જેલમાં લાલુ યાદવને 'આ' કામ કરવા માટે જેલમાં મળશે રોજ 93 રૂ.

સોમવારે લાલુ યાદવને રાંચીની બિરસા મુંડા જેલથી હઝારીબાગ જેલમાં શિફ્ટ કરવામાં આવશે

Updated By: Jan 7, 2018, 02:43 PM IST
જેલમાં લાલુ યાદવને 'આ' કામ કરવા માટે જેલમાં મળશે રોજ 93 રૂ.
પૂર્વ સીએમ લાલુ યાદવ જેલમાં કરશે માળીકાર (ફોટો : યુટ્યૂબ વીડિયો ગ્રેબ)

નવી દિલ્હી : ચારા ગોટાળા કાંડમાં રાંચીની સીબીઆઇ કોર્ટ દ્વારા સાડાત્રણ વર્ષ કેદની સજા મેળવનારા આરજેડી સુપ્રીમો લાલ પ્રસાદ યાદવ જેલમાં શું કામ કરશે એ નક્કી થઈ ગયું છે. હાલમાં લાલુ પ્રસાદ રાંચીની બિરસા મુંડા જેલમાં બંધ છે પણ હવે સોમવારે તેમને  હઝારીબાગ જેલમાં શિફ્ટ કરવામાં આવશે. ચર્ચા પ્રમાણે  આ જેલમાં  બિહારના પૂર્વ મુખ્યપ્રધાને માળીકામ સોંપવામાં આવશે અને એ માટે તેમને રોજના 93 રૂ. આપવામાં આવાશે. 

સજા પછી લાલુના તેવર
શનિવારે કોર્ટે સજા ફટકારી પછી લાલુના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી છે કે "ભાજપની રાહે ચાલવાના બદલે સામાજિક ન્યાય, સદભાવ તેમજ સમાનતા માટે ખુશીથી મરવાનું પસંદ કરીશ."ચારા ગોટાળા સાથે જોડાયેલા દેવઘર કોષાગારમાંથી 89,27,00.000 રૂ. ગેરકાયદેસર રીતે કાઢવાના મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેમજ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને સાડાત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે તેમજ 5 લાખ રૂ.નો દંડ કરાયો છે. આ સિવાય બીજા દોષી ફુલચંદ સિંહ, મહેશ પ્રસાદ, બેક જુલિયસ, સુનીલ કુમાર, સુશીલ કુમાર, સુધીર કુમાર અને રાજારામને સાડા ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે અને પાંચ લાખ રૂ.નો દંડ કરાયો છે. 

વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી
નિર્ણય પહેલાં તમામ દોષી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અદાલતી કાર્યવાહીમાં શામેલ થયા. સીબીઆઈના વિશેષ ન્યાયધિશ શિવપાલ સિંહે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જ પોતાનો નિર્ણય જણાવ્યો હતો. લાલુપ્રસાદ યાદવ ઉપરાંત બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રા સહિત વિદ્યાસાગર નિષાદ, આર.કે.રાણા, ધ્રુવ ભગત, મહેશ પ્રસાદ અને બેક જુલિયસ વગેરેનો આરોપીઓમાં સમાવેશ થતો હતો. આ પહેલા ચાઇબાસા ટ્રેઝરીમાંથી 37,70,00,000 રૂ. ગેરકાયદેસર રીતે કાઢવા માટે આ તમામ આરોપીઓને સજા થઈ ચૂકી છે.

સજાના આફ્ટરશોક
લાલુને સજા ફટકારવામાં આવી એ પછી લોકોના પ્રતિભાવો આવવા લાગ્યા છે. લાલુએ હવે જામીન માટે હાઇકોર્ટ જવું પડશે. બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું છે કે ન્યાયતંત્રએ તેમની ફરજ નિભાવી છે. અમે હવે સજાનો અભ્યાસ કર્યા પછી હાઇકોર્ટમાં જઇશું અને જામીન માટે અરજી કરીશું. કોર્ટના ચુકાદા પર જેડીયુ નેતા કે.સી. ત્યાગીએ કહ્યું કે અમે કોર્ટના આ ફેંસલાને આવકારીએ છીએ. બિહારના રાજકારણમાં આ એક ઐતિહાસિક ચુકાદો છે. આજે એક પ્રકરણનો અંત આવ્યો છે.