નવી દિલ્હી/પટનાઃ બિહારમાં મહાગઠબંધન પક્ષોમાં બેઠકોની વહેચણીને મુદ્દે ઉત્સુક્તા વધી ગઈ છે. 20 ડિસેમ્બરના રોજ મહાગઠબંધન પક્ષોની એક બેઠક દિલ્હીમાં મળનારી છે, જેના માટે અનેક પક્ષોના નેતાઓ દિલ્હી આવી પહોંચ્યા છે. બિહારથી તેજસ્વી યાદવ અને જીતનરામ માંઝી પણ આવવાના છે. સાથે જ ઉપેન્દ્ર કુશવાહા પણ પોતાના તમામ કાર્યક્રમો પડતા મુકીને છાને પગલે દિલ્હી માટે રવાના થઈ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 ડિસેમ્બર એટલે કે ગુરૂવારે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિમાં બપોરે 1.30 કલાકે મહાગઠબંધનની બેઠક મળનારી છે. એવું માનવામાં આવે છે કે, બેઠકમાં સીટ શેરિંગના મુદ્દે વાટાઘાટો થઈ શકે છે. બિહારમાં મહાગઠબંધનના તમામ પક્ષો સીટ શેરીંગ અંગે અત્યંત ઉત્સાહિત છે. આથી, શક્ય છે કે આ મુદ્દો કદાચ સ્પષ્ટ થઈ જાય. 


બિહારમાં છેલ્લા કેટલાક સમયથી મહાગઠબંધન બેઠકો વચ્ચે સીટોની વહેચણીના મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. બધા જ પક્ષો પોત-પોતાના અનુસાર સીટનો દાવો રજૂ કરી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે આરજેડી એક સરખી બેઠકોનો દાવો કરી રહી છે. અન્ય પક્ષો પણ પોતાની શક્તિ પ્રમાણે સીટ માગી રહ્યા છે. 


ISROએ લોન્ચ કર્યો સંદેશાવ્યવહાર ઉપગ્રહ GSAT-7A, ભારતીય વાયુસેના બનશે 'શક્તિશાળી'


ઉપેન્દ્ર કુશવાહાએ જ્યારેથી એનડીએને અલવિદા કહી છે ત્યારથી તેઓ પણ મહાગઠબંધનમાં પોતાના માટે સીટની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે, અગાઉ કુશવાહાનું સ્વાગત થતું હતું, પરંતુ હવે તેમને બે સીટ પર જ અટકાવી દેવાની વાત ચાલી રહી છે. સાથે જ મહાગઠબંધનમાં મુખ્યમંત્રી પદ માટે હાલ કોઈ જગ્યા ખાલી નથી. જોકે, ઉપેન્દ્ર કુશવાહા આ બેઠકમાં ભાગ લેશે નહીં તેના અંગે તેમણે ખુલાસો કર્યો નથી. 


બિહારથી જીતનરામ માંઝી અને આરજેડીના તેજસ્વી યાદવ દિલ્હી આવવાના છે. સાથે જ બિહારના મહાગઠબંધનમાં સામેલ અન્ય પક્ષોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, બેઠકનો એજન્ડા હજુ સુધી સ્પષ્ટ થયો નથી. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...