કર્ણાટક ચૂંટણી પરિણામ LIVE: ભાજપને સૌથી વધુ બેઠકો, પરંતુ મેજીક આંકડાથી દૂર

કર્ણાટક ચૂંટણીના પરિણામો આગામી વર્ષની લોકસભાની ચૂંટણીને લઈને પણ ખુબ મહત્વ ધરાવે છે. ભાજપ જીતે તો પીએમ મોદીના મોડલ પર મહોર માનવામાં આવશે જ્યારે હારની સ્થિતિમાં એક વર્ષ બાદ આવનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે પોતાની રણનીતિ પર પુર્નવિચાર કરવો જરૂરી બનશે.

કર્ણાટક ચૂંટણી પરિણામ LIVE: ભાજપને સૌથી વધુ બેઠકો, પરંતુ મેજીક આંકડાથી દૂર

બેંગ્લુરુ: 12મી મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. હવે આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાઈ રહી છે. કર્ણાટકમાં ગઢ બચાવવા માટે ઘમાસાણ વચ્ચે આજનો દિવસ અનેક પ્રકારે મહત્વનો છે. કારણ કે કર્ણાટક ચૂંટણીના પરિણામો આગામી વર્ષની લોકસભાની ચૂંટણીને લઈને પણ ખુબ મહત્વ ધરાવે છે. ભાજપ જીતે તો પીએમ મોદીના મોડલ પર મહોર માનવામાં આવશે જ્યારે હારની સ્થિતિમાં એક વર્ષ બાદ આવનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે પોતાની રણનીતિ પર પુર્નવિચાર કરવો જરૂરી બનશે. જ્યારે કોંગ્રેસની જીતની સ્થિતિમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં થનારી આ વર્ષની વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીનો મનોબળ દ્રઢ બનશે. કર્ણાટકમાં બંને રાજકીય મહારથીઓ સીએમ સિદ્ધારમૈયા અને ભાજપના નેતા યેદિયુરપ્પા માટે આ છેલ્લી ચૂંટણી ગણાઈ રહી છે. કારણ કે સીએમએ પહેલા જ જાહેરાત કરી છે કે હવે તેઓ ફરી ચૂંટણી લડશે નહીં. બીજી બાજુ યેદિયુરપ્પા 75 વર્ષના થવા જઈ રહ્યાં છે. ભાજપમાં આ ઉમરને અઘોષિત રિટાયરમેન્ટની ઉંમર ગણાય છે. આથી આ બંને નેતાઓ માટે આ છેલ્લો રાજકીય દાવ ગણાઈ રહ્યો છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ (કુલ 224માંથી 222 બેઠકો માટે પરિણામ)
     
પક્ષ લીડ જીત
     
ભાજપ 30 76
કોંગ્રેસ 33 44
જેડીએસ + 16 21
અન્ય 01 01
     
     

કોંગ્રેસના પ્રતિનિધિમંડળને રાજ્યપાલે હાલ મળવાની ના પાડી
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાં આવતા રોકવા માટે કોંગ્રેસે છેલ્લી સોગઠી મારી છે. જેડીએસના નેતા એચડી કુમારસ્વામીને મુખ્યમંત્રી પદ ઓફર કરતા સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેડીએસને ઔપચારિક રીતે સમર્થન આપવાનો  પત્ર આપવા માટે કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતાં પરંતુ રાજ્યપાલે હાલ કોંગ્રેસના પ્રતિનિધિમંડળને મળવાની ના પાડી દીધી છે.

