બે અઠવાડીયા હજી વધી શકે છે Lockdown, PM મોદી અને અમિત શાહ વચ્ચે થઇ ચર્ચા

પ્રવાસી મજૂરોનાં આવન જાવન સાથે દેશના અનેક રાજ્યોમાં સતત વધી રહેલા કોરાના સંક્રમણના કેસને જોતા લોકડાઉન વધે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. અનેક રાજ્યો લોકડાઉનનાં બે અઠવાડીયા સુધી વધારવા માટેની સરકારને અપીલ કરી રહ્યા છે. તેમાં મોટા ભાગનાં ભાજપ શાસિત રાજ્યો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત 15 દિવસ માટે લોકડાઉન વધારવા માંગે છે. 
બે અઠવાડીયા હજી વધી શકે છે Lockdown, PM મોદી અને અમિત શાહ વચ્ચે થઇ ચર્ચા

નવી દિલ્હી : પ્રવાસી મજૂરોનાં આવન જાવન સાથે દેશના અનેક રાજ્યોમાં સતત વધી રહેલા કોરાના સંક્રમણના કેસને જોતા લોકડાઉન વધે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. અનેક રાજ્યો લોકડાઉનનાં બે અઠવાડીયા સુધી વધારવા માટેની સરકારને અપીલ કરી રહ્યા છે. તેમાં મોટા ભાગનાં ભાજપ શાસિત રાજ્યો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત 15 દિવસ માટે લોકડાઉન વધારવા માંગે છે. 

આ મુદ્દે શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ નવી દિલ્હી ખાતેના આવાસ, સાત લોક કલ્યાણ માર્ગ જઇને તેમની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ પાસેથી આવેલી ભલામણોને વડાપ્રધાન મોદી સમક્ષ મુક્યા હતા. સુત્રોનું કહેવું છે કે, રાજ્યોની માંગ પર કેટલીક વધારે છુટછાટ સાથે લોકડાઉન 5.0 લાગુ કરવાની તૈયારી કેન્દ્ર સરકાર કરી રહી છે. 

શાહે એક દિવસ પહેલા ગુરૂવારે સવારથી સાંજ સુધી તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોન અંગે ચર્ચા કરી હતી. તેમણે ભાજપ શાસિત રાજ્યોના મુક્યમંત્રીઓ સાથે અલગથી વાત કરી હતી. વાતચીતનો મુખ્ય વિષય લોકડાઉન 4.0 કેટલું સફળ રહ્યું અને રાજ્ય આગલ શું ઇચ્છે છે તે રહ્યો હતો. 

સુત્રોનું કહેવું છે કે, મોટા ભાગના મુખ્યમંત્રીઓએ પોતાનાં રાજ્યોમાં વધી રહેલા સંક્રમણને જોતા લોકડાઉન 5.0ના પક્ષમાં વાત કરી. જો કે તેમણે એમ પણ કહ્યું કે, લોકડાઉન 4.0ની તુલનાએ વધારે છુટ મળવી જોઇએ. સુત્રો અનુસાર મોટા ભાગના મુખ્યમંત્રીઓએ પતાનાં રાજ્યોમાં વધી રહેલા સંક્રમણને જોતા લોકડાઉનનાં 5મા તબક્કાને સમર્થન આપ્યું હતું. કન્ટેન્ટમેન્ટ એરિયા પર વધારે ફોકસ અને અન્ય તમામ વિસ્તારોમાં ગતિવિધિ પુર્વવત કરવા માટેની વાત કરવામાં આવી હતી. 

તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ ભલામણોની નોટ કર્યા બાદ ગૃહમંત્રીએ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી. સુત્રોએ કહ્યું કે, રાજ્યો તરફથી આવેલી ભલામણોનાં આધારે ગૃહમંત્રાલય લોકડાઉન 5.0ની રણનીતિ બનાવવામાં આવી રહી છે. લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેની અડધી રાત્રે પુર્ણ થઇ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news