યા બાદ નામાંકન દાખલ કરવા માટેનો દોર પણ ચાલુ થઇ ચુક્યો છે. ગુરૂવારે (19 એપ્રીલે) કર્ણાટકમાં ભઝાપનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર બી.એસ યેદિયુરપ્પાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે મીડિયા સાથે ચર્ચા કરી હતી. તે કર્ણાટક ચૂંટણીમાં 30 હજારથી 40 હજાર મત્તથી જીત પ્રાપ્ત કરશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, યેદિયુરપ્પા કર્ણાટકનાં શિકારીપુરાથી ચૂંટણી લડવાનાં છે. તેઓ હાલ પોતાની પરંપરાગત્ત શિમોગ લોકસભા સીટથી સાંસદ હોવા ઉપરાંત કર્ણાટક ભાજપનાં અધ્યક્ષ પણ છે. 2008 વિધાનસભા ચૂંટણીમાં તે એક રાજ્યનાં 19માં મુખ્યમંત્રી બન્યા હતા. યેદિયુરપ્પા દક્ષિણ ભારતમાં ભાજપનાં પહેલા મુખ્યમંત્રી હતા. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરીથી પાર્ટી અધ્યક્ષ બનેલા અમિત શાહે યેદિયુરપ્પા પર વિશ્વાસ કર્યો છે. 

40 સીટો પર ભાજપનો કબ્જો
હાલમાં રાજનીતિક સમીકરણની વાત કરીએ તો 2013માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશની કુલ 224 સીટોમાંથી 122 કોંગ્રેસનાં ખાતામાં ગઇ હતી. જ્યારે ભાજપના ખાતે 40 સીટો આવી હતી, જેડીએસના ખાતે 40 સીટો ગઇ હતી. ભાજપમાં બળવો કરનાર નેતા યેદિયુરપ્પાનાં ખાતે માત્ર 6 સીટો ગઇ હતી. 

કર્ણાટકની 224 સીટો પર 12મેનાં રોજ મતદાન યોજાશે. 15મેનાં રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં બે મુખ્ય પાર્ટી સત્તારૂક્ષ કોંગ્રેસ અને અને ભાજપે ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યાર સુધી કર્ણાટકની 6 વખત મુલાકાત લઇ ચુક્યા છે. તો ભાજપનાં વરિષ્ઠ નેતાઓ પણ એક પછી એક કર્ણાટકની મુલાકાતો કર્યા કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news