કર્ણાટક ચૂંટણી 2018: સૌથી મોટો ઉલટફેર, સીએમ સિદ્ધારમૈયા 8 હજાર વોટથી પાછળ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. શરૂઆતના ટ્રેંડમાં સીએમ સિદ્ધારમૈયા એક સીટ પર આગળ ચાલી રહ્યા છે. ટ્રેંડમાં તે બીજી સીટ પર પાછળ ચાલી રહ્યાં છે. બાદામી સીટ પર શરૂઆતના ઝટકાથી બહાર નિકળ્યા બાદ તે આગળ થઇ ગયા છે.

કર્ણાટક ચૂંટણી 2018: સૌથી મોટો ઉલટફેર, સીએમ સિદ્ધારમૈયા 8 હજાર વોટથી પાછળ

નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. શરૂઆતના ટ્રેંડમાં સીએમ સિદ્ધારમૈયા એક સીટ પર આગળ ચાલી રહ્યા છે. ટ્રેંડમાં તે બીજી સીટ પર પાછળ ચાલી રહ્યાં હતા. બાદામી સીટ પર શરૂઆતના ઝટકાથી બહાર નિકળ્યા બાદ તે આગળ થઇ ગયા છે. ત્યાં તેમનો મુકાબલો ભાજપના શ્રીરામલુ સાથે છે. તો બીજી તરફ તે બીજી સીટ ચાંમુડેશ્વરીમાં 8 હજાર મતથી પાછળ ચાલી રહ્યા છે. 

ભાજપના સીએમ ચહેરો બીએસ યેદ્દિયુરપ્પા પોતાની પરંપરાગત સીટ શિકારીપુરામાં આગળ ચાલી રહ્યા છે. જેડીએસના કુમારસ્વામી પણ પોતાની સીટ રામનગર પર કોંગ્રેસના ઉમેદવાર 1552 સીટો પરથી આગળ ચાલી રહ્યા છે. આ પહેલાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચૂંટણીમાં રાજ્યની બે સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

બાદામી ઉપરાંત સિદ્ધારમૈયાએ 20 એપ્રિલના રોજ મૈસૂરની ચામુંડેશ્વરી સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. સિદ્ધારમૈયાએ જે બાદામી સીટ પર પોતાની દાવેદારીની જાહેરાત કરી છે, ત્યાં ભાજપના શ્રીરામલુને ઉતાર્યા છે. 

ચામુંડેશ્વરીએ ઉમેદવારી બાદ ભાજપના નેતાઓને સિદ્ધારમૈયા પર ખોટું બોલવાનો આરોપ લગાવતાં તેમના સોગંધનામા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભાજપનો આરોપ છે કે સિદ્ધારમૈયાના ચૂંટણીના સોગંધનામામાં તેમ્ના સોશિયલ મીડિયા એકાઉન્ટ સંબંધિત ખોટી જાણકારી આપવામાં આવી છે.

સિદ્ધારમૈયાએ ચૂંટણીના સોગંધનામામાં પોતાની પાસે ટ્વિટર અને ફેસબુકના એકાઉન્ટ ન હોવાનો દાવો કર્યો છે, જ્યારે ટ્વિટર પર તેમના નામથી એક વેરિફાઇડ હેંડલ છે જેનાપર ચૂંટણી સંબંધિત તમામ અપડેટ શેર કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news