સાડાવાળી દીદી... કુણાલ કામરાએ હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કર્યો કટાક્ષ, બનાવ્યું પેરોડી સોન્ગ

Kunal Kamra Nirmala Sitharaman: વિવાદોમાં ઘેરાયેલા ફેમસ સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ ફરી એક વાર સનસની મચાવી દીધી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કટાક્ષ કર્યા બાદ કોમેડિયને હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યું છે.

સાડાવાળી દીદી... કુણાલ કામરાએ હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કર્યો કટાક્ષ, બનાવ્યું પેરોડી સોન્ગ

Kunal Kamra Nirmala Sitharaman: સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યું છે. તેણે બુધવારે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક ગીત દ્વારા નાણામંત્રીને 'નિર્મલા તાઈ' કહીને નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણીને લઈને ખૂબ જ વિવાદ સર્જાયો હતો.

સાડીવાળી દીદી...
કુણાલ કામરાએ નિર્મલા સીતારમણ પર કટાક્ષ કર્યો અને તેના નવા પેરોડી સોન્ગની શરૂઆતમાં કહ્યું કે... તમારા ટેક્સના પૈસા થઈ રહ્યા છે હવા હવાઈ. દેશમાં આટલી મોંઘવારી, સરકારની સાથે આવી છે. લોકોની લૂટીને કમાણી, સાડીવાળી દીદી છે આવી. પગારની ચોરીને આ છે આવી, મિડલ ક્લાસ દબાવવા આ છે આવી. પોપકોર્ન ખવડાવવા આ છે આવી, કહે છે તેમને નિર્મલા તાઈ... કામરાએ તેમના આ ગીતથી સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, સામાન્ય લોકોના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે અને મધ્યમ વર્ગના ખિસ્સા ઢીલા થઈ રહ્યા છે.

JNU અને JNUનો ઉલ્લેખ
કામરાએ નિર્મલા સીતારમણના નિર્ણયો અને નીતિઓ પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે, તે જેએનયુની વિદ્યાર્થી છે જેની દેશને જરૂર હતી... પરંતુ જો તે બનારસ હિન્દુ યુનિવર્સિટી એટલે કે બીએચયુમાંથી અભ્યાસ કર્યો હોત, તો તે કદાચ વધુ સારી નાણામંત્રી બની શકત. કામરાએ પોતાના ગીત દ્વારા સરકાર પર તાનાશાહીનો આરોપ પણ લગાવ્યો. કોમેડિયને પોતાના ગીતમાં સરકારને 'તાનાશાહ' ગણાવી છે.

કોર્પોરેટ કર્મચારીઓ પર વધારે ટેક્સ બોજ
કુણાલ કામરાએ સરકારની ટેક્સ પોલિસી પર પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, કોઈ ફરક નથી પડતો તમારા સપનાઓનો... તે કચરાના ડબ્બામાં જતા રહે છે. કોર્પોરેટમાં કામ કરનારા કર્મચારી... કોર્પોરેટથી વધારે ટેક્સ ચૂકવે છે. કામરાએ ઈશારા-ઈશારામાં કહ્યું કે, સરકારના નિર્ણયો મધ્યમ વર્ગ પર ભારે પડે છે અને સૌથી વધુ ટેક્સનો બોજ તેમની મહેનતની કમાણી પર લાદવામાં આવે છે.

એકનાથ શિંદે પર કટાક્ષ પછી બબાલ
અગાઉ જ્યારે કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો, ત્યારે મુંબઈના ખારમાં શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરોએ હોટેલ અને કોમેડી ક્લબમાં તોડફોડ કરી હતી. આ હોટલમાં કુણાલ કામરાનો શો યોજાયો હતો. શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલની ફરિયાદ પર ખાર પોલીસે કુણાલ કામરા વિરુદ્ધ FIR નોંધી છે. આરોપ છે કે, કામરાએ શિંદે વિરુદ્ધ વાંધાજનક વાતો કહી.

શિવસેનાના કાર્યકરો સામે પણ FIR
કામરાની શિંદેને પર કટાક્ષવાળી પેરોડી રિલીઝ થયા બાદ થયેલા હોબાળામાં પોલીસે શિવસેનાના 40 કાર્યકરો સામે એફઆઈઆર પણ નોંધી છે. આ તમામ પર કોમેડી શો વેન્યુમાં તોડફોડ કરવાનો આરોપ છે. સોમવારે પોલીસે શિવસેનાના અધિકારી રાહુલ કનાલ સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. કોર્ટે રાહુલ કનલને ધરપકડના દિવસે જ જામીન પર મુક્ત કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news