બેંગ્લુરૂ : જ્યારથી મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જેડીએસના વરિષ્ઠ નેતા જીટી દેવગોડાના ઉચ્ચ શિક્ષામંત્રી બનાવાયા છે ત્યારથી વિવાદ ચાલી રહ્યો છે. સૌથી વધારે ચર્ચા તે વાત પર થઇ રહી છે કે 8મું પાસ એમએલએલ જીટી દેવગોડાને ઉચ્ચ શિક્ષણંત્રી બનાવવામાં આવ્યા. પાર્ટીમાં પણ અસંતોષ છે. જો કે દેવગોડા અત્યાર સુધી પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો નથી. હવે સમાચારો આવી રહ્યા છે કે, પાર્ટી તેમનું મંત્રાલય બદલવા માટે કુમાર સ્વામી તૈયાર થઇ ચુક્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચામુંડેશ્વરી સીટના પુર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને હરાવનારા જીટી દેવગોડાએ પણ પોતાનું મંત્રાલય બદલવા માટે મુખ્યમંત્રીને અપીલ કરી હતી. તેમણે ખેડૂતોના કલ્યાણ સાથે જોડાયેલુ મંત્રાલય માંગ્યું છે. કુમારસ્વામીએ તેની માંગનો સ્વિકાર કર્યો છે. સંકેત આપ્યો કે તેમને સહકારિતા મંત્રાલય સોંપવામાં આવશે. દેવગોડા ઇચ્છે છે કે તેમને મૈસુર જિલ્લાની પણ જવાબદારી સોંપવામાં આવવી જોઇએ. એવુ એટલા માટે કારણ કે કુમારસ્વામીએ ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ મુખ્યમંત્રી બનશે તો જીટી દેવગોડાને મૈસુરની જવાબદારી સોંપશે. 

જો કે હાલના સહકારીતા મંત્રી બંદેપ્પા કાશેમપુર પોતાનું મંત્રાલય બદલવા માટે તૈયાર નથી. કાશેમપુરનું કહેવું છે કે, પાર્ટી હાઇકમાન્ડે તેમને સહકારિતા મંત્રી બનાવી દીધા છે અને તેઓ ખેડૂત સમુદાયની સેવા કરવા માંગે છે. માટે તેને કુર્બાન કરવાનો કોઇ સવાલ જ પેદા નથી થતો. બંદેપ્પાએ કહ્યું કે, હજી સુધી કુમારસ્વામી તરફથી મંત્રાલય બદલવા અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી. 

જો કે તેમને જીટી દેવગોડાના દાવા અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, મને હજી આ અંગે કોઇ જ માહિતી નથી કે તેમને સહકારીતા મંત્રાલય સોંપાશે. મે મારા મંત્રાલયને લગતી કામગીરી ચાલુ કરી દીધી છે. મને મુખ્યમંત્રી જે ભુમિકા સોંપશે તેને હું નિભાવીશ. જો કે તેમણે હજી સુધી મંત્રાલય બદલવા માટેના કોઇ આદેશ અંગે સ્પષ્ટ મનાઇ કરી હતી. બીજી તરફ દેવગોડાનું માનવું છે કે કાશેમપુર પાર્ટી નેતાઓની વાત માનશે. 

બીજી તરફ નારાજ સીએમ પુતારાજૂને પણ મનાવવામાં દેવગોડા સફળ રહ્યા છે. જે લઘુસિંચાઇ મંત્રાલય મળવાના કારણે નારાજ હતા. પુતારાજૂએ લોકસભા સીટ છોડીને મેલુકોટેથી ચૂંટણી લડી હતી અને ત્યાંથી જીત પ્રાપ્ત કરી હતી. તેમને પરિવહન સહિત મહત્વપુર્ણ મંત્રાલયની જવાબદારી મળવાની આશા હતી. જો કે પરિવહન મંત્રાલય જેડીએસ સુપ્રીમો એચડી દેવગોડાના સંબંધી ડીસી તમન્નાને સોંપવામાં આવ્યું હતું.