પુત્ર તેજપ્રતાપના લગ્નમાં સામેલ થશે લાલૂ યાદવ, પાંચ દિવસના પેરોલ મંજૂર

પુત્ર તેજપ્રતાપના લગ્નમાં સામેલ થશે લાલૂ યાદવ, પાંચ દિવસના પેરોલ મંજૂર

Updated By: May 9, 2018, 03:28 PM IST
પુત્ર તેજપ્રતાપના લગ્નમાં સામેલ થશે લાલૂ યાદવ, પાંચ દિવસના પેરોલ મંજૂર
તેજપ્રતાપના લગ્નમાં સામેલ થશે લાલૂ યાદવ. (ફાઇલ ફોટોઃ PTI)

પટનાઃ ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવને 12 મેએ યોજાનારા મોટા પુત્ર તેજપ્રતાપના લગ્નમાં સામેલ થવા માટે પાંચ દિવસના પેરોલ મળી ગયા છે. જેલ પ્રશાસન અને ગૃહ વિભાગ વચ્ચે ચર્ચા કરીને લાલૂને પેરોલ આપવામાં આવ્યા છે. લાલૂ પ્રસાદ યાદવે તેજપ્રતાપના લગ્નમાં સામેલ થવા માટે પાંચ  દિવસના પેરોલ માંગ્યા હતા. 

બિહારના પૂર્વ મુખ્યપ્રધાનનો રાજેન્દ્ર ઈન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાઇન્સમાં ઈલાજ ચાલી રહ્યો છે. એક મેએ તેને નવી દિલ્હીના એમ્સથી અહીં લાવવામાં આવ્યા હતા. તે બુધવારે સાંજે પાંચ કલાકે રાંચીથી પટના માટે વિમાનથી રવાના થઈ શકે છે. 

આરજેડી નેતાને ચારા કૌભાંડના ચાર મામલામાં દોષિ ઠેરવવામાં આવ્યા હતા. હાલમાં તેને દુમકા કોષાગર મામલામાં સીબીઆઈની વિશેષ કોર્ટે 14 વર્ષની સજા સંભળાવી હતી. 

ચારા કૌભાંડ સાથે જોડાયેલા ત્રણ મામલામાં રાંચી સ્થિત સીબીઆઈ કોર્ટે ડિસેમ્બર 2017ના લાલૂને સજા સંભળાવી હતી. આરજેડી નેતાને ત્યારેજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ગત સપ્તાહે લાલૂએ અસ્થાયી જામીન માટે ઝારખંડ હાઈકોર્ટ સમક્ષ અરજી આપી હતી ત્યાં વકીલોને હડતાલ હોવાને કારણે ન્યાયિક કાર્ય 11 મે સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. 

લાલૂના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવની પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રિકા રાયની પુત્રી એશ્વર્યાની સાથે આગામી 12 મેએ લગ્નના બંધનમાં બંધાશે.