બેંગલુરૂઃ કર્ણાટકમાં કોની સરકાર? આ પ્રશ્નનો જવાબ આજે મળી જશે.  12 મેએ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. કર્ણાટકમાં મુખ્ય લડાઇ સત્તાધારી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે. પૂર્વ પીએમ એચડી દેવગૌડાની જેડીએસ પણ મેદાનમાં હતી. કર્ણાટકમાં કુલ 70 ટકા મતદાન થયું હતું. રાજ્યની 222 વિધાનસભા સીટ પરનું પરિણામ જાહેર થશે. સવારે 8 કલાકે મતગણના શરૂ થશે. સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી હાથ ધરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓ દ્વારા બહુમત મળશે તેવા દાવાઓ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય જનતા પાર્ટી 222 સીટો પર  ચૂંટણી લડી હતી. તો કોંગ્રેસે 220 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેડીએસના 199 અને બીએસપીના 18 ઉમેદવારોએ પોતાનું ભાવી અજમાવ્યું હતું. આ માટે કુલ 2636 ઉમેદવારો મેદાનમાં હતા. 


સત્તાધારી કોંગ્રેસને તેનો ગઢ બચાવવાનો છે જ્યારે ભાજપની નજર કર્ણાટક જીતીને 2019નો માર્ગ વધુ સરળ બનાવવા પર છે. રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસે બંન્ને પાર્ટીઓએ એડીચેટીનું જોર લગાવ્યું હતું. ભાજપે પાર્ટી અધ્યક્ષ અમિત શાહથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓને કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે મોકલ્યા હતા. કોંગ્રેસ તરફથી અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોર્ચો સંભાળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ બીએસ યેદિયુરપ્પાને સીએમ પદ્દના ઉમેદવાર જાહેર કર્યાં હતા. તો કોંગ્રેસ જીતશે તો સિદ્ધારમૈયા રાજ્યના મુખ્યપ્રધાન બનશે. 


શું હતી 2013ની સ્થિતિ
રાજ્યમાં 2013માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને હરાવીને રાજ્યની સત્તા કબજે કરી હતી. 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કુલ 19.9 ટકા મતની સાથે 40 સીટો મળી હતી. તો કોંગ્રેસના ખાતામાં 36.6 ટકા મત સાથે 122 સીટો આવી હતી. જેડીએસને 20.2 ટકા મત સાથે 40 સીટો અને અન્યને 13.5 ટકા મત સાથે 16 સીટો મળી હતી. 


આ બેઠક પર રહેશે તમામની નજર
ચામુંડેશ્વરી બેઠક
સમગ્ર કર્ણાટકમાં સૌથી હાઈપ્રોફાઈલ બેઠક જો કોઈ હોય તો તે ચામુંડેશ્વરી બેઠક છે. અહીંથી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચુંટણી લડી રહ્યાં છે. સિદ્ધારમૈયા બે ચૂંટણીઓ પછી તેમના જૂના અને પરંપરાગત ચામુંન્ડેશ્વરી મતવિસ્તારમાં પરત ફર્યા છે, જેના કારણે તે માત્ર કર્ણાટક જ નહીં પરંતુ દેશની નજર તેમની પર છે.


વરૂણા વિધાનસભા બેઠક
મૈસુર જીલ્લામાં આવેલી આ બેઠક પર સિદ્ધારમૈયાનો પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયા લડી રહ્યો છે. અહી તેમની સામે ભાજપમાંથી લિંગાયત સમુદાયનાં થોટાડપ્પા બસ્વારજુ ચુંટણી લડી રહ્યાં છે. અહી અગાઉ બે વખત મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચુંટણી લડીને જીતેલા છે.


શિકારીપુરા વિધાનસભા બેઠક
શિકારીપુરા વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના મુખ્ય પ્રધાનના ઉમેદવાર યેદુરપ્પાની સામે કૉંગ્રેસના ગોની માલતેશમાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકમાં યેદુરપ્પાને હરાવવાનું ખૂબ જ મુશ્કેલ છે. તેઓ 1983 થી સાતમી વખત શિકરપુરા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે, 'મારા માટે શિકરપુરામાં કોઈ સમસ્યા નથી. હું 40,000-50,000 મત સાથે જીતીશ.


રાજ્યમાં મતદાન બાદ આવેલા તમામ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બને તેવા એંધાણ જોવા મળ્યા હતા. જો રાજ્યમાં કોઈપણ પાર્ટીને બહુમત નહીં મળે તો તેવી સ્થિતિમાં જેડીએસ કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. 


શું કહે છે એક્ઝિટ પોલ
TIMES NOW-VMR
ટાઇમ્સ નાઉ- વીએમઆર એક્ઝીટ પોલીસ અનુસાર કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. તેનાં અનુસાર કોંગ્રેસ 90-103 સીટો પ્રાપ્ત કરે તેવી શક્યતા છે. બીજી તરફ ભાજપ 80-93 સીટો સાથે બીજા નંબર પર રહેશે. જેડીએસને 31-39 અને અન્યને 2-4 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 


AAJTAK-AXIS
આજતક- એક્સિસનાં એક્ઝીટ પોલીસમાં કોંગ્રેસને બહુમતી મળવાની વાત કરવામાં આવી છે. તેનાં અનુસાર કોંગ્રેસને સૌથી વધારે 106-116 સીટો મળી શકે છે. ભાજપને 79-92 સીટો મળવાની શક્યતા છે. જ્યારે જેડીએસને 22-30 મત્ત મળવાની શક્યતા છે. 


ABP-C વોટર
એબીપી-સી વોટરનાં એક્ઝિટ પોલનાં અનુસાર કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. તેનાં અનુસાર ભાજપ 97-109 સીટો મેળવી શકે છે. કોંગ્રેસ 87-99 વચ્ચે રહેશે. જેડીએસ 21-30 સીટ વચ્ચે રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ પ્રકારે આ ચેનલનાં અનુસાર ત્રિશંકુ વિધાનસભા થવાની શક્યા છે. જો કે આમાં ભાજપ સૌથી મોટો પક્ષ બની રહ્યો છે. 


News X-CNX
ન્યૂઝ એક્સ-સીએનએખ્સનાં અનુસાર ભાજપ સૌથી વધારે સીટો પ્રાપ્ત કરશે. તેનાં અનુસાર ભાજપ 106 સીટો, કોંગ્રેસ 75, જેડીએસ 37 સીટો પર જ્યારે અન્ય 4 સીટો પર કબ્જો કરશે. 


Zee Exit Maha Poll
અલગ અલગ એઝન્સીઓનાં એક્ઝી પોલનાં આધારે ઝી એક્ઝીટ મહાપોલમાં ભાજપને સૌથી વધારે 96 સીટો, કોંગ્રેસને 92, જેડીએસને 31 અને અન્યને 3 સીટો મળવાનું અનુમાન છે. આ પ્રકારે ભાજપને કોંગ્રેસ કરતા ચાર સીટો વધારે મળશે. એવી સ્થિતીમા જો ભાજપ અને જેડીએસનું ગઠબંધ સરકાર બનાવે તો ભાજપની સત્તામાં વાપસી થશે.