'48 નેતાઓ હની ટ્રેપમાં ફસાયા...' મંત્રીની કબૂલાત- બધુ પેન ડ્રાઈવ અને સીડીમાં છે, સમગ્ર રાજ્યમાં હડકંપ

Minister KN Rajanna Karnataka honey trap scandal:  કર્ણાટકના સહકારિતા મંત્રી કેએન રાજન્નાએ વિધાનસભામાં સ્વીકાર્યું છે કે કેન્દ્રીય નેતાઓ સહિત ઓછામાં ઓછા 48 રાજનેતા હની ટ્રેપમાં ફસાઈ ચૂક્યા છે. જેના પર વિધાનસભામાં ચર્ચા થઈ.  તેમણે કહ્યું કે આ મામલો કોઈ એક પાર્ટી સુધી મર્યાદિત નથી અને તેમણે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરી. 

'48 નેતાઓ હની ટ્રેપમાં ફસાયા...' મંત્રીની કબૂલાત- બધુ પેન ડ્રાઈવ અને સીડીમાં છે, સમગ્ર રાજ્યમાં હડકંપ

Karnataka honey trap scandal: કર્ણાટકના રાજકારણમાં હની ટ્રેપને લઈને ઘમાસાણ મચેલુ છે. કર્ણાટક વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચા દરમિયાન વિજયપુરાથી ભાજપના વિધાયક બસનગૌડા પાટિલ યતનાલે દાવો કર્યો કે સહકારિતા મંત્રીને ફસાવવાની કોશિશ કરાઈ હતી. આ મામલે મંત્રી કેએન રાજન્નાએ જવાબ આપતા મોટો ખુલાસો કર્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ સહકારિતા મંત્રી કે એન રાજન્નાએ  ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે પહેલા તો હની ટ્રેપમાં ફસાવાના આરોપોને સ્વીકાર્યા  અને કહ્યું કે અનેક લોકો કહે છે કે કર્ણાટક સીડી અને પેન ડ્રાઈવ ફેક્ટ્રી બની ગયું છે. આ એક ગંભીર આરોપ છે. જેમાં કહેવાયું છે કે ટુમકુરુના બે પ્રભાવશાળી મંત્રીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા છે. તે બેમાંથી એક હું પણ છું. 

48 લોકોને હની ટ્રેપમાં ફસાવ્યા
આ સાથે મંત્રીએ એવો પણ દાવો કર્યો કે સીડી અને પેન ડ્રાઈવ બનાવવામાં સામેલ લોકોએ વિવિધ રાજકીય પક્ષોના 48 લોકોને હની ટ્રેપમાં ફસાવ્યા છે. મંત્રીએ કહ્યું કે જે લોકોની સીડી બનાવવામાં આવી છે તે તમામ લોકો અલગ અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે. મંત્રીએ એવો પણ દાવો કર્યો કે આ મુદ્દો ફક્ત આપણા રાજ્ય સુધી સિમિત નથી. તે સમગ્ર દેશમાં ફેલાયેલો છે. જેમાં દેશભરના વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સામેલ છે. હું અહીં મારા વિરુદ્ધ આરોપોનો જવાબ આપીશ નહીં. 

સીડી બનાવવા પાછળ ષડયંત્ર કોનું?
હું ગૃહમંત્રીને લેખિત ફરિયાદ આપીશ. તેની તપાસ થવી જોઈએ. એ જાણવું જોઈએ કે તેની પાછળ નિર્માતા અને નિર્દેશક કોણ છે. જનતાને ખબર પડવી જોઈએ. આ એક  ખતરનાક જોખમ છે. હવે આ એક એક જાહેર મુદ્દો છે. તેમણે મારા ઉપર પણ તેનો પ્રયાસ કર્યો. મારી પાસે પુરાવા છે. હું ફરિયાદ નોંધાવીશ. તેમાં કોણ કોણ સામેલ છે તે ખબર પડવી જોઈએ. બીજી બાજુ ન્યૂઝ  એજન્સી એએનઆઈએ મંત્રીના હવાલે જણાવ્યું કે કર્ણાટકના ગૃહમંત્રીએ તપાસનું વચન આપ્યું છે. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે કહ્યું કે તેઓ આરોપોની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપશે. તેમણે વિધાનસભામાં કહ્યું કે જો આપણે સદનની ગરિમા જાળવી રાખવી હોય તો આ મુદ્દાને યોગ્ય રીતે ઉકેલવો જોઈએ. જો રાજન્ના લેખિત ફરિયાદ આપે તો તેના આધાર પર હુ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપીશ. સચ્ચાઈ સામે આવવી જ જોઈએ. 

સમગ્ર રાજ્યમાં કોહરામ
બીજી બાજુ હની ટ્રેપના મુદ્દા પર રાજન્નાના પુત્ર એમએલસી રાજેન્દ્રએ પણ વાત કરતા કહ્યું કે છેલ્લા છ મહિનાથી નેતાઓને ફસાવવાની કોશિશ થઈ રહી છે. કેબિનેટ મંત્રી પહેલા જ નિવેદન આપી ચૂક્યા છે કે તપાસ થવી જોઈએ. મને લાગે છે કે ગૃહમંત્રી તેની તપાસ કરશે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા અને મંત્રી સતીષ જરકીહોલીએ કહ્યું હતું કે તેમને બેવાર હની ટ્રેપમાં ફસાવવાની કોશિશ  થઈ હતી. જો કે  બંને વાર નિષ્ફળ રહ્યા. તેમણે કહ્યું કે રાજ્યમાં હની ટ્રેપિંગ કોઈ નવી વાત નથી. હની ટ્રેપના આરોપો પર વિધાનસભામાં ઉગ્ર દલીલો થઈ. ડેપ્યુટી સીએમ ડી કે શિવકુમારે આ આરોપો સંલગ્ન ધરપકડો અંગે સતર્ક રીત અપનાવેલી છે. જો કે તેમણે પહેલા કહ્યું હતું કે મને નથી ખબર કે કોઈની ધરપકડ થઈ છે કે નહીં, તપાસ થવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news