— ANI (@ANI) May 15, 2018

ભાજપ બહુમતથી દૂર, કોંગ્રેસે સત્તામાં રહેવા માટે અજમાવ્યો છેલ્લો દાવ

કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાં આવતી રોકવા માટે કોંગ્રેસે છેલ્લી દાવ અજમાવ્યો છે. કોંગ્રેસે જેડીએસના નેતા એચડી કુમારસ્વામીને મુખ્યમંત્રી પદ ઓફર કરતા તેમને સમર્થન આપવાની જાહેરાત કરી છે. કર્ણાટક ચૂંટણી માટે મતગણતરીમાં અત્યાર સુધીમાં જે પરિસ્થિતિ જોવા મળી છે જેમાં ભાજપ 106 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. જ્યારે કોંગ્રેસ 73 અને જેડીએસ 41 બેઠકો પર લીડ જાળવી છે. અન્યના ખાતામાં 2 બેઠકો જતી જોવા મળી રહી છે. રાજ્યમાં બીજી સૌથી મોટી પાર્ટી બનવા છતાં કોંગ્રેસ ત્રીજા નંબરની પાર્ટી જેડીએસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી રહી છે. રાજ્યમાં બહુમતના આંકડા સુધી પહોંચવા માટે 113 ધારાસભ્યોનું સમર્થન જોઈએ. અત્યાર સુધી જે પણ પરિણામો સામે આવી રહ્યાં છે તે જોઈએ તો કોંગ્રેસ અને જેડીએસની બેઠકો મેળવીએ તો બહુમતનો આંકડો પૂરો થતો જોઈ શકાય છે. સૂત્રોના કહેવા મુજબ ભાજપ હાલ બહુમતના આંકડાથી દૂર છે.

— ANI (@ANI) May 15, 2018

કર્ણાટકના લોકોએ કોંગ્રેસની હિપોક્રેસીને નકારી છે-રક્ષામંત્રી
રક્ષામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે કર્ણાટકના લોકોએ કોંગ્રેસની હિપોક્રેસીની નકારી છે જે વોટરોને એક ભાષામાં વાત કરી છે અને સદનમાં સંસદના કામોમાં વિધ્નો નાખીને બીજી ભાષામાં વાત કરે છે.

કર્ણાટકની જનતાને જોઈએ છે ગુડ ગવર્નન્સ-પ્રકાશ જાવડેકર
મોદી સરકારના મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કર્ણાટકની જનતાને ગુડ ગવર્નન્સ જોઈએ છે આથી તેમણે ભાજપને ચૂંટ્યો. પાર્ટી માટે આ બહુ મોટી જીત છે. કોંગ્રેસ રાજ્ય પર રાજ્ય હારતી જઈ રહી છે અને અમે જીતી રહ્યાં છીએ.

— ANI (@ANI) May 15, 2018

જેડીએસ સાથે ગઠબંધનનો વિકલ્પ ખુલ્લો-ગેહલોત
મતગણતરી ચાલુ છે. કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું કે જેડીએસ સાથે ગઠબંધનનો વિકલ્પ  ખુલ્લો છે. તેમણે કહ્યું કે રાજ્યના હિતમાં ફેસલો લઈશું. તેમણે એમ પણ કહ્યું કે દલિત સીએમ પર કોઈ પણ ફેસલો લેવા તૈયાર છે.

— ANI (@ANI) May 15, 2018

સૌથી મોટો ઉલટફેર, સિદ્ધારમૈયા 11000 મતોથી પાછળ
કોંગ્રેસ માટે મોટો આઘાત છે. તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી બેઠક પરથી 11,000 મતોથી પાછળ છે. અહીં જનતા દળ સેક્યુલરના જીટી દેવગૌડાએ લીડ લીધી છે. જ્યારે બાદામી સીટ પર ભાજપના શ્રીરામુલુ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. બાદામીમાં હવે તેઓ આગળ છે. શરૂઆતમાં ત્યાં પણ પાછળ હતાં.

કોંગ્રેસ ફક્ત 60 બેઠકો પર સમેટાઈ જશે-ઈસ્લામ
ભાજપના નેતા ઝફર ઈસ્લામે કહ્યું છે કે કર્ણાટકની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ ફક્ત 60 બેઠકો પર સમેટાઈ જશે.

શ્રીમાલુએ કરી પૂજા અર્ચના
બાદામી બેઠક પરથી સિદ્ધારમૈયાની સામે ચૂંટણી લડી  રહેલા ભાજપના ઉમેદવાર શ્રીમાલુએ મતગણતરી પહેલા પૂજા અર્ચના કરી.

જેડીએસ સાથે ગઠબંધન પર સિદ્ધારમૈયાના પુત્રનો જવાબ
કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્રએ જેડીએસ સાથે ગઠબંધનની સરકારના સવાલ પર કહ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તેના પર ફેસલો લેશે. પરંતુ અમને વિશ્વાસ છે કે અમે અમારા દમ પર પૂર્ણ બહુમતની સરકાર બનાવીશું. અત્રે જણાવવાનું કે યતીન્દ્ર પોતે વરુણા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે.

