કર્ણાટક: CM સિદ્ધરમૈયા સહિત 15 મોટા નેતાઓએ પરિવાર માટે ટિકિટ માંગતા હોબાળો

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સીટોની વહેંચણી કોંગ્રેસ માટે મોટો પડકાર સાબિત થઇ રહી છે. મુખ્યમંત્રી સિદ્ધરમૈયા સહિત પાર્ટીનાં 15 સીનિયર નેતાઓ પોતાનાં પુત્ર - પુત્રીઓ માટે કોંગ્રેસ પાસે ટિકિટ માંગી રહ્યા છે જેનાં કારણે પાર્ટીનાં લેવાયેલો નિર્ણય મુશ્કેલ બન્યો છે અને પાર્ટી ડામાડોળ બની છે. 13 એપ્રીલે આ મુદ્દે કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠક રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બોલાવી હતી જેમાં તમામ સીનિયર નેતાઓ હિસ્સો લેશે અને આ બેઠકમાં કોંગ્રેસની ટિકિટ વહેંચણી અંગે વિચાર થશે તેવું માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની યાદી આગામી 48 કલાકમાં આવી શકે છે. હવે તમામ લોકોની નજર છે કે આખરે મોટા નેતાઓનાં દબાણનાં કારણે કોને ટિકિટ મળે છે. 

Updated By: Apr 12, 2018, 07:11 PM IST
કર્ણાટક: CM સિદ્ધરમૈયા સહિત 15 મોટા નેતાઓએ પરિવાર માટે ટિકિટ માંગતા હોબાળો

નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સીટોની વહેંચણી કોંગ્રેસ માટે મોટો પડકાર સાબિત થઇ રહી છે. મુખ્યમંત્રી સિદ્ધરમૈયા સહિત પાર્ટીનાં 15 સીનિયર નેતાઓ પોતાનાં પુત્ર - પુત્રીઓ માટે કોંગ્રેસ પાસે ટિકિટ માંગી રહ્યા છે જેનાં કારણે પાર્ટીનાં લેવાયેલો નિર્ણય મુશ્કેલ બન્યો છે અને પાર્ટી ડામાડોળ બની છે. 13 એપ્રીલે આ મુદ્દે કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠક રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બોલાવી હતી જેમાં તમામ સીનિયર નેતાઓ હિસ્સો લેશે અને આ બેઠકમાં કોંગ્રેસની ટિકિટ વહેંચણી અંગે વિચાર થશે તેવું માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની યાદી આગામી 48 કલાકમાં આવી શકે છે. હવે તમામ લોકોની નજર છે કે આખરે મોટા નેતાઓનાં દબાણનાં કારણે કોને ટિકિટ મળે છે. 

આ યાદીમાં મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનો પુત્ર ડોક્ટર યથેન્દ્ર, ગૃહમંત્રી રામલિંગા રેડ્ડીની પુત્રી સૌમ્યા રેડ્ડી, સાત વખત કોલારમાં સાંસદ રહી ચુકેલા પુર્વ કેન્દ્રીય મંત્રી કે.એક મુનિયપ્પાની પુત્રી રૂપા, કોંગ્રેસનાં પુર્વ દિગ્ગજ બી.શંકરાનંદનાં જમાઇ સિંઘે ભીમસેન રાવ, પાર્ટીનાં વરિષ્ઠ નેતા માર્ગરેટ અલ્વાનો પુત્ર નિવેદિતા અલવા અને કેટલાક અન્ય નેતાઓનાં સંબંધિઓનાં નામનો સમાવેશ થાય છે. પાર્ટીનાં ઘણા જુના કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ ચાલી રહેલા આ પરિવારવાદોન વિરોધ કર્યો છે. કાર્યકર્તાઓનું માનવું છે કે પાર્ટીમાં ફરીએકવાર વંશવાદ માથુ ઉચકી રહ્યો છે. જેનું નુકસાન કોંગ્રેસે ફરી ઉઠાવવું પડી શકે છે. 

ગત્ત અઠવાડીયે ટિકિટની વહેંચણી મુદ્દે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીમાં પણ હોબાળો થયો હતો. પુર્વ મુખ્યમંત્રી એમ. વીરપ્પા મોઇલી અને પીડબલ્યુડી મંત્રી ડો. એચ.સી મહાદેવપ્પા વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. વીરપ્પા મોઇલી ઉડુપી જિલ્લાનાં કર્કલાથી પોતાનાં પુત્ર માટે ટિકિટની માંગણી કરી રહ્યા હતા. મોઇલીએ વિવાદિત ટ્વીટ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીમાં નાણાની ભુમિકા મહત્વપુર્ણ રહેશે. પૈસા જ ટિકિટ નક્કી કરશે. જો કે તેણે ત્યાર બાદ તેમણે આ ટ્વીટ ડીલિટ કરી દીધી હતી. ત્યાર બાદ ટ્વીટ તેમણે કર્યું નહી હોવાની સ્પષ્ટતા કરી હતી.