કર્ણાટક: ભાજપે પોતાના ઉમેદવારનું નામ પાછું ખેંચ્યુ, કોંગ્રેસના રમેશ કુમાર બન્યા સ્પીકર

કર્ણાટકમાં રાજકીય તોડજોડ અને હંગામા બાદ સીએમ બનેલા એચડી કુમારસ્વામી આજે વિધાનસભામાં બહુમત સાબિત કરવાના છે. કુમારસ્વામીના ફ્લોર ટેસ્ટ પહેલાં વિધાનસભા અધ્યક્ષ તરીકે કોંગ્રેસના રમેશ કુમારને પસંદ કરવામાં આવ્યા. જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકારના ફ્લોર ટેસ્ટ માટે ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા પણ વિધાનસભામાં હાજર છે. 

Updated By: May 25, 2018, 01:08 PM IST
કર્ણાટક: ભાજપે પોતાના ઉમેદવારનું નામ પાછું ખેંચ્યુ, કોંગ્રેસના રમેશ કુમાર બન્યા સ્પીકર
ફોટો સાભારઃ ANI

બેંગલુરૂ: કર્ણાટકમાં રાજકીય તોડજોડ અને હંગામા બાદ સીએમ બનેલા એચડી કુમારસ્વામી આજે વિધાનસભામાં બહુમત સાબિત કરવાના છે. કુમારસ્વામીના ફ્લોર ટેસ્ટ પહેલાં વિધાનસભા અધ્યક્ષ તરીકે કોંગ્રેસના રમેશ કુમારને પસંદ કરવામાં આવ્યા. જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકારના ફ્લોર ટેસ્ટ માટે ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા પણ વિધાનસભામાં હાજર છે. 

કોંગ્રેસ નેતાઓએ કરી બેઠક
વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલાં કોંગ્રેસ નેતાઓએ એક બેઠકનું આયોજન કર્યું. આ બેઠકમાં કોંગ્રેસના બધા ચૂંટાયેલા ધારાસભ્યો અને પ્રદેશના મંત્રીઓએ ભાગ લીધો. 

આજે કુમારસ્વામીનો બહુમત ટેસ્ટ, ભાજપે વિ.સ અધ્યક્ષ પદ માટે ઉતાર્યા ઉમેદવાર  

ભાજપના ઉમેદવારે પાછું ખેંચ્યું નામ
કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારના ફ્લોર ટેસ્ટ પહેલાં ભાજપના ઉમેદવારના સ્પીકર ચૂંટણીમાં પણ ભારે અટકળો લગાવવામાં આવી રહી હતી પરંતુ છેલ્લી ઘડીએ પાર્ટીએ પોતાના ઉમેદવારનું નામ હટાવી લીધું, જેથી કોંગ્રેસનો રસ્તો સાફ થઇ ગયો. 

યેદિયુરપ્પા બહુમત સાબિત કરવામાં અસફળ રહ્યા બાદ કોંગ્રેસ અને જેડીએસે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ચૂંટણીના પરિણામો અનુસાર કોંગ્રેસ 78 ધારાસભ્ય છે જ્યારે કુમારસ્વામીની જેડી (એસ)ના 36 અને બસપાનો એક ધારાસભ્ય છે. ગઠબંધને કેપીજેપીના એકમાત્ર ધારાસભ્ય અને એક અપક્ષ ઉમેદવારના સમર્થનનો પણ દાવો કર્યો છે. કુમારસ્વામીએ બે સીટો પર જીત નોંધાવી હતી. ભાજપના બી એસ યેદિયુરપ્પાએ 17મે ના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા પરંતુ સદનમાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરતાં પહેલાં જ તેમણે રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. 

HD Kumaraswamy oath as Chief Minister of Karnataka today celebrations in Bengaluru

શક્તિ પરીક્ષણ પહેલાં યેદિયુરપ્પાએ આપ્યું રાજીનામું
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપ સરકારે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ભાજપના બી.એસ. યેદિયુરપ્પાએ 17મે ના રોજ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા, પરંતુ સદનમાં વિશ્વાસ મત પ્રાપ્ત કરતાં પહેલાં તેમણે રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. શપથ લીધા બાદ કુમારસ્વામીએ વિશ્વાસ મત પ્રાપ્ત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

ડી કે શિવકુમારની નારાજગીના સમાચાર
એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમાર ઉપમુખ્યમંત્રી પદ માટે તેમની અનદેખી કરતાં તે નારાજ છે. પાર્ટીએ દલિત ચહેરો જી પરમેશ્વરને ઉપમુખ્યમંત્રી બનાવ્યા છે. શિવકુમારે કહ્યું હતું કે 'શું આ તે લોકો માટે એક સમાન છે જે એક સીટ જીતે છે અને અથવા જે રાજ્ય જીતે છે. હું સંન્યાસ લેવા માટે રાજકારણમાં આવ્યો નથી. હું ચેસ રમીશ ફૂટબોલ નહી. 

પરમેશ્વરે ગુરૂવારે કહ્યું હતું કે ગઠબંધનને મુખ્યમંત્રીના રૂપમાં જેડી(એસ) નેતાના કાર્યકાળ પર હજુ ચર્ચા કરવાની છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમારું કુમારસ્વામી પાંચ વર્ષના કાર્યકાળ માટે મુખ્યંત્રી બની રહેશે તો તેના જવાબમાં કહ્યું કે 'અમે હજુ સુધી તેના પર ચર્ચા કરી નથી.