— ANI (@ANI) May 15, 2018

મતગણતરી શરૂ
સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરવામાં આવી રહી છે.

— ANI (@ANI) May 15, 2018

મતગણતરી માટે 16600થી વધુ લોકો ડ્યૂટી પર તહેનાત-મુખ્ય ચૂંટણી કમિશનર
કર્ણાટકના ચૂંટણી પરિણામો પર નજર રાખી રહેલા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું કે પોસ્ટલ બેલેટ પર સૌથી પહેલા મતગણતરી થશે. દરેક પોલિંગ બૂથ પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત રાખવા મતગણતરી વખતે 16600થી વધુ લોકોને ફરજ પર તહેનાત કરવામાં આવ્યાં છે. કેટલાક પોલિંગ બૂથ પર વીવીપેટ પરચીઓથી મતોને મેળવવામાં આવશે.

જંગી મતદાનની પરિસ્થિતિમાં કોને મળશે તાજ?
કર્ણાટકમાં કુલ 70 ટકા મતદાન થયું હતું. રાજ્યની 222 વિધાનસભા સીટ પરનું પરિણામ જાહેર થશે. સવારે 8 કલાકે મતગણના શરૂ થશે. સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી હાથ ધરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓ દ્વારા બહુમત મળશે તેવા દાવાઓ કરવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટી 222 સીટો પર  ચૂંટણી લડી હતી. તો કોંગ્રેસે 220 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેડીએસના 199 અને બીએસપીના 18 ઉમેદવારોએ પોતાનું ભાવી અજમાવ્યું હતું. આ માટે કુલ 2636 ઉમેદવારો મેદાનમાં હતા.

શું હતી 2013ની સ્થિતિ
રાજ્યમાં 2013માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને હરાવીને રાજ્યની સત્તા કબજે કરી હતી. 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કુલ 19.9 ટકા મતની સાથે 40 સીટો મળી હતી. તો કોંગ્રેસના ખાતામાં 36.6 ટકા મત સાથે 122 સીટો આવી હતી. જેડીએસને 20.2 ટકા મત સાથે 40 સીટો અને અન્યને 13.5 ટકા મત સાથે 16 સીટો મળી હતી.

આ બેઠક પર રહેશે તમામની નજર
ચામુંડેશ્વરી બેઠક
સમગ્ર કર્ણાટકમાં સૌથી હાઈપ્રોફાઈલ બેઠક જો કોઈ હોય તો તે ચામુંડેશ્વરી બેઠક છે. અહીંથી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચુંટણી લડી રહ્યાં છે. સિદ્ધારમૈયા બે ચૂંટણીઓ પછી તેમના જૂના અને પરંપરાગત ચામુંન્ડેશ્વરી મતવિસ્તારમાં પરત ફર્યા છે, જેના કારણે તે માત્ર કર્ણાટક જ નહીં પરંતુ દેશની નજર તેમની પર છે.

વરૂણા વિધાનસભા બેઠક
મૈસુર જીલ્લામાં આવેલી આ બેઠક પર સિદ્ધારમૈયાનો પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયા લડી રહ્યો છે. અહી તેમની સામે ભાજપમાંથી લિંગાયત સમુદાયનાં થોટાડપ્પા બસ્વારજુ ચુંટણી લડી રહ્યાં છે. અહી અગાઉ બે વખત મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચુંટણી લડીને જીતેલા છે.

શિકારીપુરા વિધાનસભા બેઠક
શિકારીપુરા વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના મુખ્ય પ્રધાનના ઉમેદવાર યેદુરપ્પાની સામે કૉંગ્રેસના ગોની માલતેશમાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકમાં યેદુરપ્પાને હરાવવાનું ખૂબ જ મુશ્કેલ છે. તેઓ 1983 થી સાતમી વખત શિકરપુરા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે, 'મારા માટે શિકરપુરામાં કોઈ સમસ્યા નથી. હું 40,000-50,000 મત સાથે જીતીશ.

રાજ્યમાં મતદાન બાદ આવેલા તમામ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બને તેવા એંધાણ જોવા મળ્યા હતા. જો રાજ્યમાં કોઈપણ પાર્ટીને બહુમત નહીં મળે તો તેવી સ્થિતિમાં જેડીએસ કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news