ગુજરાતી ન્યૂઝIndiaPahalgam Terror Attack: લેફ્ટેનન્ટ વિનય નરવાલની પત્ની અશ્રુભરી આંખે પતિના પાર્થિવ દેહને ભેટીને બોલી, અમને તમારા પર ગર્વ

Pahalgam Terror Attack: લેફ્ટેનન્ટ વિનય નરવાલની પત્ની અશ્રુભરી આંખે પતિના પાર્થિવ દેહને ભેટીને બોલી, અમને તમારા પર ગર્વ

JK Pahalgam Terror Attack Live: પહેલગામમાં હિન્દુ પર્યટકો પર થયેલા હુમલા અને 26 લોકોના દર્દનાક મોત બાદ હાલાત તણાવપૂર્ણ છે. પીએમ મોદી સાઉદી અરબથી પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. પહેલગામ આતંકી હુમલા સંલગ્ન દરેક અપડેટ માટે ZEE24કલાકના લાઈવ  બ્લોક સાથે જોડાયેલા રહો....

Pahalgam Terror Attack: લેફ્ટેનન્ટ વિનય નરવાલની પત્ની અશ્રુભરી આંખે પતિના પાર્થિવ દેહને ભેટીને બોલી, અમને તમારા પર ગર્વ
LIVE Blog

જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બેસરનમાં મંગળવારે મોટો આતંકી હુમલો થયો. આ હુમલામાં 26 લોકોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આતંકીઓ પર્યટકોને ટાર્ગેટ કરીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ હુમલાથી સમગ્ર દેશમાં આક્રોશ છે. આતંકીઓને પકડવા માટે સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આ ઘાતક આતંકી હુમલા બાદ દરેક આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ હાલાત પર ચર્ચા કરવા માટે કાશ્મીરમાં છે. પીએમ મોદી પણ સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવીને દેશ પરત ફર્યા છે. 
 

Add Zee News as a Preferred Source

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

23 April 2025
16:10 PM

અમને તમારા પર ગર્વ
પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નેવી ઓફિસર વિનય નરવાલનો પાર્થિવ દેહ દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યો. આ દરમિાયન પત્નીના વલોપાતે ત્યાં હાજર દરેકને હચમચાવી નાખ્યા. પત્નીએ અશ્રુભરી આંખે કહ્યું કે અમને તમારા પર ગર્વ છે. વિનયના પાર્થિવ દેહને સાંજે કરનાલ લઈ જવાશે. 

13:46 PM

ઉરીમાં બે આતંકીઓ ઠાર
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઉરીમાં ઘૂસણખોરીની કોશિશને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે. આ સાથે જ સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. 

13:40 PM

ચાર આતંકીઓનો ફોટો
આતંકીઓના આ ફોટામાં ચાર આતંકીઓ એક સાથે જોવા મળે છે. 

13:40 PM

પહેલગામ હુમલાના તપાસ એજન્સીઓએ જાહેર કર્યા આતંકીઓના ફોટા
નાપાક ઈરાદાઓ સાથે કરાયેલો આ હુમલો પર્યટકો પર થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. જેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મૃતકોમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. બીજી બાજુ પહલગામના આતંકીઓના ફોટા જાહેર કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓએ આતંકીઓના ફોટા જાહેર કર્યા છે.

12:55 PM

આતંકીઓના સ્કેચ બહાર પડ્યા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને અંજામ આપનારા આતંકીઓના સ્કેચ બુધવારે સુરક્ષા એજન્સીઓએ બહાર પાડ્યા. હાલ આતંકીઓને પકડવા માટે વ્યાપક સર્ચ અભિયાન ચાલુ છે. એવું કહેવાય છે કે આતંકી હુમલામાં ત્રણથી પાંચ આતંકીઓ સામેલ હતા. જ્યારે કેટલાક સ્થાનિક લોકોએ મદદગારની ભૂમિકા ભજવી હતી. 

11:43 AM

અમિત શાહ પીડિતોને મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહેલગામ આતંકી હુમલાા પીડિતોના પરિવારો સાથે મુલાકાત કરી. 

