આ ફિલ્મ જોઇને રડવા લાગ્યા કર્ણાટકના મુખ્યમંત્રી, તાજા થયું પોતાનાને ગુમાવ્યું દર્દ
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ મોમ્મઇ તાજેતરમાં જ એક ફિલ્મ જોઇને રડવા લાગ્યા. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે તે એક કન્નડ ફિલ્મ જોઇને રડતા રડતા બહાર આવ્યા. કર્ણાટકના મુખ્યમંત્રી સોમવારે સાંજે `777 ચાર્લી` જોવા ગયા હતા. ફિલ્મ જોતાં જ તે રડી પડ્યા હતા કારણ કે ફિલ્મ જોયા બાદ તેમને પોતાના પાલતૂ કુતરા `સની` ની યાદ આવી ગઇ.
Karnataka CM cries watching movie: કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ મોમ્મઇ તાજેતરમાં જ એક ફિલ્મ જોઇને રડવા લાગ્યા. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે તે એક કન્નડ ફિલ્મ જોઇને રડતા રડતા બહાર આવ્યા. કર્ણાટકના મુખ્યમંત્રી સોમવારે સાંજે '777 ચાર્લી' જોવા ગયા હતા. ફિલ્મ જોતાં જ તે રડી પડ્યા હતા કારણ કે ફિલ્મ જોયા બાદ તેમને પોતાના પાલતૂ કુતરા 'સની' ની યાદ આવી ગઇ.
બસવરાજે કહ્યું કે 'કુતરા વિશે ઘણી બધી ફિલ્મો બની છે. પરંતુ મેં આ પહેલાં ભાવનાત્મક અને પશુ પ્રેમ જેવી એક પણ ફિલ્મ જોઇ નથી. બસવરાજે આગળ કહ્યું કે 'કુતરા પોતાની ભાવનાઓને પોતાની આંખો વડે વ્યક્ત કરે છે. '777 ચાર્લી' એક સારી ફિલ્મ છે અને બધાએ જોવી જોઇએ. કુતરા બિનશરતી પ્રેમ કરવાનું જાણે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube