કુમાર સ્વામીનાં લગ્ન થયા ત્યારે તેમની બીજી પત્નીનો થયો હતો જન્મ

કુમારસ્વામી અને તેમની બીજી પત્ની રાધિકા વચ્ચે ઉંમરનું મોટુ અંતર હોવા છતા બંન્નેએ લગ્ન કર્યા છે

Updated By: May 19, 2018, 02:02 PM IST
કુમાર સ્વામીનાં લગ્ન થયા ત્યારે તેમની બીજી પત્નીનો થયો હતો જન્મ

નવી દિલ્હી : કર્ણાટક ચૂંટણી પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે જનતા દળ (સેક્યુલર)નાં નેતા એચડી કુમાર સ્વામી કિંગ મેકર બનીને ઉભરશે. જો કે ચૂંટણી પરિણામો એવી રીતે આવ્યા કે તેઓ ગત્ત વખત કરતા ઓછી સીટો જીતવા છતા પણ કિંગમેકરનાં બદલે કિંગ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કર્ણાટક વિધાનસભામાં જો ભાજપ બહુમતી હારી જાય છે, તો સરકાર કોંગ્રેસ અને જેડીએસની બનશે. એવામાં મુખ્યમંત્રીએચડી કુમાર સ્વામી બનશે. તે અંગે ચૂંટણી પહેલા કોંગ્રેસનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કહેતા હતા કે ક્યારે પણ મુખ્યમંત્રી નહી બની શકે. 

Kumarswamy wife Radhika kumarswamy controversy
ચૂંટણી બાદ તમામ સ્થિતી બદલી ગઇ છે. હવે સિદ્ધરમૈયા અને કુમાર સ્વામી સાથે સાથે છે. જેડીએસએ સ્પષ્ટ કરી દીધું કે કુમાર સ્વામી કર્ણાટકનાં મુખ્યમંત્રી હશે. જેડીએસએ તેની જાહેરાત મંગળવારે વિધાનસભા ચૂંટણીનાં ત્રીજા સ્થાન મળવા અને કોંગ્રેસનું સમર્થન પ્રાપ્ત કર્યા બાદ કરી. જેટલું રોચક કુમાર સ્વામીનું 38 સીટ છતા મુખ્યમંત્રી બનવાનું રહેશે, તેટલું જ રોચક તેનું અંગત જીવન પણ છે. તેની બીજી પત્ની રાધિકા અને તેની ઉંમરની વચ્ચે મોટુ અંતર છે. 

16 ડિસેમ્બર, 1959નાં રોજ પેદા થયેલ કુમાર સ્વામીએ બે લગ્ન કર્યા. 16 ડિસેમ્બર, 1959નાં રોજ પેદા થયેલ કુમાર સ્વામીનાં બીજા લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. કુમાર સ્વામીનાં પહેલા લગ્ન 1986માં અનિતા કુમાર સ્વામી સાથે કર્યા. આ લગ્નમાં તેમનો પુત્ર પણ છે. જેનું નામ નિખિલ ગોડા છે. કુમાર સ્વામીએ 2006માં કન્નડ અભિનેત્રી રાધિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. તેનો ખુલાસો કોંગ્રેસનાં નેતા રામ્યાએ કર્યો હતો. આ સમયે એવા સમાચારે તમામને ચોકાવી દીધા હતા. કુમાર સ્વામી અને રાધિકાની એક પુત્રી પણ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કુમારસ્વામી અને તેની બીજી પત્ની રાધિકા વચ્ચે ઉંમરનું ઘણુ મોટુ અંતર છે. કુમાર સ્વામીએ અનિતા સાથે 1986માં લગ્ન કર્યા હતા. તેમની બીજી પત્ની રાધિકાનો જન્મ પણ 1986માં થયો હતો. ત્યાર બાદ બંન્નેનાં લગ્ન 2006માં ગુપ્ત રીતે થયા હતા. 

કુમાર સ્વામી પોતાની પહેલી પત્ની અનિતા કુમાર સ્વામીથી અલગ નથી થયા. ચૂંટણી પ્રચાર દરમિયાન બંન્ને સાથે જોવા મળે છે. આ સાથે જ વોટિંગ દરમિયાન પણ બંન્ને સાથે જ હોય છે.