કોઇ 8-10 સીટ, 20-22 અને કોઇ 35 સીટવાળા PMના સપના જોઇ રહ્યાં છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે યૂપીના મઉ બાદ ચંદૌલીમાં ચૂંટણી રેલી યોગી છે. તે દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે વિપક્ષી નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, કોઇ 8 સીટ, 10 સીટ, 20-22 સીટ અને કોઇ 35 સીટવાળા પીએમ બનાવવાના સપના જોવા લાગ્યા છે.

Updated By: May 16, 2019, 02:24 PM IST
કોઇ 8-10 સીટ, 20-22 અને કોઇ 35 સીટવાળા PMના સપના જોઇ રહ્યાં છે: PM મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે યૂપીના મઉ બાદ ચંદૌલીમાં ચૂંટણી રેલી યોગી છે. તે દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે વિપક્ષી નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, કોઇ 8 સીટ, 10 સીટ, 20-22 સીટ અને કોઇ 35 સીટવાળા પીએમ બનાવવાના સપના જોવા લાગ્યા છે. પરંતુ દેશે કહ્યું કે, ‘ફરી એકવાર મોદી સરકાર.’

વધુમાં વાંચો:- પૂર્વ PM મનમોહન સિંહને રાજ્યસભામાથી જવું પડી શકે છે બહાર, જાણો શું છે કારણ...

ચંદૌલીમાં પીએમ મોદીએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇકનો વિરોધ, એર સ્ટ્રાઇકનો વિરોધ, ઘૂસણખોરોની ઓળખનો વિરોધ, નાગરિકતા કાયદાનો વિરોધ, ત્રણ તલાક કાયદાનો વિરોધ, ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવાનો વિરોધ, ડગલે પગલે મોદીનો વિરોધ કરવો માત્ર તેમનું મોડલ છે.

વધુમાં વાંચો:- સુરક્ષા દળને મોટી સફળતા, પુલવામામાં જૈશના ટોપ કમાન્ડર સહિત ત્રણ આતંકી ઠાર

તેમમે કહ્યું કે, અમે તે રાજનીતિ અને સામાજિક સંસ્કૃતિમાં મોટા થયા છે જ્યાં પોતાનાથી મોટું દળ અને દળથી મોટો દેશ હોય છે. અહીંના સંતાન પંડિત દીનદયાલ ઉપાધ્યાયના મૂલ્યોને અમે આત્મસાત કર્યા છે. અમે ભારતીય મૂલ્યોને ધ્યાનમાં રાખી સબકા સાથ, સબકા વિકાસનો રસ્તો અપનાવ્યો છે.

વધુમાં વાંચો:- પશ્ચિમ બંગાળના દમદમમાં આજે મારી રેલી, જોઉ છું દીદી થવા દેશે કે નહીં: PM મોદી

તેમણે કહ્યું કે, 21મી સદીના યુવા આજે દેશને 2014થી પહેલાના દોરમાં વાપસ મોકલવા માટે તૈયાર નથી. આ તે દોર હતો જ્યારે આજ દિવસ કૌભાંડના સમાચાર આવતા રહેતા હતા. આ તે દોર હતો જ્યારે ભ્રષ્ટાચારની સામે દેશ રસ્તા પર હતો. કેટલાક લોકો ખોટુ અને અફવા ફેલાવી આપણા દેશને ખેડૂતોને ગેરમાર્ગે દરોવા માગે છે. પીએમએ કહ્યું કે, હું આજે અહીંથી સમગ્ર દેશના ખેડૂતોને જણાવવા માગુ છું કે, જે પૈસા તમારા ખાતામાં મોકલવામાં આવે છે તે તમારા જ છે. તમારી સહાયતા માટે લીધા છે. તે પૈસાને તમારાથી ક્યારે પણ પરત લેવામાં આવશે નહીં.

વધુમાં વાંચો:- ‘હિન્દુ આંતકી’વાળા નિવેદન પર કમલ હાસન સામે ગુનાહિત ફરિયાદ પર સુનાવણી આજે, FIR નોંધાવવા માગ

પીએમ મોદીએ કહ્યું કે અમારી નીતિ એકદમ સાફ છે. અમારા જવાનોની સુરક્ષાથી કોઇ સમાધાન કરીશું નહીં. ખતરો ભલે બોર્ડરની અંદર હોય, અથવા બોર્ડ પાર, અમે આતંકવાદીઓને ઘરમા ઘૂસીને મારીશું. ભારતનું ખાઇને પાકિસ્તાનના ગુણ ગાનારાઓ અલગાવવાદીઓની સાથે અમે કડક વલણ અપનાવી રહ્યાં છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...