શું છે App Innovation Challenge? જાણો મેડ ઇન ઈન્ડિયા એપ્સનું સપનું પૂરુ કરવાનો માસ્ટર પ્લાન


Made in India app challenge: પીએમ મોદીએ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામને બુસ્ટ આપતા એપના મામલામાં આત્મનિર્ભર બનવા માટે એપ ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કરી છે. તેને બે તબક્કામાં પૂરી કરવામાં આવશે. પહેલા તે એપને શોધવામાં આવશે, જેમાં ગ્લોબલ થવાની સંભાવના વધુ છે. તેને ઇનામ પર આપવામાં આવશે. 

શું છે App Innovation Challenge? જાણો મેડ ઇન ઈન્ડિયા એપ્સનું સપનું પૂરુ કરવાનો માસ્ટર પ્લાન

નવી દિલ્હીઃ Made in India app challenge: ચીનની 59 મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યા બાદ મોદી સરકાર આ દિશામાં પણ આત્મનિર્ભર બનવામાં ઝડપથી આગળ વધી રહી છે. પીએમે ટ્વીટ કરીને કહ્યું કે, આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કરવા જઈ રહ્યાં છે. શનિવારે પીએમ મોદીએ કહ્યુ કે, તેનું સપનું તેમણે 2015માં જોવાનું શરૂ કરી દીધું હતું અને તેની જાહેરાત પણ કરવામાં આવી હતી. 

2015માં લોન્ચ થયો હતો ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ
પોતાના પ્રથમ ટર્મમાં જુલાઈ 2015માં ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ લોન્ચ કરતા સમયે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારતમાં ગૂગલ જેવી કંપની કેમ ન બની શકે. તે કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે હું એક એવા ડિજિટલ ભારતની કલ્પના કરૂ છું કે જ્યાં ટેક્નોલોજીની મદદથી સરકાર ભ્રષ્ટાચાર ફ્રી થશે. રૂરલ ઇકોનોમીમાં ઈ-હેલ્થકેરની પહોંચ હશે. સાથે ભારતની તે ઓળખ બનશે જ્યારે વિશ્વની નજર ભારત પર હશે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના રેકોર્ડ 7,074 કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર  

ઘણી યૂનિકોર્ન કંપનીઓનો ઉદય થયો
તેમનું આ સપનું કેટલિક હદ સુધી સફળ પણ થયુ. પેટીએમ જે આજે એટલી મોટી કંપની છે, તેના વિશે તે સમયે કોઈ જાણતું નહતું. ખાસ કરીને નોટબંધી બાદ તેમાં તેજી આવી. બાયજૂ આજે વિશ્વની સૌથી વેલ્યૂ વાળી એજ્યુકેશન ટેક સ્ટાર્ટઅપ છે. છેલ્લા 5-6 વર્ષમાં દેશમાં ઘણા સ્ટાર્ટઅપનો ઉદય થયો છે. પરંતુ આ આંશિક સફળતા છે. 

વર્લ્ડ ક્લાસ મેડ ઇન ઈન્ડિયા એપ્સની ક્ષમતા
આવા કેટલાક લોકોને જોઈને આજે પીએમ મોદીએ ટ્વીટ કરીને ક્હ્યુ કે, ટેક સ્ટાર્ટઅપમાં ઉત્સાહનો ભંડાર છે. તેમાં તે ક્ષમતા છે કે તે વર્લ્ડ ક્લાસ મેડ ઇન ઈન્ડિયા એપ્સ બનાવી શકે છે. આ કડીમાં પીએમે આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કરી છે. 

પ્રથમ તબક્કામાં હાલની એપને પ્રોત્સાહિત કરવામાં આવશે
ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેક્નોલોજી મંત્રાલય  (MeitY)એ જાહેરાત કરી કે તે નીતિ આયોગની સાથે ભાગીદારીમાં બે તબક્કામાં આ કાર્યક્રમ ચલાવશે. આ હેઠળ હાલની એપને પ્રોત્સાહિત કરવામાં આવશે અને નવી એપ વિકસિત કરવામાં આવશે. પ્રથમ તબક્કો શનિવારથી શરૂ થયો છે. આ હેઠળ પહેલાથી ઉપયોગ થતી એવી સર્વશ્રેષ્ઠ ભારતીય એપની ઓળખ કરવામાં આવશે, જેમાં પોતાના સંબંધિત ક્ષેત્રમાં વિશ્વસ્તરીય એપ બનાવવાની ક્ષમતા છે. પ્રથમ તબક્કો એક મહિનામાં પૂરો થવાની આશા છે. 

આઠ કેટેગરીમાં એપ વિકસિત કરવા પર ફોકસ
તેના બીજા તબક્કા હેઠળ ભારતીય સ્ટાર્ટઅપ, આંતરપ્રેન્યોર અને કંપનીઓની ઓળખ કરાશે. તેને વિચાર, ઇનકુબેશન, પ્રોટોટાઇપિંગ તથા એપ રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. મંત્રાલયે કહ્યુ કે, આ કાર્યક્રમનો બીજો તબક્કો વધઠુ લાંબો ચાલશે તેની વિગત બાદમાં અલગથી આપવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ આઠ શ્રેણીઓ.. સોશિયલ નેટવર્કિંગ, ઈ-લર્નિંગ, મનોરંજન, સ્વાસ્થ્ય અને વેલનેસ, બિઝનેસ જેમાં એગ્રીટેક, ફિટટેક, સમાચાર અને ગેમ્સ સામેલ છે, તેવી એપ વિકસિત કરવા પર ધ્યાન આપવામાં આવશે. 

18 જુલાઈ સુધી એન્ટ્રી
મેઇટીએ માઇગોવ વેબસાઇટ દ્વારા એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 18 જુલાઈ નક્કી કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ખાનગી અને એકેડમિક ક્ષેત્રના નિષ્ણાંતોની જ્યૂરી એન્ટ્રીનો અભ્યાસ કરશે. પસંદ કરાયેલી એપને ઇનામ આપવામાં આવશે અને સાથે નાગરિકોની સૂચના માટે તેને લીડર બોર્ડ પર મુકવામાં આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news