આવું હોઇ શકે છે લોકડાઉન 5, દેશના 11 શહેરો પર ફોક્સ, ધાર્મિક સ્થળ-જિમમાં છૂટછાટ

કોરોના સંક્ટને લઇ લોકડાઉનના પાંચમાં તબક્કાની તૈયારી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાકડાઉન-5.0ને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં મનકી બાત કરી શકે છે. લાકડાઉનના પાંચમાં તબક્કામાં કોરોના પ્રભાવિત 11 શહેરો સિવાય દેશમાં રાહતની મર્યાદા વધારવામાં આવી શકે છે.
આવું હોઇ શકે છે લોકડાઉન 5, દેશના 11 શહેરો પર ફોક્સ, ધાર્મિક સ્થળ-જિમમાં છૂટછાટ

નવી દિલ્હી: કોરોના સંક્ટને લઇ લોકડાઉનના પાંચમાં તબક્કાની તૈયારી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાકડાઉન-5.0ને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં મનકી બાત કરી શકે છે. લાકડાઉનના પાંચમાં તબક્કામાં કોરોના પ્રભાવિત 11 શહેરો સિવાય દેશમાં રાહતની મર્યાદા વધારવામાં આવી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લોકડાઉનના પાંચમાં તબક્કામાં 11 શહેરો પર ધ્યાન કેન્દ્રી કરવામાં આવશે. જેમાં દિલ્હી, મુંબઇ, બેંગલુરૂ, પુણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સૂરત અને કોલકાતા સામેલ છે. આ શહેરોમાં 70 ટકાથી વધારે કોરોના કેસ છે. માત્ર પાંચ શહેરો (અમદાવાદ, દિલ્હી, પુણે, કોલકાતા, મુંબઈ)માં તો આંકડો 60 ટકાને પાર છે.

લોકડાઉનના પાંચમાં તબક્કામાં કેન્દ્ર તરફથી ધાર્મિક સ્થળને ખોલવાની છૂટછાટ આપવામાં આવી શકે છે. પરંતુ નિયમ અને શરતો લાગુ કરવામાં આવશે. ધાર્મિક સ્થળ પર કોઈપણ મેળો અથવા મહોત્સવ ઉજવવાની છૂટછાટ આપવામાં આવશે નહીં. સાથે જ મોટી સંખ્યામાં લોકોને એકઠા થવા નહીં દેવામાં આવે. માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ ફરજીયાત રહશે.

લોકડાઉન 5.0 દરમિયાન માત્ર કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાય તમામ ઝોનમાં હેર સલૂન અને જિમને ખોલવાની પરવાનગી આપવામાં આવી શકે છે. જો કે, આ તબક્કામાં સ્કૂલ, કોલેજ-યુનિવર્સિટીને ખોલવાની પરવાનગી આપવામાં આવશે નહીં. સાથે જ મોલ અને મલ્ટીપ્લેક્સને પણ બંધ રાખવામાં આવી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લોકડાઉન 5.0માં લગ્ન અને અંતિમ સંસ્કારમાં થોડા લોકો જ સામેલ થવાની છૂટછાટ આપવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, લોકડાઉનના પાંચમો તબક્કો બે અઠવાડીયા માટે લાગુ કરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news