11:26 AM

હુમલા બાદ પાકિસ્તાનની પ્રતિક્રિયા
પહેલગામમાં હુમલા બાદ આજે પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાને આ હુમલાથી અંતર જાળવતા કહ્યું કે  હુમલા સાથે તેને કોઈ લેવાદેવા નથી. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે પહેલગામ આતંકી હુમલા સાથે પાકિસ્તાનને કોઈ લિંક નથી. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે દરેક પ્રકારના આતંકની ટીકા કરીએ છીએ. તેમણે કહ્યું કે પહેલગામની ઘટનાઓ સાથે અમારે કોઈ લેવાદેવા નથી. આ ઘટના Home Grown છે. ભારત વિરુદ્ધ તેમની તથાકથિત રિયાસતોમાં બળવો થયો છે. એક નહીં ડઝનો પ્રમાણે. નાગાલેન્ડથી લઈને કાશમીર સુધી અને છત્તીસગઢથી લઈને મણિપુર તમામ જગ્યાઓ પર દિલ્હીની હકુમત વિરુદ્ધ બળવો થયો છે. આ ઘટના સ્થાનિક સ્તરે થઈ છે અને લોકો પોતાના અધિકાર માંગે છે. હિન્દુત્વની હકૂમત લોકોનું શોષણ કરે છે. અલ્પસંખ્યકોનું શોષણ થાય છે. જેમાં મુસલમાનો છે, ખ્રિસ્તિઓ, અને બૌદ્ધો પણ. તેમનું કત્લેઆમ થાય છે. તેમણે કહ્યું કે આ કેન્દ્રની સરકાર વિરુદ્ધ બળવો છે. જેના કારણે આ પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે. 
 

10:31 AM

પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરો- કપિલ સિબ્બલ
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પહેલગામ આતંકી હુમલા પર કહ્યું કે આ માટે જવાબદાર લોકો પર આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ. હું ગૃહમંત્રીને આગ્રહ કરું છું કે પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરો અને આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયમાં જાઓ. મને વિશ્વાસ છે કે તેમાં વિપક્ષ સાથ આપશે. 

09:57 AM

હુમલાખોર આતંકીની ઓળખ થઈ
નિર્દોષ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરનારા હુમલાખોર આતંકીની પહેલી તસવીર સામે આવી છે અને આ આતંકીનું નામ આદિલ ઘોરી છે જે લશ્કર કમાન્ડર હોવાનું કહેવાય છે. આદિલ પહેલા જમ્મુ કાશ્મીરમાં જ હતો પરંતુ 2018માં પાકિસ્તાન ગયો અને તાજેતરમાં ઘૂસણખોરી કરીને પાછો ભારત આવ્યો. 

09:14 AM

રાહુલ ગાંધીએ કહ્યું- અમારો ફૂલ સપોર્ટ
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તારિક કર્રા સાથે પહેલગામમાં થયેલા આતંકી હુમલા અંગે વાત કરી છે. સ્થિતિ પર અપડેટ મેળવી. પીડિતોના પરિવારને ન્યાય મળવો જોઈએ. અમારો ફૂલ સપોર્ટ છે.  

08:47 AM

આતંકીની તસવીર સામે આવી
પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સામેલ એક હુમલાખોરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર ઘટનાસ્થળની છે. જેમાં તે હાથમાં બંદૂક લઈને ફરતો જોવા મળે છે. જો કે આ તસવીરમાં આતંકીનો ચહેરો જોવા મળી રહ્યો નથી. હુમલા બાદ આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. NIA ની ટીમ શ્રીનગર પહોંચી ગઈ છે. ફોરેન્સિકની ટીમો પણ ઘટનાસ્થળે છે. સીઆરપીએફ, આર્મી, એસઓજી, જમ્મુ કાશ્મીર પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી રાખ્યો છે. હેલીકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરી આતંકીઓની શોધ થઈ રહી છે. 


 

08:35 AM

એરપોર્ટ પર કરી બેઠક
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. વહેલી  સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેમણે NSA અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ સચિવ સાથે મુલાકાત કરી અને માહિતી મેળવી. આ અગાઉ પીએમ મોદીએ મંગળવારે જ સાઉદી અરબથી કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા અંગે વાતચીત પણ થઈ હતી. મોહમ્મદ બિન સલમાને આતંકી હુમલાને વખોડી નાખ્યો હતો. 

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news