કર્ણાટક: હેબ્બલના એક પોલિંગ બૂથ પર આજે મતદાન, EVM થયું હતું ખરાબ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 12 મેના રોજ મતદાન પુરૂ થઇ ગયું છે. આ દરમિયાન એક પોલિંગ બૂથ પર ઇવીએમમાં ખરાબીના કારણે મતદાન થઇ શક્યું ન હતું, જેના લીધે આજે ફરી મતદાન યોજાઇ રહ્યું છે. હેબ્બલ વિધાનસભા ક્ષેત્રમાં પોલિંગ બૂથ નંબર 2 પર ઇવીએમમાં ખરાબીની ફરિયાદ મળી હતી. અહીં મતદાનના સમયે વીવીપેટમાંથી ભૂલથી રસીદ નિકળવાની ફરિયાદ મળી હતી, ત્યારબાદ ત્યાં મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું.

કર્ણાટક: હેબ્બલના એક પોલિંગ બૂથ પર આજે મતદાન, EVM થયું હતું ખરાબ

બેંગલોર: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 12 મેના રોજ મતદાન પુરૂ થઇ ગયું છે. આ દરમિયાન એક પોલિંગ બૂથ પર ઇવીએમમાં ખરાબીના કારણે મતદાન થઇ શક્યું ન હતું, જેના લીધે આજે ફરી મતદાન યોજાઇ રહ્યું છે. હેબ્બલ વિધાનસભા ક્ષેત્રમાં પોલિંગ બૂથ નંબર 2 પર ઇવીએમમાં ખરાબીની ફરિયાદ મળી હતી. અહીં મતદાનના સમયે વીવીપેટમાંથી ભૂલથી રસીદ નિકળવાની ફરિયાદ મળી હતી, ત્યારબાદ ત્યાં મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું.

222 સીટો પર થયું મતદાન
કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ, ભાજપ અને પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેગૌડાના જેડીએસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કર્ણાટક વિધાનસભાની 224 સીટોમાંથી 222 સીટો પર મતદાન યોજાયું.

2600થી વધુ ઉમેદવારો મેદાનમાં
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 2600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 2400 પુરૂષ અને 200થી વધુ મહિલાઓ છે. જ્યારે કુલ 5,06,90,538 મતદાતા છે જેમાં 2,56,75,579 પુરૂષ મતદતા અને 2,50,09,904 મહિલા મતદાતા અને 5,055 ટ્રાન્સજેન્ડર મતદાતા છે. 

72% થયું મતદાન
શનિવારે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 4.49 કરોડ મતદારોમાંથી 72.13% મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો જે એક રેકોર્ડ બની ગયો છે. મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇઓ) સંજીવ કુમારે જણાવ્યું કે મતદાનની ટકાવારી 1952ના રાજ્ય વિધાનસભા ક્ષેત્ર બાદથી સૌથી વધુ રહ્યું છે. તો બીજી તરફ 2013ની વિધાનસભાની ચૂંટણીમાં 71.45 મતદાન નોંધાયું હતું.

Zee Exit Maha Poll
અલગ અલગ એઝન્સીઓનાં એક્ઝી પોલનાં આધારે ઝી એક્ઝીટ મહાપોલમાં ભાજપને સૌથી વધારે 96 સીટો, કોંગ્રેસને 92, જેડીએસને 31 અને અન્યને 3 સીટો મળવાનું અનુમાન છે. આ પ્રકારે ભાજપને કોંગ્રેસ કરતા ચાર સીટો વધારે મળશે. એવી સ્થિતીમા જો ભાજપ અને જેડીએસનું ગઠબંધ સરકાર બનાવે તો ભાજપની સત્તામાં વાપસી થશે. 

આવતીકાલે (15મે) મતગણતરી
224માંથી 222 સીટો પર થયેલા મતદાન બાદ 15 મે એટલે કે મંગળવારે મતગણતરી યોજાશે. કોંગ્રેસ અને ભાજપ બંને જ પોતાની સરકાર બનવાના દાવા કરી રહી છે. આજતક- એક્સિસનાં એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમત મળવાની વાત કહેવામાં આવી છે. તેનાં અનુસાર કોંગ્રેસને સૌથી વધારે 106-116 સીટો મળી શકે છે. ભાજપને 79-92 સીટો મળવાનું અનુમાન છે. તેનાં અનુસાર જેડીએસને 22-30 સીટો મળી શકે છે. 12મી મેનાં રોજ રાજ્યની 224માંથી 222 સીટો પર મતદાન થયું. એક સીટ રાજા રાજેશ્વરની અને બીજી સીટ  જયનગર પર મતદાન મોડુ થવાનું છે. અત્યાર સુધી ભાજપ 21 રાજ્યોમાં બહુમતી અથવા ગઠબંધનમાં સરકાર બનાવી ચુકી છે. બીજી તરફ કોંગ્રેસ હવે ધીરે ધીરે દેશમાંથી લુપ્ત થઇ રહ્યું છે. જો કર્ણાટકમાં પણ કોંગ્રેસની સરકાર જાય તો કોંગ્રેસની સત્તા માત્ર 3 જ રાજ્યોમાં રહેશે. જો ભાજપ સરકાર રચશે તો ભાજપ સત્તામાં હોય તેવું 22મું રાજ્ય હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news