કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ યેદિયુરપ્પા આપી શકે છે રાજીનામું: સુત્ર

બહુમતી સાબિત ન થાય તેવી પરિસ્થિતીમાં યેદિયુરપ્પા ભાવુક ભાષણ આપીને બાજી સંકેલવાનો પ્રયાસ કરશે

Updated By: May 19, 2018, 03:01 PM IST
કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ યેદિયુરપ્પા આપી શકે છે રાજીનામું: સુત્ર

નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભામાં ભાજપની બહુમતી સાબિત કરતા પહેલા મોટા સમાચારો આવી રહ્યા છે. કર્ણાટક સાથે જોડાયેલા સુત્રો અનુસાર બી.એસ યેદિયુરપ્પા ફ્લોર ટેસ્ટ પહેલા જ પોતાનું રાજીનામું આપી શકે છે. મળતી માહિતી અનુસાર જો તેમને લાગ્યું કે બહુમતી સાબિત નહી કરી શકે, તો એક મોટુ ભાષણ વાંચીને તેઓ રાજીનામું આપી શકે છે. કહેવાઇ રહ્યું છે કે, એવું કરીને તેઓ પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું અનુસરણ કરશે.

અગાઉ ભાજપે કહ્યું હતું કે, તેઓ કર્ણાટક વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરશે. ભાજપ પાસે હાલ 104 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 78 અને જેડીએસની પાસે 38 ધારાસભ્યો છે. કર્ણાટક વિધાનસભામાં બહુમતીનો આંકડો 111 છે. સ્પષ્ટ છે કે ભાજપને આ આંકડો પ્રાપ્ત કરવા માટે 7 ધારાસભ્યોની જરૂર છે. જો કે તે આ આંકડાને પાર કરી શકે તેવું નથી લાગી રહ્યું. જેડીએસનાં તમામ ધારાસભ્યો વિધાનસભા પહોંચી ચુક્યા છે. પહેલા સમાચાર હતા કે જેડીએસનાં 2 ધારાસભ્યો ગાયબ છે. કુમારસ્વામીએ પોતે પણ દાવો કર્યો હતે કે તેનાં બે ધારાસભ્યોનું અપહરણ કરી લેવાયું છે. 
હવે કહેવાઇ રહ્યું છે કે, રાજીનામાં પહેલા જે ભાષણ યેદિયુરપ્પા આપશે, તેમાં તેઓ લિંગાયત કાર્ડ વાપરી શકે છે. તેઓ કોંગ્રેસ અને જેડીએસ પર એવો આરોપ લગાવી શકે છે કે બંન્ને પાર્ટીઓએ રાજ્યમાં લિંગાયત સમુદાયનાં ચહેરાને મુખ્યમંત્રી બનવા દીધો નહોતો. કહેવાઇ રહ્યું છે કે તેનાં માટે તેમણે 13 પેજનું ભાવુક ભાષણ તૈયાર કર્યું છે. તેનાં કારણે તેઓ રાજીનામું આપતા પહેલા વાંચશે. એક અંદાજ અનુસાર ભાજપને સદનમાં રહેલી પરિસ્થિતીને જોતા નથી લાગી રહ્યું કે, તે 111નો આંકડો પાર કરી શકશે. તેથી તે વાજપેયીનાં રસ્તે ચાલીને રાજીનામું આપશે 
1996માં જ્યારે ભાજપ સાંસદોએ પોતાની બહુમતી સાબિત નહોતી કરી શકી તો વાજપેયીએ સંસદમાં ઐતિહાસિક ભાષણ આપીને પોતાનું રાજીનામું આપ્યું હતું. કર્ણાટક વિધાનસભા 222 સીટો માટે ચૂંટણી થઇ છે. બહુમતી માટે 112 સીટોની જરૂર પડશે.