નર્સે દર્દીને કહ્યું- બસ થોડા દિવસના મહેમાન છો, બીજા દિવસે મહિલાનું મોત, હચમચાવી નાખે તેવો Video

કોરોનાકાળમાં જ્યારે જરૂરિયાતવાળા લોકોને મદદ કરવી જોઈએ ત્યારે લોકોની જરૂરિયાતનો ફાયદો ઉઠાવતા અને દર્દીઓ સાથે ગેરવર્તણૂંકના એવા એવા કિસ્સા સામે આવી રહ્યા છે જે જાણીને હ્રદય કંપી ઉઠે. આવો જ  એક કિસ્સો મધ્ય પ્રદેશથી સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો હાલ સોસિશિલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

Updated By: May 9, 2021, 02:48 PM IST
નર્સે દર્દીને કહ્યું- બસ થોડા દિવસના મહેમાન છો, બીજા દિવસે મહિલાનું મોત, હચમચાવી નાખે તેવો Video

નવી દિલ્હી: કોરોનાકાળમાં જ્યારે જરૂરિયાતવાળા લોકોને મદદ કરવી જોઈએ ત્યારે લોકોની જરૂરિયાતનો ફાયદો ઉઠાવતા અને દર્દીઓ સાથે ગેરવર્તણૂંકના એવા એવા કિસ્સા સામે આવી રહ્યા છે જે જાણીને હ્રદય કંપી ઉઠે. આવો જ  એક કિસ્સો મધ્ય પ્રદેશથી સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો હાલ સોસિશિલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

મધ્ય પ્રદેશના ગ્વાલિયરની બિરલા હોસ્પિટલની નર્સનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોવિડ વોર્ડમાં દાખલ મહિલાને ઈન્જેક્શન આપતા નર્સ કહે છે કે તમે તો બસ થોડા દિવસના મહેમાન છો. જેના બીજા જ દિવસે કોવિડ  દર્દી વંદનાનું મોત થયું હોવાના સમાચાર આવે છે. 

જુઓ નર્સ અને દર્દી વચ્ચેની વાતચીતનો હચમચાવી નાખે તેવો Video

નર્સનો આ વીડિયો સામે આવ્યા બાદ દર્દી વંદનાના પરિજનોએ ખુબ હંગામો કર્યો. વંદનાના મોત માટે હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારી ગણાવતા FIR કરવાની માંગણી કરી. ત્યારબાદ બિરલા હોસ્પિટલ મેનેજમેન્ટે નર્સને બરતરફ કરી નાખી. 

માત્ર 10 રૂપિયા માટે પતિએ પત્નીને લાકડીથી માર મારી અધમૂઈ કરી, બાળકો પાસે બનાવડાવ્યો Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube