Karnataka CD Scandal: 'સેક્સ સીડી'થી કર્ણાટકમાં રાજકીય બબાલ, મંત્રી રમેશ જારકિહોલીએ આપ્યું રાજીનામું

મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ રમેશ જારકિહોલીના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે અને તેને મંજૂરી માટે રાજ્યપાલ પાસે મોકલી આપ્યું છે. 

Karnataka CD Scandal: 'સેક્સ સીડી'થી કર્ણાટકમાં રાજકીય બબાલ, મંત્રી રમેશ જારકિહોલીએ આપ્યું રાજીનામું

બેંગલુરુઃ સેક્સ સીડી (SEX CD) ના આરોપોમાં ઘેરાયેલા કર્ણાટકના મંત્રી રમેશ જારકીહોલી ( Ramesh Jarkiholi) એ રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને પોતાનું રાજીનામુ સોંપી દીધુ છે. હકીકતમાં એક સીડી સામે આવી, જેમાં કથિત રીતે ભાજપ સરકારના જલ સંશાધન મંત્રી રમેશ જારકીહોલી કોઈ અજાણી મહિલા સાથે જોવા મળી રહ્યાં છે. કન્નડ સમાચાર ચેનલોએ આ ક્લિપનું પ્રસારણ કર્યુ હતુ. 

મુખ્યમંત્રી યેદિયુરપ્પાને આપેલા પોતાના રાજીનામામાં રમેશ જારકીહોલીએ કહ્યુ કે, તે નૈતિક આધારે રાજીનામુ આપી રહ્યાં છે અને આ ઘટનાની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું, મારા વિરુદ્ધ આરોપ સત્યથી દૂર છે. નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, હું નૈતિક આધારે રાજીનામુ આપી રહ્યો છું. 

— ANI (@ANI) March 3, 2021

રમેશ જારકીહોલીના રાજીનામાનો મુખ્યમંત્રીએ સ્વીકાર કરી લીધો છે અને તેને મંજૂરી માટે રાજ્યપાલને મોકલી આપ્યું છે. તો કર્ણાટકના મંત્રી જગદીશ શેટ્ટારે કહ્યુ, 'તેમણે (રમેશ જારકીહોલી) એ રાજીનામુ આપી દીધુ છે. કોઈએ નિવેદન કે ફરિયાદ આપી નથી. અમારે નિર્ણય લેવાના હોય છે.'

સૂત્રો પ્રમાણે જારકિહોલીએ પાર્ટીના મોવળીમંડળના નિર્દેશ બાદ રાજીનામુ આપ્યું છે. જાણવા મલી રહ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી અરૂણ સિંહે બીજા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને રાજ્યમાં પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રદેશ નેતૃત્વને પાર્ટીના નિર્ણયની જાણકારી આપી હતી. 

રાજ્ય વિધાનસભાના ગુરૂવારથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા મંત્રી વિરુદ્ધ આ પ્રકારના આરોપ લાગવા બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વ વાળી ભાજપ સરકાર માટે શરમનું કારણ બન્યું છે. રાજ્યમાં વિપક્ષી કોંગ્રેસ અને જેડીએસ પણ મંત્રીના તત્કાલ રાજીનામાની માંગ કરી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news