શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ; ટ્રિપલ તલાક બિલ RSમાં થશે પાસ? સરકાર માટે કપરા ચઢાણ

સંસદના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર ખુબ હોબાળો મચી રહ્યો છે. લોકસભામાં આ બિલ પર સરકારને પડખે રહેલી કોંગ્રેસ રાજ્યસભામાં વિરોધ કરી રહી છે. કોંગ્રેસના વિરોધના પગલે સરકાર ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા પણ કરાવી શકતી નથી. કોંગ્રેસ આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગણી પર અડી છે. કોંગ્રેસે પોતાના સભ્યોને વ્હિપ જારી કરીને સદનમાં હાજર રહેવાના નિર્દેશ જારી કર્યા છે. કોંગ્રેસે ટ્રિપલ તલાક બિલ પર સરકારને પછાડવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. 
શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ; ટ્રિપલ તલાક બિલ RSમાં થશે પાસ? સરકાર માટે કપરા ચઢાણ

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર ખુબ હોબાળો મચી રહ્યો છે. લોકસભામાં આ બિલ પર સરકારને પડખે રહેલી કોંગ્રેસ રાજ્યસભામાં વિરોધ કરી રહી છે. કોંગ્રેસના વિરોધના પગલે સરકાર ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા પણ કરાવી શકતી નથી. કોંગ્રેસ આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગણી પર અડી છે. કોંગ્રેસે પોતાના સભ્યોને વ્હિપ જારી કરીને સદનમાં હાજર રહેવાના નિર્દેશ જારી કર્યા છે. કોંગ્રેસે ટ્રિપલ તલાક બિલ પર સરકારને પછાડવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. 

લોકસભામાં સરકાર પાસે પૂર્ણ બહુમત હોવાના કારણે ટ્રિપલ તલાક બિલ આરામથી પસાર થઈ ગયું હતું. પરંતુ રાજ્યસભામાં આ કામ માટે કપરા ચઢાણ છે. લોકસભામાં સાથ આપનારી કોંગ્રેસ રાજ્યસભામાં આક્રમક જોવા મળી રહી છે. વિપક્ષનું સ્પષ્ટપણે કહેવું છે કે આ બિલમાં અનેક ખામીઓ છે જેના સુધાર માટે તેને સિલેક્ટ કમિટી પાસે મોકલવું જરૂરી છે. 

જાણકારો કહે છે કે સરકાર આ મુદ્દે વોટિંગ કરાવી શકે છે. વિપક્ષ તરફથી રાખવામાં આવેલા પ્રસ્તાવ પર વોટિંગ કરાવ્યાં બાદ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવે. વોટિંગમાં પોતાનો પક્ષ મજબુત કરવા માટે કોંગ્રેસે પોતાના તમામ સાંસદોને સદનમાં હાજર રહેવા માટે વ્હિપ જારી કરી દીધો છે. ભાજપ માટે રાજ્યસભામાં બિલ પાસ કરાવવું સહેલું નથી કારણ કે રાજ્યસભામાં ભાજપ પાસે બહુમત નથી આથી આ બિલને પાસ થવા દેવું કે નહીં તેનો ફેસલો હવે વિપક્ષે કરવાનો છે. 

ગુરુવારે સદનમાં ચર્ચા દરમિયાન સરકારે કહ્યું કે કોંગ્રેસ આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલીને લટકાવવા માંગે છે. સરકારનો આરોપ છે કે આ બિલ પર કોંગ્રેસ બેવડું વલણ અપનાવી રહી છે. આ બાજુ  કોંગ્રેસનો દાવો છે કે એઆઈએડીએમકે, બીજેડી, ટીએમસી અને એનડીએના પાર્ટનર ટીડીપી સહિત 17 પક્ષો આ બિલને કમિટી પાસે મોકલવાના પક્ષમાં છે. ટીએમસીના સુખેન્દુ શેખર રોયે કહ્યું કે તેઓ આ બિલની વિરુદ્ધમાં નથી પરંતુ તેના લાગુ થતા પહેલા તેની સંસદીય સમીક્ષા ઈચ્છે છે. કોંગ્રેસના આનંદ શર્માએ કહ્યું કે તેઓ સરકારના રબર સ્ટેમ્પ તરીકે કામ કરી શકે નહીં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news