કાશ્મીરમાં હાઈ એલર્ટ, ગણતંત્ર દિવસના સમારોહમાં મહિલા આતંકી કરી શકે છે હુમલો

કાશ્મીર ઘાટીમાં એક ગેર-કાશ્મીરી આત્મઘાતી મહિલા હુમલાખોર ગણતંત્ર દિવસ સમારોહમાં હુમલો કરી શકે છે. આ ગુપ્ત માહિતી બાદ ઘાટીમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. કાશ્મીરના ડીજીપી કાર્યાલયથી તમામ જિલ્લા પ્રમુખો અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીના પ્રમુખોને મોકલેલા એક સંદેશ અનુસાર, એક ગુપ્ત જાણકારી છે, કે 18 વર્ષની એક મહિલા કાશ્મીરમાં ગણતંત્ર દિવસ પરેડ કે તેની નજીક એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરી શકે છે. આ મહિલા ગેર-કાશ્મીરી હોય શકે છે. એવું માનવામાં આવે છે કે આ સંદિગ્ધ મહિલા ઘાટીમાં પહોંચી ગઈ છે. 

 કાશ્મીરમાં હાઈ એલર્ટ, ગણતંત્ર દિવસના સમારોહમાં મહિલા આતંકી કરી શકે છે હુમલો

શ્રીનગરઃ કાશ્મીર ઘાટીમાં એક ગેર-કાશ્મીરી આત્મઘાતી મહિલા હુમલાખોર ગણતંત્ર સમારોહમાં હુમલો કરી શકે છે. આ ગુપ્ત જાણકારી બાદ ઘાટીમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. કાશ્મીરના ડીજીપીના કાર્યાલયમાંથી તમામ જિલ્લા પ્રમુખો અને કાશ્મીરમાં સુરક્ષા અંગોના પ્રમુખોને મોકલાવેલા એક સંદેશા અનુસાર, એક ગુપ્ત જાણકારી છે, કે 18 વર્ષની એક મહિલા કાશ્મીરમાં ગણતંત્ર દિવસ પરેડ કે તેની નજીક એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરી શકે છે. આ મહિલા ગેર-કાશ્મીરી હોય શકે છે. એવું માનવામાં આવે છે કે આ સંદિગ્ધ મહિલા ઘાટીમાં પહોંચી ગઈ છે. 

પોલીસનો દાવો સુરક્ષાની પૂર્ણ તૈયારી 

પોલીસ ડીજીપી એસ પી વૈધએ આ રિપોર્ટને વધારે મહત્વ નહીં આપવાની વાત કરી છે અને આશ્વાસન આપ્યું કે ગણતંત્ર દિવસ સમારોહ માટે સુરક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. આ વચ્ચે સીઆરપીએફના જવાનોએ આજે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના પમ્પોર વિસ્તારમાં એક રેલવે સ્ટેશન નજીક એક પ્રેસર કુકર આઈડીની જાણકારી મેળવીને તેને નિષ્ક્રિય કરી દીધો જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. 

સીઆરપીએફના પ્રવક્તાએ કહ્યું કે, રેલવે સ્ટેશનની નજીક કાંદીજાલ-તંગપુરા ગામમાં દળોના જવાનોની સતર્કતાથી આઈઈડી લગાવેલા ત્ર ણ લીટર પ્રેસર કુકરની જાણ મળી. સીઆરપીએફની બોમ્બ વિરોધી ટીમે આ કુકરને રહેતા આઈઈડીને નિષ્ક્રિય કરી દીધો હતો. 

આ વર્ષે શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે સમારોહ 

આ વર્ષે ગણતંત્ર દિવસનો મુખ્ય સમારોહ નિયમિત સ્થળ બખશી સ્ટે઼ડિયમની જગ્યાએ શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. ક્રિકેટ સ્ટેડિયમની આસપાસના વિસ્તારને ગણતંત્ર દિવસની પરેડ માટે આજે સવારથી જ બ્લોક કરી દેવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news