કર્ણાટક: જો કોંગ્રેસના સિદ્ધારમૈયા જીત્યા તો બનાવશે આ 3 મહત્વના રેકોર્ડ
ચૂંટણીમાં જો કોંગ્રેસ જીતે તો તેમાં સૌથી મોટી ભૂમિકા રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની રહેશે. આ જીત સાથે તે રાજ્યમાં અનેક મોટા વિક્રમો પોતાના નામે કરશે.
Trending Photos
બેંગ્લુરુ: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી છે. આજે નક્કી થઈ જશે રાજ્યમાં કોની સત્તા આવશે. થોડીવારમાં પરિણામો આવવાના શરૂ થશે. આવામાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની જનતા દળ (એસ) કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. પરંતુ આ ચૂંટણીમાં જો કોંગ્રેસ જીતે તો તેમાં સૌથી મોટી ભૂમિકા રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની રહેશે. આ જીત સાથે તે રાજ્યમાં અનેક મોટા વિક્રમો પોતાના નામે કરશે.
જ્યારથી કર્ણાટક વિધાનસભા (1973 સુધી મૈસુર નામ હતુ)ની રચના થઈ ત્યારથી રાજ્યમાં ફક્ત બે જ મુખ્યમંત્રી પાંચ વર્ષનો પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા છે. સિદ્ધારમૈયા આવા બીજા મુખ્યમંત્રી છે. આ અગાઉ ડી દેવરાજ ઉર્સે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. આ અગાઉ એસએમ કૃષ્ણા પણ પાંચ વર્ષનો રેકોર્ડ બનાવી શકત પરંતુ તેમણે પાંચ મહિના પહેલા જ વિધાનસભા ભંગ કરાવીને ચૂંટણી કરાવી હતી.
શું હશે મહત્વ, કયા 3 રેકોર્ડ બનાવશે?
1. પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ તેઓ કર્ણાટકના પહેલા મુખ્યમંત્રી હશે જેઓ સતત બીજીવાર રાજ્યના સીએમ બન્યાં. કર્ણાટકની રાજનીતિમાં આવું કોઈ મુખ્યમંત્રી કરી શક્યા નથી.
2. 33 વર્ષમાં તેઓ બીજા એવા મુખ્યમંત્રી હશે જે સત્તામાં વાપસી કરશે. આ અગાઉ જનતા દળના રામકૃષ્ણ હેગડે અને દેવરાજ ઉર્સ જ આમ કરી શક્યા હતાં.
3. કર્ણાટકની રાજનીતિમાં સિદ્ધારમૈયા પહેલા એવા મુખ્યમંત્રી હશે જેઓ સતત 10 વર્ષ પૂરા કરશે. કર્ણાટકના રાજકારણમાં ફક્ત 4વાર એવી તકો આવી છે જ્યારે એક મુખ્યમંત્રીએ લગભગ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હોય. આ અગાઉ 10 વાર કર્ણાટકની રાજનીતિ પાંચ વર્ષનો કાર્યકાળ 2 કે 3 મુખ્યમંત્રીઓએ મળીને પૂરો કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે